Feb 28, 2015

કર ગુજરાન ગરીબી મેં -કબીર ભજન-નારાયણ સ્વામી



તું તું કરતા તું ભયા,મુજ મેં રહી ના હું.
વારી જાઉં તુજ નામ પે,જિત દેખું તીત તું.

માટે કર ગુજરાન ગરીબી મેં,મગરૂરી કિસ પર કરતા હૈ.
નાશવંત વસ્તુ હૈ જગ મેં,ફિર મમતા ક્યોં તું કરતા હૈ.
                                                 કર ગુજરાન ગરીબી મેં......................

માટી ચુન કર મહલ બનાયા,ગવાર કહે ઘર મેરા હૈ.
ના ઘર તેરા ના ઘર મેરા,ચીડીયા  રેન બસેરા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

ઇસ દુનિયા મેં કોઈ નહિ અપના, ક્યા અપના અપના કરતા હૈ.
કાચી માટી કા ઘાટ ઘડુલા, ઘડી પલક મેં ઢલતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

ઇસ દુનિયા મેં નાટક , ત્રેટક, દેખ ભટકતા ફિરતા હૈ.
કહત કબીર સુન લે મુરખ, હરી કો ક્યોં ન સુમરતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં..........................

નાશવંત વસ્તુ હૈ જગ મેં, ફિર મમતા ક્યોં તું કરતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

He ri sakhi Mangal Gao ji-Nice Bhajan

બાજે રે મુરલિયા-ભજન-લતા અને ભીમસેન જોષી


વિમુખ શિખરસે ધારા ધાએ, રાધા હરિ સન્મુખ આયે,
બાંસરીયા હરિ સાવરિયા કી,રાધા ગોરી સુનવા રે.....

બાજે રે મુરલિયા બાજે,
અધર ધરે મોહન મુરલી પર,હોંઠ પે માયા બિરાજે....

હરે હરે બાંસ કી બની મુરલિયા,મરમ મરમ કો છુએ અંગુરીયા,
ચંચલ,ચતુર અંગુરીયા જિસ પર,કનક મુન્દરીયા સાજે..........બાજે રે....

પીલી મુન્દરી અંગુરી શ્યામ,મુન્દરી પર રાધા કા નામ,
આખર દેખે,સુને મધુર સ્વર,રાધા ગોરી લાજે.............બાજે રે.....

ભૂલ ગઈ રાધા ભરી ગગરિયા,ભૂલ ગયે ગોધન કો સાવરિયા,
જાને ના જાને યે દો જાને,જાને અગ જગ લાજે,........બાજે રે......
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

પ્રભુકા નામ ભજો મન મેરે-સ્વર -મુકેશ


પ્રભુકા નામ ભજો મન મેરે,દુર કરે વોહી સંકટ તેરે,
હરે રામ હરે રામ રામ રામ હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે...

જીવન રૈનબસેરા હૈ,ક્યા તેરા ક્યા મેરા હૈ,
કયું નૈનો મેં નીર ધરે, દુર કરે વોહી સંકટ તેરે...હરે...

પીંજડા જબ ખુલ જાતા હૈ,પંછી કબ રુક પાતા હૈ,
કયું ઇસકા અફસોસ કરે...દુર કરે વોહી સંકટ તેરે...હરે....

મન તડપત હરી દર્શન કો-સ્વર-મહમદ રફી


હરિ  ॐ          હરિ  ॐ           હરિ  ॐ

મન તરપત હરી દર્શન કો,આજ 
મન તરપત હરી દર્શન કો.............આજ..

મોરે તુમ બિન બિગરે સકરે સાજ,
બિનતી કરત હું રખીયો લાજ.....................આજ ..

તુમરે દ્વાર કા મેં હું જોગી,
હમરી ઓર નજર કબ હોગી.
સુનો મેરે વ્યાકુલ મન.............................આજ..

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં,
દીજો દાન હરી ગુન ગાઉ.
સબ ગુની જન પે રા..રાજ.......................આજ...

મુરલી મનોહર આશ ન તોડો,
દુઃખ ભંજન મેરા સાથ ન છોડો.
મોહે દર્શન ભિક્ષા દે દો આજ .........

મુરલી મનોહર મોહન ગિરધર ...હરિ  ॐ.  

જ્યોત સે જ્યોત જગાતે ચલો-સ્વર-મુકેશ



જ્યોત સે જ્યોત જગાતે ચલો,પ્રેમ કી ગંગા બહાતે ચલો.
રાહ મેં આયે જો દિન દુઃખી સબકો ગલે સે લગાતે ચલો............પ્રેમ કી ગંગા....... 

જિસ કા ન કોઈ સંગી સાથી, ઈશ્વર હૈ રખવાલા.
જો નિર્ધન હૈ,જો નિર્બલ હૈ, વો હૈ પ્રભુ કા પ્યારા.
પ્યાર કે મોતી લુટાતે ચલો, પ્યાર કે મોતી લુંટાતે ચલો...........પ્રેમ કી ગંગા......

આશા તૂટી ,મમતા રૂઠી, છૂટ ગયા હૈ કિનારા.
બંધ કરો મત દ્વાર દયા કા,દે દો મુજ કો સહારા.
દીપ દયા કા જલાતે ચલો,દીપ દયા કા જલાતે ચલો...............પ્રેમ કી ગંગા..........

છાયા હૈ ચારો ઓર અંધેરા,ભટક ગયી હૈ દિશાએઁ.
માનવ બન ગયા હૈ દાનવ, કિસસે વ્યથા સુનાયેં.
ધરતી કો સ્વર્ગ બનાતે ચલો,ધરતી કો સ્વર્ગ બનાતે ચલો...........પ્રેમ કી ગંગા..........

જ્યોત સે જ્યોત જગાતે ચલો,પ્રેમ કી ગંગા બહાતે ચલો................પ્રેમ કી ગંગા.........

મારા રામ તમે સીતાજી ની તોલે ના આવો-સ્વર અસિત દેસાઈ




દયાના સાગર થઇ ને ,કૃપા રે નિધાન થઇ ને
છો ને ભગવાન કહેવરાઓ પણ 
મારા રામ તમે સીતાજી ને તોલે ના આવો......

સોળે સણગાર સજી મંદિર ને દ્વારે તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ --પણ રામ તમે...

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો રે પડછાયો થઇ જેને વગડો રે વેઠ્યો
એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ પત્ની ને  પારખતા ના આવડી
છો ને ઘટ ઘટ ના જ્ઞાતા થઇ ફૂલાઓ---પણ રામ તમે

તમથી એ પહેલા અશોકવન માં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચ માં નિરાધાર ધારી તોયે 
દસ માથા વાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લુંટ્યો લ્હાવો...પણ રામ તમે ...... 

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

તું ને રાત ગવાઈ સોઈ કે-સ્વર-મુકેશ



તુને રાત ગવાઈ સોઈકે,દિવસ ગવાયા ખાઈકે.
તેરા જીવન અમોલ થા, કોડી બદલે જાય-------તુને

સુમિરન લગન લગાઈકે,મુખ સે કછુ નાં બોલ,
બહારકે પટ બંધ કરકે, ભીતરકે પટ ખોલ,
માલા ફેરત જગ હુઆ,ગયા ના મનકા મેલ,
આશકા મનકા છોડ દે,મન કા મનકા ફેર.---તુને

દુઃખમેં સુમિરન સબ કરે,સુખમે કરે ના કોઈ,
જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહેકો હોય,
સુખ મેં સુમિરન નાં કિયા,દુઃખ મેં કરતા યાદ,
કહે કબીર ઉસ દાસકી કૌન સુને ફરિયાદ--તુને.

પંછીડા ને આ પીંજરું-મુકેશ ના સ્વરે


પંછીડાને આ પીંજરું જુનું જુનું લાગે, 
બહુયે સમજાવ્યું તોયે પંછી નવું પીંજરું માંગે.

ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણ નો,
અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણ નો.
અણદીઠે દેશ જાવા લગન એને લાગી----બહુયે

સોને મઢેલ બાજથીયો ને સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વીંઝણો મોતીનો મોંઘુ પણ મોલો,
પાગલ ના બનીએ ભેરુ,કોઈના રંગરાગે---બહુયે

ઐસી લાગી લગન -સુંદર શબ્દો-અનુપ્ જલોટા ના સ્વરે


હૈ આંખ વો જો શ્યામ કા દર્શન કિયા કરે, હૈ શિશ વો જો પ્રભુ ચરણ મે વંદન કિયા કરે,
બેકાર વો મુખ હૈ જો રહે વ્યર્થ બાતોમે,મુખ વો હૈ જો હરિનામ કા સુમિરન કિયા કરે.

હીરે મોતી સે નહિ શોભા હૈ હાથ કી,હૈ હાથ વો જો ભગવાન કા પૂજન કિયા કરે,
મર કર ભી અમર નામ હૈ ઉસ જીવકા જગમેં,પ્રભુ પ્રેમ મે બલિદાન જો જીવન કિયા કરે.

