Showing posts with label ભજન. Show all posts
Showing posts with label ભજન. Show all posts

Feb 28, 2015

મારા રામ તમે સીતાજી ની તોલે ના આવો-સ્વર અસિત દેસાઈ




દયાના સાગર થઇ ને ,કૃપા રે નિધાન થઇ ને
છો ને ભગવાન કહેવરાઓ પણ 
મારા રામ તમે સીતાજી ને તોલે ના આવો......

સોળે સણગાર સજી મંદિર ને દ્વારે તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ --પણ રામ તમે...

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો રે પડછાયો થઇ જેને વગડો રે વેઠ્યો
એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ પત્ની ને  પારખતા ના આવડી
છો ને ઘટ ઘટ ના જ્ઞાતા થઇ ફૂલાઓ---પણ રામ તમે

તમથી એ પહેલા અશોકવન માં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચ માં નિરાધાર ધારી તોયે 
દસ માથા વાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લુંટ્યો લ્હાવો...પણ રામ તમે ...... 

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

તું ને રાત ગવાઈ સોઈ કે-સ્વર-મુકેશ



તુને રાત ગવાઈ સોઈકે,દિવસ ગવાયા ખાઈકે.
તેરા જીવન અમોલ થા, કોડી બદલે જાય-------તુને

સુમિરન લગન લગાઈકે,મુખ સે કછુ નાં બોલ,
બહારકે પટ બંધ કરકે, ભીતરકે પટ ખોલ,
માલા ફેરત જગ હુઆ,ગયા ના મનકા મેલ,
આશકા મનકા છોડ દે,મન કા મનકા ફેર.---તુને

દુઃખમેં સુમિરન સબ કરે,સુખમે કરે ના કોઈ,
જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહેકો હોય,
સુખ મેં સુમિરન નાં કિયા,દુઃખ મેં કરતા યાદ,
કહે કબીર ઉસ દાસકી કૌન સુને ફરિયાદ--તુને.

પંછીડા ને આ પીંજરું-મુકેશ ના સ્વરે


પંછીડાને આ પીંજરું જુનું જુનું લાગે, 
બહુયે સમજાવ્યું તોયે પંછી નવું પીંજરું માંગે.

ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણ નો,
અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણ નો.
અણદીઠે દેશ જાવા લગન એને લાગી----બહુયે

સોને મઢેલ બાજથીયો ને સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વીંઝણો મોતીનો મોંઘુ પણ મોલો,
પાગલ ના બનીએ ભેરુ,કોઈના રંગરાગે---બહુયે

ઐસી લાગી લગન -સુંદર શબ્દો-અનુપ્ જલોટા ના સ્વરે


હૈ આંખ વો જો શ્યામ કા દર્શન કિયા કરે, હૈ શિશ વો જો પ્રભુ ચરણ મે વંદન કિયા કરે,
બેકાર વો મુખ હૈ જો રહે વ્યર્થ બાતોમે,મુખ વો હૈ જો હરિનામ કા સુમિરન કિયા કરે.

હીરે મોતી સે નહિ શોભા હૈ હાથ કી,હૈ હાથ વો જો ભગવાન કા પૂજન કિયા કરે,
મર કર ભી અમર નામ હૈ ઉસ જીવકા જગમેં,પ્રભુ પ્રેમ મે બલિદાન જો જીવન કિયા કરે.

ઐસી લાગી લગન,મીરાં હો ગઈ મગન,વો તો ગલી ગલી હરિ ગુન ગાને લાગી,
મહેલો મેં પલી,બનકે જોગન ચલી,મીરાં રાની  દિવાની કહાને લગી.

રાણાને વિષ દિયા માનો અમૃત પિયા,મીરાં સાગરમે સરિતા સમાને લગી,
દુઃખ લાખો સહે મુખસે ગોવિંદ કહે,મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી.---વો તો-

કોઈ રોકે નહિ,કોઈ ટોકે નહિ,મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી,
બૈઠી સંતો કે સંગ,રંગી મોહન કે રંગ,મીરાં પ્રેમી પ્રીતમ કો મનને લગી--વો તો.
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

રંગ દે ચુનરિયા-મીરા ભજન-અનુપ જલોટા ના સ્વરે


રંગ દે ચુનરિયા-ઓ શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા 

ઐસી રંગ દે કે રંગ નાહિ છૂટે,ધોબીયા ધોએ ચાહે સારી ઉમરિયા.-શ્યામ

લાલ ના રંગાઉં મૈ હરી ના રંગાઉં મૈ,અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા.

બીના રંગાએ મૈ તો ઘર નહિ જાઉંગી,બીત હી જાએ ચાહે સારી ઉમરિયા.
--------------------------

જલસે પતલા કૌન હૈ કૌન ભૂમિ સે ભારી,
કૌન અગન સે તેજ હૈ કૌન કાજલ સે કારી.

જલસે પતલા જ્ઞાન હૈ,ઔર પાપ ભૂમિસે ભારી.
ક્રોધ અગન સે તેજ હૈ,ઔર કલંક કાજલ સે કારી.

ચદરીયા ઝીનીરે ઝીની-સુંદર કબીર ભજન-અનુપ જલોટા ના સ્વરે.


ચદરીયા ઝીની રે ઝીની,કે રામ નામ રસ ભીની -ચદરીયા.

(શરીર રૂપી ચાદર નું નિર્માણ કેવી રીતે થાય છે ?)

અષ્ટ કમળ ક ચરખા બનાયા,પાંચ  તત્વ કી પુની,
નવ દશ માસ ભુનન કો લાગે,મૂરખ મેલી કીન્હી- ચદરીયા

જબ મેરી ચાદર બનકર આઈ,રંગરેજ કો દીન્હી (ગુરુ પાસે શિક્ષા લેવા )
ઐસા રંગ રંગા રંગરે ને કી લાલો-લાલ કર દીન્હી-ચદરીયા

ચાદર ઓઢ શંકા મત કરિયો,એ દો દિન તુમ્હે દીન્હી
મૂરખ લોક ભેદ નહિ જાણે,દિન દિન મેલી કીન્હી.---ચદરીયા

ધ્રુવ,પ્રહલાદ સુદામા ને ઓઢી,શુકદેવ ને નિર્મળ કીન્હી,
દાસ કબીર ને ઐસી ઓઢી કે જ્યું કી ત્યું ધર દીન્હી-ચદરીયા.

Oct 15, 2014

જનમ તેરો બાતોં મેં બીત ગયો-kabir bhajan



જનમ તેરો બાતોં મેં બીત ગયો,રે તુને કબહું  ન કૃષ્ણ કહ્યો,

પાંચ બરસ કા  ભોલાભાલા,અબ તો બીસ ભયો,
મકર-પચીસી માયા કારણ દેશ-બિદેશ ભયો,

તીસ બરસ કી અબ મતિ ઉપજી,લોભ ચડે નિત નયો,
માયા જોડી- લાખ-કરોડી,અબહું ન તૃપ્ત ભયો.

વૃદ્ધ ભયો તબ આલસ ઉપજી,કફ નિત્ય કંઠ રહ્યો,
"સંગતિ "કબહું ન કીની તુને,બિરથા જનમ ગયો,

એ સંસાર મતલબકા-લોભી-ઝૂઠા ઠાઠ રચ્યો,
કહત કબીર,સમજ  મન મૂરખ,તું ક્યૂં ભૂલ ગયો.
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 


Apr 2, 2012

ઇતની શક્તિ હંમે દેના


ખુબ સરસ શબ્દો...
ઇતની શક્તિ હંમે દેના દાતા,મન કા  વિશ્વાસ કમજોર હો  ના ,
હમ ચલે નેક રસ્તે પે જિસ પર ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના,
દુર અજ્ઞાન કે હો અંધેરે ,તું હમેં જ્ઞાન કી રોશની દે,
હર બુરાઈ સે બચતે રહે હમ,જીતની ભી દે ભલી જિંદગી દે.
બૈર ના હો કિસીકા કિસીસે,ભાવના બદલેકી મનમેં હો ના.....
યે ના સોચે હમેં ક્યાં મિલા હૈ હમ યે  સોચે કિયા ક્યાં હય અર્પણ, 
ફૂલ ખુસીં ઓ કે બાંટે  સભીકો, સબકા  જીવન હી બન જાયે મધુબન 
અપની કરુણા ક જલ તું બહાકે  કર દે  પવન હરેક મનકા કોના  .

છાપ તિલક સબ કીન્હી-રીચા શર્મા ના કઠે


કાગા સબ તન ખાઈઓ,મેરા ચુન ચુન ખાયો માંસ,
એ દો નૈના મત ખાઈઓ ,ઇનમેં મોરે સાઈ મિલન કી આશ.


ખુશરો બાજી પ્રેમકી મૈ તો ખેલું પી કે સંગ 
જીત ગઈ તો પિયા મોરે,ઓર હાર ગઈ તો પી કે સંગ .


મોરે સાઈકી ઉન્ચી ક્યારી,મોસે ઉતરો ચડ્યો નાં જાય 
કોઈ કેહ દો મોરે સાઈકો મોરી બહિયા પકડ લે જાય.


ખુશરો નીજી મેં બલી બલી જાઉં,મોહે સુહાગણ કીન્હી,
તોસે નૈના મીલાઈકે....


છાપ તિલક સબ કીન્હી તો સે નૈના મીલાઈકે........


એક ખુબસુરત સુફી ગીત...રીચા શર્મા ના કઠે....
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

સુખ કે સબ સાથી-


સુખ કે સબ સાથી,દુઃખ મેં ના કોઈ,
મેરે રામ તેરા નામ એક સાચા દુજા ના કોઈ......

જીવન આની જાની છાયા,જુઠી માયા જુઠી કાયા
ફિર કાહેકો સારી ઉમરિયા પાપકી ગઠરી ઢોઈ .....

ના કુછ તેરા ના કુછ મેરા ,યે જગ જોગીવાલા ફેરા
રાજા હો ય રંક સભીકા ,અંત એક સા  હોઈ.....

બહાર કી તું માટી ફાકે,મન કે ભીતર કયું ના ઝોકે
ઉજલે તન પર માન કિયા પર મન કી મેલ ના ધોઈ...
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

હવે પ્રભુ અવતાર લો

for IPAD USER




આજ ખરુ અવતરવાનું ટાણું  હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયાઅને રાવણની સામે રામ
પણ આજે  તો કંસનો પાર નથી જગમાં ને રાવણ તો સો માં નવ્વાણું..-- હવે પ્રભુ અવતાર
કઈંકંને માર્યા તમે કઈંકને તાર્યા ને ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે અવતરતા લાગે કેમ વાર
શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા હવે પણ તાણે તારું શું પુરાણુ ----- હવે પ્રભુ અવતાર
આ ચન્દ્રમા તો હવે હાથવેંતમાં અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વીંધિને આવતા છે આગમ દોડ્યો આવે ને દોડ્યો જાય
બધુંયે જીતાય પણ એક  તું ના જીતાય તો ગીતાનો ગાનારો સાચો માંનુ - હવે પ્રભુ અવતાર
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

હમરી અટરિયા પે


ધનાશ્રી પંડિત
क्या मजा बार बार मिलता है 
अजी तुमको हमसे रूठ जाने में 

रूठने में लगे दो घडिया 
उम्र लग जाती है मनानेमे .........

हमरी अटरिया पे आ जरे सावरिया 
देखादेखी बालम (तनिक)  हुई जावे......

नैन मिल गई है नजर में जई हो 
सारा ज़ग्डा ख़तम हुई जावे......

प्रेम की भिक्षा मागे भिखारन 
हमरे द्वारे आओ सजन ....

.नैन मिल गई है नजर में जई हो 
सारा ज़ग्डा ख़तम हुई जावे.....

तसवुर (स्वप्न??)में चले आते हो...
कुछ बाते भी होती है ....
शबे फुर्सत भी होती है ....मुलाकाते भी होती है.....

आओ बालम हमरे द्वारे ....
सारा ज़गडा ख़तम हुई जावे.......

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

મૈ તો કબસે તેરી સરણ મેં હું




મારું ખુબજ ગમતું ભજન....
સુંદર શબ્દો...સુંદર સંગીત...અનિલ
--------
મૈ તો કબસે તેરી સરણ મેં હું ,મેરી ઓર ભી  તો તું ધ્યાન દે.
મેરે મન મેં કયું અંધકાર હૈ ,મેરે ઈશ્વર મુજ જ્ઞાન દે .

તેરી આરતી કા દિયા બનું યે હી હય મેરી મનોકામના ,
મેરી શાન તેરા હી નામ લે,કરે મન તેરી હી ઉપાસના.
ગુણગાન તેરા હી મૈ કરું,મુજે યે લગન ભગવાન દે.

કોઈ સુખકી ભોર (સવાર) ખીલે તો ક્યા ,કોઈ દુઃખી રૈન (રાત) મિલે તો ક્યા?
પતઝડ મેં ભી જો ખીલા કરે ,મૈ વો ફુલ બનકે રહું સદા,
જો લુટે ના ફીકી પડે કભી,મુજે વો મધુર મુશ્કાન દે. 
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Mar 1, 2012

ભજન-હે જગ જનની



ખુબ સુંદર શબ્દો ......


હે જગ જનની ,હે જગદંબા ,માત ભવાની શરણે લેજે,
આદ્ય શક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં લેજે.......

હોય ભલે દુખ મેરુ સરીખું,રંજ એનો ના થાવા દેજે,
રજ સરીખું દુખ જોઈ બીજાનું મને,રોવને બે આંસુ દેજે....હે....

આતમ કોઈનો આનંદ પામે તો,ભલે સંતાપી લે મુજ આતમ ને,
આનદ એનો અખંડિત રહેજો,કંટક દે મને,પુષ્પો એને....હે.....

ધૂપ બનું સુગંધ તું લેજે,રાખ બની ઉડી જાવા દેજે,
બળું ભલે બાળું નહી કોઈને,જીવન મારું સુગંધિત કરજે....હે.....

કોઈના તીરનું નિસાન બનીને,દિલ મારું વિન્ધાવા દેજે,
ઘા સહી લઉં ,ઘા કરું નહી કોઈને,ઘાયલ થઇ પડી રહેવા દેજે...હે....

અમૃત મળે કે ના મળે ના મુજને ,આશિષ તું અમૃતમય દેજે,
ઝેર જીવન ના હું પી જાણું,પચાવવાની તું શક્તિ દેજે....હે......

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Feb 1, 2012

ગાંડા ની વણઝાર-ભજન


ગાયક-શ્રી નારાયણ સ્વામી

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
એનો ગણતા ના આવે પાર
શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જી
નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહિ ઘર બાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી
ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને, પ્રભુ ઉતાર્યા પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી
બંસી નાદે ચાલી નીકળી, સુતા મેલી ભરથાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી
પાંચ પાંડવ એવા ગાંડા, જેણે છોડ્યા નહિ કિરતાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદ કુમાર.. જી
છબિલાને એ છોતરા આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
બોડાણા નાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી
દ્વારિકા નો ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી
મોરાંદે તો ગાંડા થઈ ને, ગાંડો કીધો સંસાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી
સખુ મીરાં કર મા ગાંડી, જેણે છોડ્યા જગ થી તાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી
પંઢર પૂર માં, ગોરો ગાંડો, ઈતો ઘડા નો ઘડનાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી
જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
જુનાગઢ નો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી
બાવન કામ, કર્યા પ્રભુ એ, એના છતાં આવ્યો નહિ અંહકાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી
ભક્ત કુળનો નાશ નથી, એ બોલ્યા જગત આધાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી
ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ, ને ગાંડા સાંભળ નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ઋણ સ્વીકાર-આભાર- દાદીમાની પોટલી
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Jan 1, 2012

પ્રભુજી પોતે એમાં પુરાણો-નારાયણ સ્વામી



પ્રભુજી પોતે એમાં પુરાણો
અજબ કાયાનો ઘડનારો
એ પોતે એમાં પુરાણો 

માયાપતિ માયાને વશ થઈ
માનવ બનીને મુંઝવાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો

પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે
એકલો બહુ અકળાણો
એતોહમ બહુ સ્વામી કહીને
લખ ચોરાસીમાં સમાણો
પોતે એમાં પુરાણો

કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં
સાંધો ક્યાં યે ના દેખાણો
અખંડમાંથી ખંડ ઉપજ્યુ
થયો ન ઓછો દાણો
પોતે એમાં પુરાણો

પૃથવી અને મહી ઓષધી
એ સૌને દેવાવાળો
હજાર હાથે દીએ છતાંયે
પોતે ક્યાંયે ના દેખાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો

પોતે ભગવન પોતે પુજારી
પોતે દરશનવાળો
રિધ્ધી સિદ્ધી દીયે સંતોને
સ્વામી થઈને સૂંઢાળો
પોતે એમાં પુરાણો

દૃષ્યમાન છે જે કઈ જગમાં
સીયારામ મય જાણો તમે
ગુરૂકૃપા આનંદ છે ત્યાં
અર્જુન માયામાં અટવાણો
પોતે એમાં પુરાણો

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા