Jul 21, 2021

Gujarati-Ramayan-Rahasya-20-ગુજરાતી-રામાયણ-રહસ્ય-20

કથા શ્રવણથી જેમ,પરીક્ષિતના મૃત્યુનો ભય ટળી ગયો હતો,તેમ રામ-કથા સાંભળવાથી પણ મૃત્યુનો ભય ટળે છે.ભગવાને ગીતાજીમાં દૈવી ગુણોની વ્યાખ્યા આપી છે,તેમાં સહુથી પહેલું સ્થાન અભયને આપ્યું છે.જેણે અભય સિદ્ધ કર્યો તે બચી ગયો,તે અમર થઇ ગયો.

વેદાંતાધિકાર સર્વને નથી.સાધન ચતુષ્ટ્ય ,નિત્યા-નિત્ય વિવેક,ષડસંપત્તિ.વૈરાગ્ય વિના વેદાંત પર અધિકાર નથી.પણ કથાનો અધિકાર સર્વેને છે.જે ભગવદ કથાનો આશ્રય લે છે તેને ઈશ્વર પોતાની ગોદમાં બેસાડે છે.અને નિર્ભય અને નિસંદેહ બનાવે છે.ધ્રુવજીની પેઠે મૃત્યુના માથા પર પગ મૂકીને તે નિર્ભય થઈને પ્રભુના ધામ માં જઈ શકે છે.

Jul 20, 2021

Gujarati-Ramayan-Rahasya-19-ગુજરાતી-રામાયણ-રહસ્ય-19

શિવજી કહે છે -જેના હૃદયનું દર્પણ મેલું છે,જેના પર વાસનાના પડળ જામી ગયા છે,
તે રામના સ્વરૂપને જોઈ શકતો નથી.તે અંધ,મૂર્ખ અને અભાગી છે.જે માયાને વશ થઇ જન્મ-મરણના ફેરામાં ભટક્યા કરે છે,એ રામના સગુણ-નિર્ગુણ સ્વરૂપને કેવી રીતે સમજી શકવાનો છે? પણ જે વિચારશીલ છે,જેના ચિત્તમાં ભ્રમ રૂપી અંધકાર નથી,જેણે મોહ રૂપી મદિરાનું પાન કરેલું નથી,જેના મન-દર્પણ પર વાસનાનો મેલ ચડ્યો નથી તે જ સમજી શકશે કે નિર્ગુણ અને સગુણમાં કંઈ ભેદ નથી.ઋષિ-મુનિઓ કહે છે અને વેદ-પુરાણો સાક્ષી પૂરે છે,કે જે નિર્ગુણ નિરાકાર છે,અવ્યક્ત છે,અનાદિ છે,તે જ ભક્તોના પ્રેમને વશ થઇ સગુણ થાય છે.