Jul 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1208

(૧૭૮) ઐન્દવાખ્યાન

રામ કહે છે કે-આ ત્રણે લોકની અંદર સાકાર અને નિરાકાર એવા બે પદાર્થો હોય છે.તેમાં કેટલાક સાવયવ છે તો કેટલાક
નિરવયવ પણ છે.સાવયવ પદાર્થો એક બીજા સાથે જોડાઈ જતા જોવામાં આવે છે તો નિરવયવ પદાર્થો એકબીજા સાથે
જોડાઈ જતા નથી. જીવ (ચિદાભાસ) એ (પોતે) નિરવયવ જ છે,કેમ કે ચંદ્રને દેખનારો (દેહ-રૂપ) પુરુષનો જીવ,
નેત્ર-અવયવ (કે ઇન્દ્રિય) દ્વારા અહીંના પ્રદેશથી નિરવયવ-રૂપે ચન્દ્રમંડળ-આદિ સુધી પ્રસાર કરે છે.
આ વાત સર્વના અનુભવ વડે સિદ્ધ છે.અને આ વાત હું,અર્ધ-પ્રબુદ્ધ પુરુષે,સંકલ્પ-વિકલ્પ-વાળી દ્વૈત-દૃષ્ટિ વડે
કલ્પી કાઢેલા દૃશ્યને સ્વીકારી લઈને કરું છું,બાકી તત્વ-દૃષ્ટિમાં રહી આ મારું કહેવું નથી.

હે મહારાજ,જો આ જીવ (આત્મા) નિરાકાર ને નિરવયવ છે તો તે સાકાર દેહને શી રીતે ચલાવે છે?
હૃદયમાં રહીને પ્રાણવાયુમાં ક્ષોભ કોણ ઉત્પન્ન કરે છે?અને તે પ્રાણ (વાયુ)નું અંદર પેસવું તથા બહાર નીકળવું
શી રીતે થાય છે? તે વિષે આપ કહો.જો કદાચિત સાવયવ દેહ આદિ-એ -નિરવયવ જીવ (આત્મા)રૂપ વસ્તુ
સાથે જોડાઈ જતાં,તેના (આત્માના) સંકલ્પ-બળથી ચાલે છે એમ માનવામાં આવે તો-
પુરુષના સંકલ્પ-બળથી પર્વત કેમ ચાલતો નથી?

વસિષ્ઠ કહે છે કે-જેમ,આકાશમાં સંચાર કરનારો વાયુ-એ લુહારની ધમણમાં પ્રવેશ કરે છે,અને બહાર નીકળે છે,
તેમ,હૃદયમાં રહેલા પ્રાણવાયુના ચલન વિષે સમજવાનું છે.જયારે હૃદયની અંદર રહેલી 'નાડી' -એ-
વિકાસ-અને સંકોચને પ્રાપ્ત થાય છે,ત્યારે પ્રાણવાયુ છિદ્ર દ્વારા બહાર જાય છે અને અંદર પ્રવેશે છે.
(નોંધ-લુહારની ધમણ જયારે સંકોચાય છે ત્યારે તેની અંદર રહેલા આકાશમાંથી તેમાંનો વાયુ બહાર નીકળી જઈ,
આકાશ શૂન્યતાને પ્રાપ્ત થાય છે(શૂન્યાવકાશ) પણ જયારે તે ધમણને ફૂલાવવામાં આવે છે ત્યારે તે ધમણની અંદર,
આકાશ,તે ધમણના માપનું થાય છે અને એ આકાશમાં વાયુ પણ તે આકાશ જેટલો ભરાઈ જાય છે.
સમજવામાં અઘરી લાગતી આ વાત વિષે થોડો વિચાર કરવાથી બરોબર સમજાઈ જાય છે કે જે  મહત્વની છે!!)

રામ કહે છે કે-લુહાર,તો બહાર તે ધમણને સંકોચ-વિકાસ વડે ધમાવે (ચલાવે) છે,પરંતુ અંદર રહેલી નાડીને,
કયો ચલાવનારો ચલાવે (ધમાવે) છે? વળી સેંકડો નાડીઓ એક પ્રાણના આધારે જ કેવી રીતે ગતિ કરે છે?
અને એ એક (પ્રાણ) જ સેંકડો નાડીઓ સાથે શી રીતે સંબંધ રાખે?
નિર્વિકાર ચૈતન્ય (ચિદાકાશ)નો સામાન્ય સંસર્ગ તો કાષ્ટ-પાષાણ-આદિમાં પણ રહ્યો છે,તો તેઓ શું સચેતન છે?
જો સ્થાવર વસ્તુ સચેતન હોય તો તે ગતિમાન કેમ નથી? અને દેહ-આદિની જેમ તે ચમત્કાર-વાળી કેમ નથી?
વળી જંગમ વસ્તુ જ જાણે કોઈ નિયંતાથી નિયમિત (ગતિમાન) હોય છે તેનું કારણ શું? તે વિષે કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE