Apr 30, 2012

શ્રીધર સ્વામી નું ચરિત્ર




સંશોધકો ના નિર્ણય મુજબ -શ્રીધર સ્વામી બોપદેવ –ઈ.સ.૧૦૦૦ થી ૧૧૦૦ સુધીમાં થઇ ગયેલા છે.
તેમનો જન્મ દક્ષિણ હિન્દુસ્તાન માં થયો હતો એમ કહેવાય છે. તેઓ એક ઉત્તમ પંડિત હતા.
તેમની વિદ્વતા જોઈ રાજાએ તેમણે આશ્રય આપ્યો હતો. એટલે સંસાર ના જીવન નિર્વાહ  ની ચિંતા નહોતી.
પણ તેમના ચિત્ત ને શાંતિ નહોતી. તેમનું મન ઈશ્વર તરફ લાગેલું હતું. તેમના મન માં ઈશ્વર પ્રાપ્તિ માટે
તીવ્ર ઈચ્છા પેદા થઇ હતી.

તેઓ પરણેલા હતા અને એક પુત્ર પણ હતો. પત્ની પ્રેમાળ અને પતિ પરાયણા હતી.
સંસાર ના ઐહિક સુખો પ્રત્યે ઉદાસી અને ઈશ્વર પ્રાપ્તિ ની આકાંક્ષા અને વૃત્તિ હોવા છતાં –
પત્ની અને બાળક ના ભરણપોષણ ની ચિંતા થી સન્યાસ લેવા માટે તેમનું મન રોકાતું હતું.

આ સમયે તેઓ ગીતાના ૧૩ માં અધ્યાય માં દર્શાવ્યા મુજબ-સંસારના દુઃખ અને દોષોનું નિરીક્ષણ
કરવાની ટેવ તેમણે પાડી હતી.
દૈવ યોગે તેમની પત્ની નું અકસ્માત મૃત્યુ થયેલું. ને નાના બાળકની જવાબદારી તેમના માથે આવી.
બાળ ઉછેર ની કઠિન જવાબદારી વચ્ચે તેઓ ગીતા,ભાગવત અને વિષ્ણુપુરાણ ના અધ્યયન માં નિમગ્ન રહેતા.

ઈશ્વર પ્રાપ્તિ ની અહર્નિશ આકાંક્ષા ને લીધે –સંસાર અને ગૃહસ્થાશ્રમ માં મન ચોંટતું નહોતું. અને સાથે-સાથે
“ઘર છોડીને ચાલ્યો જઈશ બાળક નું શું થશે ?રાજ્યાશ્રય છોડી દઈશ નો નિર્વાહ કેમ  થશે.? “
આવા વિચારો પણ આવતા રહેતા હતા. અને તેથી સંસાર ત્યાગ ના વિચારો માં થી પાછા હટતા હતા.

એક વખતે નદી કિનારે ગીતા નો પાઠ કરતાં -નવમાં અધ્યાયના બાવીસ માં શ્લોક-વાંચતા તે અટકયા.
“ મારા જે ભક્તો અનન્ય ભાવથી મારું ચિંતન કરી મને ઉપાસે છે,તેઓનો નિત્ય નો યોગ ક્ષેમ (જીવન નિર્વાહ),
હું જાતે વહન કરું છું.”

આ શ્લોક ના અર્થ વિષે વિચારતાં સ્વામીજી વિચારતાં હતા કે—શું હું અનન્ય ભક્ત નથી ?મને યોગક્ષેમ ની આટલી
ચિંતા શા માટે થાય છે ? ભગવાન તો કહે છે કે-મારા ભક્તોનો યોગક્ષેમ હું જાતે જ વહન કરું છું.
આ શ્લોક નું તાત્પર્ય તેમને સમજાતું નહોતું,કદાચ આ શ્લોક -ભક્તિ કરવા,પ્રેરવાને માટેજ લખાયેલો હશે!!કે કેમ ?
એવી શંકા તેમના મન માં થઇ.
આમ  મન નું કોઈ સમાધાન ના થતાં,પોથી બાંધી નદીએ થી ઘેર આવ્યા.

વળી પાછા એક દિવસ પોતાનો પુત્ર કોઈને સોંપી તથા તેના વિદ્યાભાસની અને રક્ષણની કંઈ ગોઠવણ કરી,વનમાં ચાલ્યા
જવાનો વિચાર કરતાં હતા અને ગીતાના ઉપલા શ્લોક નો વિચાર કરતાં મકાન ના ઓટલા પર બેઠા હતા, તેવામાં
એક કૌતુક તેમની નજરે પડ્યું. તેના નિરીક્ષણ માં તે મશગુલ થયા.

તેમનાથી થોડેક જ દૂર, છાપરા પરથી ગરોળીનું એક ઈંડું નીચે પડ્યું અને ફૂટી ગયું. તે ફૂટેલા ઇંડામાંથી થોડા
પ્રવાહી પદાર્થ માં એક નાનું સરખું ગરોળીનું બચ્ચું હાલતું,ચાલતું જણાયું. શ્રીધર સ્વામી ત્યાંથી ઉઠીને તેની
નજીક કુતુહુલ પૂર્ણ મનથી તે તરતના જન્મેલા બચ્ચાની હિલચાલ નિહાળવા માંડ્યા. બચ્ચું પોતાનું મોઢું એકસરખું
ઉઘાડ બંધ કર્યા કરતુ હતું,તે જોઈ સ્વામીએ એવું અનુમાન કર્યું અને તેમણે એવું લાગ્યું કે,-આ તરત વહેલા જન્મેલા
બચ્ચાને ઇંડામાંથી બહાર નીકળવાની શક્તિ હજુ આવી નથી –તો પછી એને ખાવાનું ક્યાંથી મળશે ? અને ખાવાનું
નહિ મળે તો પછી થોડીવારમાં ભૂખે થી મરી જશે.જો હું અન્ન ના દાન આપીશ તો તે કાચું ખાઈ પણ કેમ શકશે ?
હવે શ્રીકૃષ્ણ તેની શી વ્યવસ્થા કરે છે –તે તો જોઉં ?!!!

આવા વિચારો કરતાં તે –એકાગ્ર દ્રષ્ટિ થી –એ તરત જન્મેલા જીવ તરફ જોતા બેઠા હતા. એટલામાં  એક ચમત્કાર
થયો.એક માખી ગણગણતી તે ઈંડાના પાતળા પ્રવાહી તરફ આવી અને તે રસ પીવા બેઠી,પણ રસ માં તેની પાંખો ચોંટી
ગઈ એટલે તડફડવા છતાં તે ઉડી શકી નહિ. એટલે તે ગરોળીના બચ્ચા એ આપોઆપ ચાલી આવેલો કે જાણે ઈશ્વરે
મોકલેલો ભક્ષ્ય પદાર્થ (માખી) હડપ કર્યો,તેણે પોષણ મળ્યું,તે ટટ્ટાર થયું અને સુર્ય કિરણોમાં વધારે હાલવા-ચાલવા
લાગ્યું.અને ધીરે ધીરે ચાલતાં-ચાલતાં થાંભલાની કોર માં ભરાયું અને સાંજ પડતા છાપરાના ખૂણામાં લપાયું.

આ બનાવ જોઈ શ્રીધર સ્વામી ના હૃદય માં એકદમ પ્રકાશ થયો, અને ભગવાન ની ચિંતાને માટે –ધન્ય ધન્યતા ના
ઉદગારો નીકળી પડ્યા.
તે વિચારવા લાગ્યા કે-
પ્રભુને જીવાડવા હશે તો અન્ય શું કરી શકનાર છે ? આ ગરોળીનું બચ્ચું માબાપ વિનાનું હતું,પણ તેનું રક્ષણ કરવા માટે
કૃષ્ણ જો અચાનક મદદ મોકલે છે તો પછી –મારા પુત્ર નું શું થશે ?તેની સતત ચિંતા મારે રાખવી શું ડહાપણ ભરેલી છે ?
હું આટલો મોટો પંડિત કહેવાઉં,ઈશ્વરના જ્ઞાન સંબધી,આટલો મોટો ઘમંડ રાખું, પરંતુ નારાયણ ને ઓળખાતો જ નથી!!
એવી ખરેખર સ્થિતિ શું મારી નથી ??
પરમેશ્વરનો મહિમા હું ગાઉં છું,પણ તેના કર્તૃત્વ ની ઓળખાણ હૃદય –મન સાથે નહિ કરતાં –
મારા પોતાના કર્તૃત્વ ની કિંમત વધારે આંકુ છું, એથી શું પરમેશ્વર પર મારો વિશ્વાસ નથી, એવું નથી જણાતું ?

મારા બાળકની સંભાળ રાખવાનો બોજો મારા માથા પર છે તેવું મને લાગ્યા કરે છે,પણ અનાથ ના નાથ,દીનબંધુ,પરમેશ્વરને
મારા કરતાં શું વધુ ચિંતા નથી ?
બાળક માટે જે પરમાત્મા માતાના સ્તન માં દુધની ગોઠવણ પ્રથમથી જ કરી રાખે છે, તે પરમાત્મા ના શરણે જો હું
સર્વ ભાવે જાઉં તો તે મારા અનાથ બાળક નું સંરક્ષણ કરશે જ કરશે. મારે શા માટે નકામી કોઈ ચિંતા રાખવી.
આવા ગરોળીના બચ્ચા જેવાનો યોગક્ષેમ તે પરમાત્મા કરે છે ,તો ભક્ત જનોનો યોગક્ષેમ તે શા માટે જાતે ના વહન
કરે ? ધન્ય છે પ્રભુની લીલા !! મારા હૃદયની સર્વ ગાંઠો છૂટી ગઈ છે. મારા સર્વ સંશયો નષ્ટ થયા છે, હું સર્વ ધર્મો ને
ત્યજીને –તેને-એકને-જ શરણે જાઉં છુ.

આમ શ્રીધર સ્વામી ના મન નું સમાધાન થઇ ગયું. શ્રીકૃષ્ણ નું સ્મરણ કરી ગૃહત્યાગ કર્યો. અને પછી તેઓ કાશી ગયા.
ત્યાં તેમણે ભાગવત,ગીતા વગેરે ગ્રંથો પર ટીકા ઓ રચી. જે આજ લગી પ્રખ્યાત છે.

તેમણે સન્યાસ લીધા પછી,તેમના આશ્રયદાતા રાજાએ,તેમના પુત્ર ને રાજ દરબારમાં લાવી ,તેના પાલન અને શિક્ષણ ની
યોગ્ય વ્યવસ્થા કરેલી.

ઉપરોક્ત ગરોળીના બચ્ચા ના બનાવે –શ્રીધર સ્વામીને ઈશ્વર પ્રત્યે જે અતુટ –અટલ શ્રધ્ધા –ભક્તિ થયેલી તે- તેમના
ગ્રંથો માં અનેક વાર જોવા મળી આવે છે.

જ્ઞાનેશ્વર

વધુ વિગત થી જ્ઞાનેશ્વર ચરિત્ર વાંચવા અહી ક્લિક  કરો 

ટૂંક સાર........દિવ્યભાસ્કર માંથી સાભાર 
સંન્યાસાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પુન:પ્રવેશ કરવાના અપરાધ બદલ પ્રાય‌શ્ચિ‌ત્તરૂપે મહારાષ્ટ્રના આળંદી ગામના જ્ઞાનવૈરાગ્યને વરેલા વિઠ્ઠલ પંત અને પત્ની રુક્મિણી (રખુમાબાઇ)એ સંતાનોનાં કલ્યાણાર્થે ગંગાજીમાં જળસમાધિ લઇ લીધી. આ દંપતીનાં ચાર સંતાનો પૈકી ત્રણ પુત્રો નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ તથા એક પુત્રી મુક્તાબાઇ. માતા-પિતાના મૃત્યુ બાદ નિવૃત્તિનાથ અને જ્ઞાનદેવ ભિક્ષા માગીને નાનાભાઇ સોપાન અને બહેન મુક્તાની સંભાળ રાખતા હતા. સંન્યાસીનાં બાળકો ગણી તે સમયના, આજથી ૭૩૦ વર્ષ પહેલાંના સમાજે તેમનો બહિ‌ષ્કાર કર્યો, પરંતુ અધ્યાત્મના જન્મજાત ઓજસથી પ્રકાશિત બાળકોએ ધીમે-ધીમે લોકોને ભક્તિભાવથી ભરી દીધા.

આળંદી ગામના બ્રાહ્મણોએ આ અનાથ બટુકોને જનોઇ ના આપી અને બહિ‌ષ્કાર ચાલુ રાખ્યો. પૈઠણનગર વિદ્યાપીઠના બ્રાહ્મણો શુદ્ધિપત્ર આપે તો જ નિવૃત્તિનાથને આળંદી બ્રાહ્મણો જનોઇ આપે. તેથી ચારેય જણાં પૈઠણ ગયાં. બ્રહ્મસભાએ જનોઇ માટે બટુકોનો ઉપહાસ કરતાં એક બ્રાહ્મણે કહ્યું કે,' તમારે પવિત્ર થવું હોય તો પાડા પાસે વેદોની ઋચાઓ બોલાવો.’ પાડાના માથે જ્ઞાનદેવે હાથ મૂકતાં પાડો વેદની ઋચાઓ બોલવા લાગ્યો. પંડિતો કરતાં પાડો વધુ સમજુ હતો.

પૈઠણમાં જે બ્રાહ્મણને ઘેર જ્ઞાનદેવ ઊતર્યા હતા તે બ્રાહ્મણને ત્યાં શ્રાદ્ધ હતું પણ ત્યાં ભાઇ-બહેનો ઊતર્યાં હોવાથી બ્રાહ્મણોએ જમવા આવવાનો ઇનકાર કર્યો. આથી જ્ઞાનદેવે યોગબળના પ્રભાવથી ગયાના બ્રાહ્મણોના પિતૃઓને આહ્વાન કર્યું. બ્રાહ્મણો ન આવ્યા પરંતુ તેમના પિતૃઓ આવીને બેસી ગયા. આથી પૈઠણના બ્રાહ્મણોને થયું કે જ્ઞાનદેવ મહાન આત્મા છે. તેમને જનોઇ આપવાની મંજૂરી આપતું શુદ્ધિપત્ર આપ્યું.

માત્ર છ વર્ષની વયથી જ પિતા પાસે વેદો-ઉપનિષદોનો અભ્યાસ કરનાર જ્ઞાનદેવે પોતાના મોટાભાઇ નિવૃત્તિનાથ પાસેથી દીક્ષા લઇ ચાર વર્ષના ગાળામાં ગુરુ પાસેથી જે સાધના અને શાસ્ત્રોનું અધ્યયન કરવું હતું તે કરી લીધું. બાર વર્ષની વયે 'ભાવાર્થ દીપિકા’ના નામથી જ્ઞાનેશ્વરી ગ્રંથની રચનાનો આરંભ કર્યો. તેમણે ગીતાગ્રંથની રચના મરાઠીમાં કરી. ભગવદ્ ગીતાના બાળ ભાષ્યકાર જ્ઞાનેશ્વરનો જન્મ જોગાનુજોગ ઇ.સ. ૧૨૭પમાં જન્માષ્ટમીના દિવસે થયો હતો. જ્ઞાનેશ્વરી ગીતા, અમૃતાનુભવ, ચાંગદેવ પાસષ્ઠિ‌, હરિગીત અને અભંગ જેવા ગ્રંથોની રચના તેમણે કરી.

૧૪૦૦ વર્ષ સુધી યોગસિદ્ધિથી જીવન ટકાવી રાખનાર ચાંગદેવનું ઘમંડ જ્ઞાનદેવે પોતાના યોગબળના પ્રભાવથી ઉતાર્યું હતું. ચાંગદેવ જ્ઞાનદેવને મળવા ઉત્સુક હતા. શિષ્યોના આગ્રહને માન આપીને ચાંગદેવ યોગસિદ્ધિથી હાથમાં સર્પના ચાબુક સાથે વાઘ પર સવારી કરી આળંદી જવા રવાના થયા. ચાંગદેવ મહાપુરુષ-મહાયોગી હોવાથી તેમનો સત્કાર કરવા આપણે સામે જવું જોઇએ એવો આદેશ નિવૃત્તિનાથને મળતાં ચારેય ભાઇ-બહેનો જે ઓટલા ઉપર બેઠાં હતાં તે ઓટલાને જ્ઞાનદેવે ચાલવાની આજ્ઞા કરતાં ઓટલો ચાલવા લાગ્યો.

એ દૃશ્ય જોઇને ચાંગદેવનું અભિમાન ઓગળી ગયું. આવા અખૂટ જ્ઞાનના ભંડારી જ્ઞાનદેવ વૃંદાવન, કાશી, મારવાડ, ગુજરાતમાં ગીતાનો પ્રચાર કરીને પંઢરપુર આવ્યા. તેમણે નાત-જાતના ભેદ છોડીને તમામ લોકો માટે ધર્મના દ્વાર ખોલવાનું ભગીરથ કાર્ય કર્યું. હિંદુ ધર્મની એકતામાં જ્ઞાનદેવનું યોગદાન ઉચ્ચ ગણાય છે. આવા સંતે કારતક વદ ૧૩ના રોજ ઇ.સ. ૧૨૯૬માં એકવીસ વર્ષની યુવાવયે સમાધિ લીધી હતી......................
દિવ્યભાસ્કર માંથી સાભાર 