ઐસી લાગી લગન,મીરાં હો ગઈ મગન,વો તો ગલી ગલી હરિ ગુન ગાને લાગી,
મહેલો મેં પલી,બનકે જોગન ચલી,મીરાં રાની  દિવાની કહાને લગી.

રાણાને વિષ દિયા માનો અમૃત પિયા,મીરાં સાગરમે સરિતા સમાને લગી,
દુઃખ લાખો સહે મુખસે ગોવિંદ કહે,મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી.---વો તો-

કોઈ રોકે નહિ,કોઈ ટોકે નહિ,મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી,
બૈઠી સંતો કે સંગ,રંગી મોહન કે રંગ,મીરાં પ્રેમી પ્રીતમ કો મનને લગી--વો તો.
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

રંગ દે ચુનરિયા-મીરા ભજન-અનુપ જલોટા ના સ્વરે


રંગ દે ચુનરિયા-ઓ શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા 

ઐસી રંગ દે કે રંગ નાહિ છૂટે,ધોબીયા ધોએ ચાહે સારી ઉમરિયા.-શ્યામ

લાલ ના રંગાઉં મૈ હરી ના રંગાઉં મૈ,અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા.

બીના રંગાએ મૈ તો ઘર નહિ જાઉંગી,બીત હી જાએ ચાહે સારી ઉમરિયા.
--------------------------

જલસે પતલા કૌન હૈ કૌન ભૂમિ સે ભારી,
કૌન અગન સે તેજ હૈ કૌન કાજલ સે કારી.

જલસે પતલા જ્ઞાન હૈ,ઔર પાપ ભૂમિસે ભારી.
ક્રોધ અગન સે તેજ હૈ,ઔર કલંક કાજલ સે કારી.

ચદરીયા ઝીનીરે ઝીની-સુંદર કબીર ભજન-અનુપ જલોટા ના સ્વરે.


ચદરીયા ઝીની રે ઝીની,કે રામ નામ રસ ભીની -ચદરીયા.

(શરીર રૂપી ચાદર નું નિર્માણ કેવી રીતે થાય છે ?)

અષ્ટ કમળ ક ચરખા બનાયા,પાંચ  તત્વ કી પુની,
નવ દશ માસ ભુનન કો લાગે,મૂરખ મેલી કીન્હી- ચદરીયા

જબ મેરી ચાદર બનકર આઈ,રંગરેજ કો દીન્હી (ગુરુ પાસે શિક્ષા લેવા )
ઐસા રંગ રંગા રંગરે ને કી લાલો-લાલ કર દીન્હી-ચદરીયા

ચાદર ઓઢ શંકા મત કરિયો,એ દો દિન તુમ્હે દીન્હી
મૂરખ લોક ભેદ નહિ જાણે,દિન દિન મેલી કીન્હી.---ચદરીયા

ધ્રુવ,પ્રહલાદ સુદામા ને ઓઢી,શુકદેવ ને નિર્મળ કીન્હી,
દાસ કબીર ને ઐસી ઓઢી કે જ્યું કી ત્યું ધર દીન્હી-ચદરીયા.

Ashtavakra(Maha)Gita-By Osho (Rajnish)-Hindi-Audio

This is the Part-1


This is the Part-2


This is the Part-3

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-94


આમ વિચારી ને તેણે બ્રાહ્મણો ને બોલાવ્યા અને અમર-પણા નો ઉપાય પૂછ્યો.
બ્રાહ્મણો એ કહ્યું કે-તપ-જપ-નિયમ થી સિદ્ધિઓ મળે,પણ અમરપણું કદી મળી શકે નહિ.

બ્રાહ્મણો નું આવું વચન સાંભળી ને પતિ-વિયોગ થી બીતી,એ લીલાએ ફરીવાર પોતાની  બુદ્ધિ થી જ
વિચાર કર્યો કે-જો દૈવ-યોગે પતિના પહેલા જ મારું મરણ થશે,તો ચિત્તમાં સર્વ દુઃખો થી રહિત થઈને પરલોકમાં શાંતિ થી રહી શકીશ પણ જો મારા પતિ મારાથી આગળ જશે તો હું દુઃખી થઈશ.
માટે મારે પતિનો જીવ ઘરમાંથી જતો રહે જ નહિ,એમ કરવું જોઈએ.
એમ કરવાથી મારા પતિ નો જીવ મારા આ અંતઃપુર ના "મંડપ" માં ફર્યા કરશે
અને હું સર્વદા પતિની દૃષ્ટિ તળે સુખ થી રહીશ.

આમ વિચારી જપ-તપ નિયમો આચરીને એણે સરસ્વતીદેવી ની ઉપાસના અને પૂજન કરવા માંડ્યું.
તે,દેવતાઓ,બ્રાહ્મણો,ગુરુઓ,પંડિતો-વગેરે ની પૂજા કરતી અને આમ ત્રણસો અહોરાત્ર  સુધી
અવિછિન્ન તપ કર્યું. ત્યારે બાહ્ય ઉપચારો અને માનસિક ઉપચારોથી પૂજા પામેલાં
નિર્મળ સરસ્વતીદેવી એ પ્રસન્ન થઈ ને તેને કહ્યું કે-

હે,પુત્રી,પતિભક્તિને લીધે અત્યંત શોભા પામેલા તારા આ અવિચ્છિન્ન તાપથી હું પ્રસન્ન થઇ છું,
માટે તારે જે વરદાન જોઈતું હોય તે માગી લે.
ત્યારે લીલા એ કહ્યું કે-હે,શુભા,હું માંગું તે પ્રમાણે મને બે વરદાન આપો.
એક તો મારા પતિ મરી જાય ત્યારે પણ તેમનો જીવ મારા પોતાના અંતઃપુર ના "મંડપ" માંથી
જતો રહે નહિ અને બીજું હું તમારી જયારે જયારે પ્રાર્થના કરું ત્યારે ત્યારે તમારે દર્શન આપવાં.

ત્યારે એ પ્રમાણે લીલાનાં વચનો સાંભળીને-જગદંબા સરસ્વતીદેવીએ "તને એ પ્રમાણે થશે"
એમ વર આપ્યો અને અંતર્ધાન થઇ ગયાં.
દેવીનો વર મળવાથી લીલા અત્યંત આનંદ પામી.
પછી કાળચક્ર જે પક્ષ-માસ-તથા ઋતુઓ-દિવસો અને વર્ષો વાળું છે તે ચાલ્યા કર્યું.
ત્યાં,કોઈક સંગ્રામ માં ઘવાયેલા તેના પતિ પદ્મરાજ ની ચેતના -સુકાયેલાં પાંદડાં ના રસની જેમ -
જોતજોતામાં જ લિંગ-શરીર માં અસ્ત પામી ગઈ.

આમ,અંતઃપુર ના "મંડપ" માં એ રાજા મરણ પામ્યો,એટલે જળ વગરની કમલિની ની જેમ -
લીલા પણ બહુ જ કરમાઈ ગઈ.પતિના મરણ થઈ વિહ્વળ થયેલી લીલા ઉપર,
ચૈતન્ય માં જ પ્રગટ થયેલાં દયાળુ સરસ્વતીદેવીએ દયા કરી અને લીલા ને
આશ્વાસન આપીને આગળ પ્રમાણે કહ્યું.

(૧૭) નવીન અને પ્રાચીન સૃષ્ટિ -એ -મનોવિલાસ માત્ર છે.

સરસ્વતીદેવી કહે છે કે-હે પુત્રી,આ શબ-રૂપ થયેલા તારા પતિને તું પુષ્પો માં ઢાંકીને મૂક.
પછી તું તારા પતિને પ્રાપ્ત થઈશ.પુષ્પો કરમાશે નહિ અને આમ શરીર પણ બગડશે નહિ.
થોડા સમય પછી તારો પતિ જીવતો થશે.

આકાશની પેઠે નિર્મળતાવાળો એનો જીવ આ તારા અંતઃપુર ના "મંડપ" માંથી તુરત નીકળી જશે નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 27, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-93


(૧૫) મંડપ-આખ્યાન-પદ્મરાજા અને તેની સ્ત્રી લીલા નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે-આ જગત ચૈતન્ય-રૂપ જ છે,કારણકે જેમ નિર્મળ મોતી આકાશમાં પ્રતીત થાય છે,
તેમ ચૈતન્યમાં પ્રતીત થાય છે.આ વિષે હું હવે જે દૃષ્ટાંતો કહું છું તે તમે સાંભળો.

જેમ,સ્તંભ માં વગર કોતરેલી પૂતળી પ્રતીત થાય છે-તેમ ચૈતન્યમાં ઉત્પન્ન થયા વિનાનું બ્રહ્માંડ  
પ્રતીત થાય છે. ચૈતન્ય-રૂપ સ્તંભમાં પ્રતીત થતી આ બ્રહ્માંડ-રૂપ પૂતળી કોતરાયેલી જ નથી-
કારણ કે કોઈ તેનો કોતરનાર  જ નથી.

જેમ,સમુદ્રની અંદર રહેલું પાણી,એ પોતાના પાણી-રૂપ સ્વભાવથી ભ્રષ્ટ થયા વિના જ તરંગો-રૂપે
પ્રતીત થાય છે-તેમ,જગત પણ બ્રહ્મ ના સ્વભાવ થી ભ્રષ્ટ થયા વિના જ દ્રશ્ય-રૂપે પ્રતીત થાય છે.
જેમ,નિર્જળ દેશની નદીમાં પાણી હોવાનો સંભવ નથી-તેમ,ચિદાકાશ-રૂપ આ જગતમાં
ભિન્ન આકારનો કદી પણ સંભવ નથી.અ જગત ભિન્ન આકાર થી રહિત છે અને સંકલ્પના નગર જેવું છે.
જેમ નિર્જળ દેશમાં નદી ભ્રાંતિથી દેખાય છે તેમ,દૃશ્યતા-ભ્રાંતિ-રૂપે પ્રતીત થાય છે.

અવિચાર જ જગતને ભિન્ન દેખાડનાર છે,તેને છોડી દેવામાં આવે તો,
જગત-શબ્દ-ના અર્થ અને  બ્રહ્મ-શબ્દ-ના અર્થ માં કોઈ ભિન્નતા છે જ નહિ.
જેમ વાદળાં ની પાસે "સંકલ્પ નું વાદળું" એ સૂક્ષ્મ છે-તેમ ચૈતન્ય ની પાસે જગત સૂક્ષ્મ છે.
આ બ્રહ્મ અને જગત ના વિષયમાં શ્રવણ ના ભૂષણ-રૂપ એવું મંડપ નું આખ્યાન હું કહું છું તે તમે સાંભળો,
એ સાંભળવાથી આ વિષય નિઃસંદેહ રીતે તમારા મનમાં ઠસી જશે.

શ્રીરામ કહે છે કે-હે,બ્રહ્મન,સદબોધ ની વૃદ્ધિને માટે કેટલીએક સંબંધ-વાળી છતાં અનુપયોગી,
એવી વાતોનો સંક્ષેપ કરીને તમે તુરત મને મંડપ નું આખ્યાન કહો.

વશિષ્ઠ કહે છે કે-પૃથ્વી પર એક વખત વિવેક અને મર્યાદાશીલ "પદ્મ" નામે રાજા હતો,અને
તે રાજાને રૂપવતી અને વિલાસપ્રિય "લીલા" નામની રાણી હતી.
પૃથ્વીના કામદેવ સરીખા એ પદ્મરાજા ની લાંબા કાળ સુધી સેવા કરવા સારું જાણે
બીજી રતિ જન્મી હોય,તેવી તે લીલા-રાણી જણાતી હતી.
એ લીલા જયારે પદ્મરાજા ઉદ્વેગ પામે તો ઉદ્વેગ પામતી ,આનંદ પામે તો આનંદ પામતી, અને
રાજા જો આકુળ થતો તો આકુળ થતી.અને આથી તે પદ્મરાજા ના પ્રતિબિંબ સમી હતી.

(૧૬) લીલારાણી  ની તપશ્ચર્યા અને સરસ્વતી નું પ્રસન્ન થવું.

વશિષ્ઠ કહે છે કે-એ પદ્મરાજા ને લીલા વિના બીજી કોઈ રાણી ન હતી.એ પદ્મરાજાએ-ભૂતલ પરની
અપ્સરા સમાન પોતાની સ્ત્રી સાથે સ્વભાવિક પ્રેમરસ થી રમણ કર્યું.
અનેક વર્ષો અને અનેક જગ્યા એ બંને એ ક્રીડા કરી.

એક સમયે લીલારાણી વિચારવા લાગી કે-યૌવન ના ઉલ્લાસથી ભરેલા અને ભરીભરી લક્ષ્મીવાળા
આ મારા પ્રાણાધિક પ્રિયતમ પદ્મરાજ શી રીતે અજર-અમર થાય?
કેવી રીતે હું મારા એ ભર્તા સાથે સો સો યુગના ચિરકાળ સુધી યચેચ્છ રમણ કરી શકું?
મારે પ્રથમ તો જ્ઞાનવૃદ્ધ,તપોવૃદ્ધ એવા બ્રાહ્મણો ને પૂછવું જોઈએ કે -
કેવા કોઈ જપ-તપ-યમ-નિયમથી મારા પતિ નું મરણ ના થાય.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE