Dec 18, 2019

ભાગવત રહસ્ય-૧૪૩

કારીગીરી -અનંત ની-Photo-by Anil
જડભરતજી માને છે-કે મારે પ્રારબ્ધ પૂરું કરવું છે.શરીર જ્યાં લઇ જાય ત્યાં જવું છે. ફરતાં ફરતાં –ગંડકી નદીનો કિનારો છોડી 
ઇક્ષુમતિ નદીના કિનારે આવ્યા છે.તે સમયે સિંધુ દેશનો રાજા રહૂગણ –પાલખીમાં બેસી કપિલમુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો.ચાર ભોઈઓએ પાલખી ઊંચકી છે.જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો છે. તેવામાં ચારમાંથી એક નાસી ગયો. 
રાજાએ કહ્યું-જે કોઈ મળે તેણે પકડી લાવો.

Dec 17, 2019

ભાગવત રહસ્ય-૧૪૨

હરણ શરીરમાં ભરતજી અતિ સાવધ છે. જેટલા દિવસ હરણબાળ જોડે પ્રેમ કર્યો હતો-તેટલાં દિવસ –તેમને હરણ શરીરમાં રહેવું પડ્યું. પ્રારબ્ધકર્મ પૂરું થયું. બીજું નવું કોઈ પ્રારબ્ધકર્મ બનાવ્યું નથી.એટલે એક દિવસ-હરયે નમઃ-કરતાં કરતાં પ્રાણ છોડ્યા.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો જન્મ થયો છે. ભરતજી નો આ છેલ્લો જન્મ છે.તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે-'હરણમાં મન ફસાયું અને પશુજન્મ મળ્યો-તે યાદ છે. હરણના સંગથી હરણ બન્યો, હવે માનવના સંગથી માનવ થઈશ, મારે હવે કોઈનો સંગ કરવો નથી, મારે હવે પરમાત્માના શરણમાં જવું છે.'

Dec 16, 2019

ભાગવત રહસ્ય-૧૪૧

એક વખતે સવારના પહોરમાં ભરતજી કેડપૂર પાણીમાં ઉભા રહી સૂર્યને અંજલિ આપી રહ્યા હતા.તે સમયે એક ગર્ભવતી હરણી જલપાન કરવા આવી. તેવામાં એક સિંહે ગર્જના કરી. હરણી સિંહની બીકથી ગભરાણી.સામે કિનારે જવા તેને જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ નજીક હતો,એટલે પેટમાંથી હરણ બાળ બહાર આવ્યો. અને નદીના જળ માં પડ્યો. હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી.