અધ્યાય-૨૯-સન્યાસ યોગ(ગીતા-૫-કર્મ-સન્યાસ-યોગ)
अर्जुन उवाच--संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥१॥
અર્જુને કહ્યું-હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મના ત્યાગના વખાણ કરો છો
અને બીજી તરફ કર્મયોગના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)
श्रीभगवानुवाच--संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥२॥
ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥३॥
શ્રી ભગવાન બોલ્યા-કર્મોનો ત્યાગ અને કર્મયોગ બન્ને કલ્યાણકારક છે,પરંતુ એ બન્નેમાં,કર્મોના ત્યાગથી કર્મયોગ
શ્રેષ્ઠ છે.જે કોઈનો દ્વેષ કરતો નથી,જે કોઈ અભિલાષા રાખતો નથી,તેને નિત્ય સંન્યાસી જાણવો.
આવો રાગ દ્વેષ વિનાનો મનુષ્ય દ્વંદ્વરહિત બની સંસાર બંધનમાંથી સુખપૂર્વક મુક્ત થાય છે.(૩)
सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥४॥
यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ॥५॥
કર્મસંન્યાસ અને કર્મયોગ ફળની દ્રષ્ટિએ અલગ અલગ છે એમ અજ્ઞાનીઓ માને છે,પરંતુ જ્ઞાનીઓ
એમ કહેતા નથી.બન્નેમાંથી એકનું પણ ઉત્તમ રીતે અનુષ્ઠાન કરનાર બંનેના ફળને પ્રાપ્ત કરે છે.(૪)
જે મોક્ષપદ જ્ઞાનયોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે,તે જ પદ નિષ્કામ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી
શકાય છે.એ માટે જ સાંખ્ય તથા કર્મયોગને જે એકજ સમજે છે તે સાચો જ્ઞાની છે.(૫)
संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥६॥
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥७॥
હે મહાબાહો ! કર્મયોગના અનુષ્ઠાન વગર કર્મસંન્યાસ પ્રાપ્ત કરવો કઠીન છે.કર્મયોગી મુનિ જલદીથી
કર્મસંન્યાસ પ્રાપ્ત કરી બ્રહ્મને પામે છે.કર્મયોગના આચરણથી જેનું અંત:કરણ શુદ્ધ થઇ ગયું છે,
જે મનને વશ કરનારો,ઈન્દ્રિયોને જીતનારો છે.અને જેનો આત્મા સર્વ ભૂતોનો આત્મા બની ગયો છે,
તે મનુષ્ય કર્મો કરે છે છતાં તેનાથી લેપાતો નથી.(૭)
नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।पश्यञ्श्रृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपञ्श्वसन् ॥८॥
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥९॥
યોગયુક્ત બનેલો તત્વજ્ઞાની પોતે જોતાં,સાંભળતાં,સ્પર્શ કરતાં,સુંઘતાં,ખાતાં,પીતાં,ચાલતાં,
નિંદ્રા લેતાં,શ્વાસોશ્વાસ લેતાં,બોલતાં,ત્યાગ કરતાં,ગ્રહણ કરતાં,
આંખ ઉઘાડતાં મીંચતાં,હોવા છતાં,'ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રવૃત થાય છે'
એમ સમજીને 'હું કંઈ કરતો નથી' એમ નિશ્વયપૂર્વક માને છે.(૯)
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥१०॥
कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि ।योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥११॥
જે મનુષ્ય ફળની ઈચ્છાનો ત્યાગ કરી,સર્વ ફળ બ્રહ્માર્પણ બુદ્ધિથી કરે છે,એ કમળપત્ર જેમ પાણીમાં રહેવા
છતાં ભીંજાતું નથી,તેમ પાપ વડે લેપાતો નથી.યોગીઓ માત્ર મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ
છોડી દઈ,આત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે.(૧૧)
युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥१२॥
सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥१३॥
કર્મયોગી મનુષ્ય કર્મફળને ત્યજીને સત્વશુદ્ધિના ક્રમથી થયેલી શાંતિને પ્રાપ્ત કરે છે.
જયારે સકામ મનુષ્ય કામના વડે ફળની આસક્તિ રાખી બંધનમાં પડે છે.(૧૨)
દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મોને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજાવાળા નગરમાં
સુખપૂર્વક રહે છે.તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.(૧૩)
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥१४॥
नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥१५॥
આત્મા,દેહાદિકના કર્તાપણાને ઉત્પન્ન કરતો નથી,કર્મોને ઉત્પન કરતો નથી કે કર્મફળના
સંયોગને ઉત્પન કરતો નથી,પરંતુ તે અવિદ્યારૂપ માયાનો જ સર્વ ખેલ છે.(૧૪)
પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી,પરંતુ
જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે.તેને લીધે સર્વ જીવો મોહ પામે છે.(૧૫)