કોઈ પણ સત્કર્મની શરૂઆત –મંગલાચરણથી કરવામાં આવે છે.સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નો)ની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે.
કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.