Jul 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1217

(૧૮૩) વરદાન અને શાપોનો સંવાદ

કુંદદંત (રામને) કહે છે કે-પછી મેં તે ગૌરી આશ્રમના વૃદ્ધ (કદંબ)તપસ્વીને પૂછ્યું કે-
સપ્ત-દ્વીપની આ પૃથ્વી તો એક જ છે તો તે આઠેય ભાઈ તે પૃથ્વીના અધિપતિ કેવી રીતે થઇ શકે?
જે જીવનું ઘરમાંથી બહાર નીકળવું ના થાય તે પૃથ્વીનો અધિપતિ થઇ દિગ્વિજય કેવી રીતે કરી શકે?
જે વરદાન આપનારાઓએ વરદાન આપ્યાં તે શાપ વડે વિરુધ્ધ્તાને કેમ પ્રાપ્ત થાય?
વર (વરદાન) અને શાપ-રૂપી વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં વિરુદ્ધ સ્થિતિને શી રીતે પ્રાપ્ત કરે?
અને આધાર જ પોતાનામાં આધેય-ભાવને કેવી રીતે કલ્પી લે?

વૃદ્ધ તપસ્વી કહે છે કે-હે સુશીલ,આમાં તમે વિરુદ્ધ શું દેખો છો? હવે જે વૃત્તાંત કહું છું તેથી તમારા ચિત્તનું સમાધાન
થઇ જશે.તમે આજથી આઠમા દિવસે મથુરામાં પહોંચશો,ને કેટલાંક દિવસ સુધી પોતાના બંધુઓમાં સુખપૂર્વક સ્થિતિ
કરીને રહેશો.પછી આઠેય ભાઈઓ ક્રમવાર મરણ પામશે અને તેમના બંધુઓ તેમના દેહોને અગ્નિમાં ભસ્મ કરી નાખશે.
તેમના જીવો પૃથક પૃથક (જુદીજુદી) સ્થિતિ રાખશે
અને તેઓ મુહુર્તમાત્ર સુધી સુષુપ્તિમાં રહેલા જેવા (જડ જેવા હોય) તેવા થઇ રહેશે.

એટલામાં તેમનાં 'વર(વરદાન) અને શાપ-રૂપી કર્મો' ચિત્તથી છવાયેલા આકાશમાં એકત્ર થશે.
અને તેમનાં તે 'કર્મો' ફળો આપનાર અધિષ્ટાતા 'દેવતાઓ-રૂપ' થઇ જશે.
અને જુદા જુદા પોતાને અનુકુળ પડતા સમૂહ સાથે સંપુટ(જોડાઈ) જેવાં બની જશે.
પછી,એકબીજાને જોડાઈ રહેલાં (સંપુટ થઇ રહેલાં) વર અને શાપ,એ બંને પોતાનાં જુદાં સ્વરૂપોને ઉત્પન્ન કરશે.
તેમાં વરદાનો,સુંદર આકારવાળાં,હાથમાં કમળ-આયુધ ધારણ કરેલાં,ધોળા અંગવાળા અને ચાર હાથોને ધારણ
કરનારાં -એવા રૂપને ધારણ કરી લેશે.ત્યારે શાપો,ત્રણ નેત્રવાળા,શૂળને ધારણ કરનારા,કાળા અંગવાળા,
દ્વિભુજ અને ચાદેવેલી ભ્રકૃટીયુક્ત મુખવાળાં રૂપને ધારણ કરશે.

વરો (વરદાનો) કહેશે કે-હે શાપો,તમે અહીંથી દૂર ચાલ્યા જાઓ,કેમ કે ઋતુઓ જેમ પોતાના સમય પર આવે છે,
તેમ હમણાં અમારો સમય આવ્યો છે,તો તેનું ઉલ્લંઘન કરવા કોણ સમર્થ છે?
શાપો કહેશે કે-હે વરો,તમે અહીંથી દુર ચાલ્યા જાઓ કેમકે અત્યારે અમારો સમય છે.
વરો કહેશે કે-તમને દુર્વાસામુનિએ ઉત્પન્ન કાર્ય છે તો અમને સૂર્યનારાયણે ઉત્પન્ન કર્યા છે.અને મુનિઓની અપેક્ષાએ
સૂર્યનારાયણ અધિક છે કેમ કે વિધાતાએ તેમને મુનિઓની પહેલાં સર્જ્યા છે.

ત્યારે ક્રોધ પામીને શાપો કહેશે કે-'અમે રુદ્રના અંશ-રૂપ-દુર્વાસામાંથી ઉત્પન્ન થયા છીએ અને દેવતાઓમાં રુદ્ર
સહુથી અધિક છે-માટે તમે જાઓ' આમ કહીને તે શાપો પોતાનાં ત્રિશુળને ઉગામીને વરદાનો તરફ ઉભા રહેશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE