Dec 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1009

પૃથ્વી પર ઉત્તર તરફ રહેલા એક પર્વતની પૂર્વ દિશા પર એક શીલા છે,તે અતિ કઠોર છે,તેની અંદર હું રહું છું.
દૈવે મને તેની અંદર જ બાંધી રાખેલ છે.તેની અંદર મારા અસંખ્ય યુગોના સમૂહો ચાલ્યા ગયા છે,તેમ હું સમજુ છું.
કેવળ હું જ ત્યાં બંધાઈ રહી છું તેમ નથી,પણ તે શિલાની અંદર મારો ભર્તા (પતિ) પણ બંધાઈ રહ્યો છે,
અને એ શિલાના અત્યંત સાંકડા અને સંકટદાયી ભાગમાં મારા ભર્તાની સાથે વર્ષોના અનેક સમૂહો ચાલ્યા ગયા છે.

Dec 12, 2017

પતંજલિના યોગસૂત્રો-24-Yogsutra of Patanjali-Gujarati

ચિત્તના કોઈ એક ખૂણે ભરાઈ રહેલા અને વાઘની જેમ તરાપ મારવાને તૈયાર --એ  પુરાણા પૂર્વના અસંખ્ય સંસ્કારોને દબાવવાના છે.તેમના પર પ્રભુત્વ મેળવવાનું છે,કે જેથી,આપણે જે ઇચ્છીએ એ "એક" જ વિચાર ઉઠે,અને બીજા દૂર રહે.પણ આમ થવાને બદલે તે બધા (સંસ્કારો) એકસામટા ઉપર આવવાને મથતા હોય છે.મનની એકાગ્રતામાં વિઘ્ન નાખનારી સંસ્કારોની આ જુદીજુદી "શક્તિ"ઓ છે.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1008

જેવી રીતથી આપણે ઘણા લાંબા કાળથી આ દૃશ્ય જગતનો અનુભવ કરીએ છીએ,અને તેમાં સત્યતાનું અભિમાન બાંધીએ છીએ,તેવી જ રીતથી પર્વતો,સમુદ્રો,પૃથ્વી અને સર્વ પ્રાણીઓ વગેરે પણ કરે છે.
જેવી રીતે તેમનાં જગતમાં પ્રલય-જગતની મર્યાદા -વ્યવસ્થા-વગેરે છે,તેવી જ રીતે આપણા જગતમાં પણ છે.અને આપણે સર્વ આ જગતમાં છીએ.એટલે,આપણે સર્વ,જો તેઓના જોવામાં આવીએ,તો તેમના સ્વપ્ન-પુરુષ સમાન છીએ.અને તેમના જે જગતો (સંસાર) છે,તેમાંનો એક આપણો પણ સંસાર છે.