Oct 2, 2019

ભાગવત રહસ્ય-૮૧

કથાના ,ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.પણ શુકદેવજીને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.રાજર્ષિ પરીક્ષિતને પ્રથમ ત્રણ અધ્યાયમાં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ=જ્ઞાન લીલા) (એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવતનો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજાનું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)

Oct 1, 2019

ભાગવત રહસ્ય-૮૦

વૈષ્ણવો -પ્રેમથી અદ્વૈત માન્યું છે. શંકરાચાર્ય મહારાજે-જ્ઞાનથી અદ્વૈત માન્યું છે.
વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈતનો નાશ કરી-અદ્વૈતને પ્રાપ્ત કરે છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયાને-ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.’સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીરનો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.)

Sep 30, 2019

ભાગવત રહસ્ય-૭૯

એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને કહેલું કે-જયારે શેષનાગ આવી તારા માથા પર છત્ર ધરે-ત્યારે માનજે કે તું પૂર્ણ થયો છું. અને એવું જ બન્યું.
મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાનમાં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા જાય છે, પરંતુ મહારાજના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજના માથા પર છત્ર ધરે છે. મહારાજને સર્વમાં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે.