Dec 14, 2019

ભાગવત રહસ્ય-૧૩૯


ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ.
જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક ત્યાગ કર્યો.બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ કરીએ)તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજીએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યા,ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું,હરણ ઉપર સ્નેહ (મોહ) થયો.
હરણબાળ પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો.
ભરતજીના મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના(સંકલ્પ) પુનર્જન્મનું કારણ બની.

Dec 13, 2019

ભાગવત રહસ્ય-૧૩૮

નારિયેર માં કાચલી અને કોપરું જુદાં છે.છતાં જ્યાં સુધી –નારિયેરમાં પાણી છે-ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે –અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે-ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે.જેનો વિષયરસ તપ,ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીર થી છુટો પાડી શકે.

Dec 12, 2019

ભાગવત રહસ્ય-૧૩૭

Photo by -Anil Shukla 
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ? 
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)