અધ્યાય-૨૧-શાલવે રચેલી માયા
II वासुदेव उवाच II एवं स पुरुषव्याघ्रः शाल्वराजो महारिपु: I युध्दयानो मया संख्ये वियदम्यगमत्पुनः II १ II
વાસુદેવ બોલ્યા-આ રીતે પુરુષોમાં સિંહ જેવો તે મહાન શત્રુ શાલ્વરાજ,મારી સાથે રણમાં યુદ્ધ કરતાં કરતાં,
આકાશમાં ચાલ્યો ગયો.પછી,જયના અભિલાષી એવા તે મંદબુદ્ધિ શાલ્વરાજે,મારા પર રોષપૂર્વક ગદાઓ,
ત્રિશૂળો,મૂસળો અને તલવારો ફેંક્યા,કે જેના મેં મારા તીવ્ર ગતિવાળા બાણોથી આકાશમાં જ ટુકડા કરી નાખ્યા,
ને જેથી આકાશમાં શોર મચી ગયો.ત્યારબાદ તેણે દારુક,ઘોડાઓ ને રથ પર,લખો બાણો ફેંક્યાં,કે જેથી દારુક ગભરાઈ ગયો ને તે બોલ્યો કે-શાલ્વનાં બાણોથી હું વીંધાઈ રહ્યો છું,ને તેની સામે ઉભા રહેવાની મારી શક્તિ નથી.
મારાં અંગો ભાગી રહ્યાં છે,આમ છતાં,મારે ઉભા રહેવું જ જોઈએ તેથી હું ઉભો રહ્યો છું.(5)