Jan 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1039

ત્રણગુણો,ત્રણ કાળ,પ્રણવ (ॐ) ના ત્રણ વર્ણ (અ-ઉ-મ),ત્રણ વેદ અને મન-બુદ્ધિ-અહંકારની ત્રિપુટી,
એ સર્વ તે રુદ્રનાં ત્રણ નેત્ર-રૂપ છે.ત્રૈલોક્ય-રૂપી ત્રિશૂલ,તેમણે પોતાની મૂઠીની અંદર પકડી રાખ્યું છે.
સર્વ પ્રાણીમાત્રમાં એ રુદ્ર સિવાય બીજું કશું નથી,તેથી સર્વ દેહોના આત્મારૂપ તે જ થઇ રહેલ છે.
પોતે સર્જેલ પ્રાણીઓને તેમના કર્મો મુજબ ભોગ આપવો અને અંતે મોક્ષનો અધિકાર પ્રાપ્ત થતાં તેમને
મોક્ષ આપવો,એવો જેમનો સ્વભાવ છે-તે જ તેમનું 'સૃષ્ટિ-રચનાનું પ્રયોજન' છે.

Jan 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1038







તે રૂપ લાખો સૂર્યના તેજને ધારણ કરી રહ્યું હતું.ત્રણ સૂર્યોના જાજ્વલ્યમાન અને સ્થિર થઇ રહેલી
વીજળીઓના સમૂહની જેમ,ચળકાટ કરતાં 'ત્રણ નેત્રો' વડે તેનું મુખ પ્રકાશિત થઇ રહેલું દેખાતું હતું.
તેને પાંચ મુખ,દશ હાથ હતા અને હાથમાં ત્રિશૂલ શોભી રહ્યું હતું.જો કે તે રૂપ ચાલતું આવતું હતું
તેમ છતાં જાણે આકાશની અંદર ચારે બાજુ તે પોતાના આકારને ફેલાવી રહ્યું હોય તેમ લાગતું હતું.
અને જાણે આકાશ જ ઘનશ્યામ દેહને ધારણ કરી,મૂર્તિમાન થઇ ગયું હોય એવું તે જણાતું હતું.
ત્રિનેત્ર અને ત્રિશૂલ વાળા 'આ રુદ્ર છે' એમ જાણીને મેં એ પરમેશને દૂરથી જ નમસ્કાર કર્યા.

Jan 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1037




ચિદ્રુપ આત્મા જ સદા સત્ય છે અને તે નામરૂપાત્મક પ્રપંચની પહેલાં,
નિત્યસિદ્ધ એવા પોતાના પ્રકાશમય સ્વરૂપને જ અનુભવે છે,પછી વાસનાના કારણરૂપ
'આતિવાહિક-દેહ'ને દેખે છે અને પછી જ આ દેહ-આદિ ભ્રાંતિના વડે જોવામાં આવે છે.
વાસનાનો ક્ષય થતાં આતિવાહિક દેહનો ક્ષય થઇ જઈ દૃષ્ટા-દર્શન-દૃશ્ય એ ત્રિપુટી-રૂપી રોગ નાશ પામે છે.
પણ જો એ વાસનાનું અસ્તિત્વ હોય તો આ 'સંસાર-રૂપી-પિશાચ'નો ઉદય થાય છે.