વધુ વિગત થી જ્ઞાનેશ્વર ચરિત્ર વાંચવા અહી ક્લિક  કરો 

.............................................................................................................................
જ્ઞાનેશ્વરના પહેલા પુસ્તક-
ચાંગદેવ પાસષ્ટિ-ની વધુ માહિતી માટે -બુક ની નીચેની લીંક પર ક્લિક કરો 
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
...............................................................................................................................
જ્ઞાનેશ્વર ના બીજા પુસ્તક “હરિપાઠ ના અભંગ”  માં છ પ્રકરણો છે.
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
જ્ઞાનેશ્વર ના ત્રીજા પુસ્તક “અમૃતાનુભવ” નું ગુજરાતી ભાષાંતર સાથેની બુક માટે 
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
અને ચોથું “જ્ઞાનેશ્વરી ગીતા”-અથવા “ભાવાર્થ દીપિકા” વિષે આ બ્લોગ માં વિસ્તાર થી લખેલું છે.
નીચેની લીંક પર ક્લિક કરો
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
જ્ઞાનેશ્વરી ગીતા-મૂળ રૂપે

અનિલ શુકલ


માર્ચ-૨૦૧૩

Apr 2, 2012

Raj yog-By Swami Vivekanad-English -PDF


ઇતની શક્તિ હંમે દેના


ખુબ સરસ શબ્દો...
ઇતની શક્તિ હંમે દેના દાતા,મન કા  વિશ્વાસ કમજોર હો  ના ,
હમ ચલે નેક રસ્તે પે જિસ પર ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના,
દુર અજ્ઞાન કે હો અંધેરે ,તું હમેં જ્ઞાન કી રોશની દે,
હર બુરાઈ સે બચતે રહે હમ,જીતની ભી દે ભલી જિંદગી દે.
બૈર ના હો કિસીકા કિસીસે,ભાવના બદલેકી મનમેં હો ના.....
યે ના સોચે હમેં ક્યાં મિલા હૈ હમ યે  સોચે કિયા ક્યાં હય અર્પણ, 
ફૂલ ખુસીં ઓ કે બાંટે  સભીકો, સબકા  જીવન હી બન જાયે મધુબન 
અપની કરુણા ક જલ તું બહાકે  કર દે  પવન હરેક મનકા કોના  .

છાપ તિલક સબ કીન્હી-રીચા શર્મા ના કઠે


કાગા સબ તન ખાઈઓ,મેરા ચુન ચુન ખાયો માંસ,
એ દો નૈના મત ખાઈઓ ,ઇનમેં મોરે સાઈ મિલન કી આશ.


ખુશરો બાજી પ્રેમકી મૈ તો ખેલું પી કે સંગ 
જીત ગઈ તો પિયા મોરે,ઓર હાર ગઈ તો પી કે સંગ .


મોરે સાઈકી ઉન્ચી ક્યારી,મોસે ઉતરો ચડ્યો નાં જાય 
કોઈ કેહ દો મોરે સાઈકો મોરી બહિયા પકડ લે જાય.


ખુશરો નીજી મેં બલી બલી જાઉં,મોહે સુહાગણ કીન્હી,
તોસે નૈના મીલાઈકે....


છાપ તિલક સબ કીન્હી તો સે નૈના મીલાઈકે........


એક ખુબસુરત સુફી ગીત...રીચા શર્મા ના કઠે....
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

ગંગા સતી અને પાન બાઈ


ગંગા સતી અને પાન બાઈ --સાસુ - વહુ હતા.
...
ગંગા સતી અહી પાનબાઈ ને કહે છે.અને પોતાને પણ કહે છે.
એટલે જાણે ઉપદેશ નથી લાગતો,પણ એક જાત નું માન પેદા થયા વગર રહેતું નથી.

અહી સતગુરુ એટલે સનાતન સત્ય ને પણ કહી શકાય ????
...................................................................

મેરુ તો ડગે,જેના મન નાં ડગે પાનબાઈ ,
માર ને ભાંગી પડે ને બ્રહ્માંડ જી,
વિપત્તિ પડે ને તોયે વણસે નહી,
સોઈ હરિજન ના પરમાણ જી.

ચિત્ ની વરતી જેની સદાય નિરમળ,
ને કોઈ ની કરે નહી આશ જી,
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનુંમાં વિશ્વાસ જી.

હરખ અને શોક ની આવે નહિ હેડકી,
ને આઠે પહોર રહે આનંદ જી,
નીત રે નાચે સત્સંગ માં ને,
તોડે માયા કેરા ફંદ  જી.

તન મન ધન જેને પ્રભુ ને સમરપિયા
તે નામ નિજારી નર ને નાર જી
એકાંતે બેહીને આરાધના માંડે તો
અલખ પધારે એને દુવારજી.

સદગુરુ વચન માં શુરા થઇ ચાલે
ને શીશ તો કર્યા કુરબાન જી,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં
જે ને મેયલા અંતર ના માન જી.
...............................
More Info.On
http://aksharnaad.com/2010/12/24/santvani-vichar-gosthi-part-6/