Nov 22, 2019

ભાગવત રહસ્ય-૧૧૭

સનાતન ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી.તેમાં રહેલા –ભાવ-ને મહત્વ આપેલું છે.
સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી,પાપ થાય છે. શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.તેથી- 'સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે'-મંત્ર બોલીને દરેક સત્કાર્ય ની શરૂઆત થાય છે.આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન નથી,કોઈએ મારું બગાડ્યું નથી.કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે. સર્વમાં સદભાવ રાખો,સર્વને સદભાવથી નિહાળો.

Nov 21, 2019

ભાગવત રહસ્ય-૧૧૬

Photo-By-Anil Shukla
મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દૃષ્ટાંત વિચારવા જેવું છે.
એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે. 

Nov 20, 2019

ભાગવત રહસ્ય-૧૧૫-સ્કંધ-૪

સ્કંધ-૪(ચોથો)-૧ (વિસર્ગ લીલા)
પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય સ્કંધ એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.