દશરથરાજાને ત્રણ રાણીઓ હતી-કૌશલ્યા,સુમિત્રા અને કૈકેયી. છતાં કોઈ સંતતિ નહોતી.
દશરથ રાજા વસિષ્ઠ પાસે ગયા. વસિષ્ઠે કહ્યું-તમે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો.તમારે ત્યાં ચાર પુત્રો થશે.
રાજાએ યજ્ઞ કર્યો,અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડ માંથી બહાર આવ્યા છે,અને કહ્યું-
આ પ્રસાદ તમારી રાણીઓ ને ખવડાવજો આપને ત્યાં દિવ્ય બાળકો થશે.