More Labels

Jul 2, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૫

કાકભુશુંડી પોતાના જન્મોનું વર્ણન કરતાં ગરુડજીને કહે છે કે-એક દિવસ હું મંદિરમાં શિવજીના મંત્ર જપતો હતો,તેવામાં મારા ગુરૂ આવ્યા,પણ તેમના પ્રત્યે મારા મનમાં રોષ હોવાને લીધે મેં તેમને બોલાવ્યા નહિ કે પ્રણામ પણ ના કર્યા.ગુરૂ તો દયાળુ હતા,તેમના દિલમાં રાગ-દ્વેષ હતો નહિ,તે કંઈ બોલ્યા નહિ પણ શિવજીથી સહન ના થયું.તે જ વખતે આકાશવાણી થઇ કે-હે,મૂર્ખ,તુ અહમને વશ થઇ ગુરુને માન આપતો નથી અને અજગરની જેમ બેસી રહે છે,તો તું અજગર થઇ પડ.

Jul 1, 2019

Bhagvat Rahasya-Audio Book (under process)

Bhagvat Rahasya-Audio Book-001

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૪

આ સાંભળી ગરુડજીથી બોલાઈ ગયું કે-અરે રે મને કળિયુગના જીવોની દયા આવે છે.ત્યારે કાકભુશુંડીએ કહ્યું કે-હે ગરુડજી,કળિયુગ કળિયુગમાં પાપ ને અવગુણોનું સ્થાન હોવાં છતાં,તેમાં એક મોટો ગુણ પણ છે.વિષના વેલાઓમાં એક અમૃતની વેલ પણ છે.જેવી રીતે,સત્ય-યુગ માં લોકો યોગી ને વિજ્ઞાની હોય છે ને હરિનું ધ્યાન કરી સંસાર તરે છે,ત્રેતાયુગમાં યજ્ઞ-યાગ કરી,સર્વ કર્મો પ્રભુને સમર્પણ કરીને તરે છે.અને દ્વાપર યુગમાં પૂજા-પ્રાર્થના કરીને તરે છે,
તેમ,કળિયુગમાં યજ્ઞયાગ,યોગ કે જ્ઞાન વગર કેવળ શ્રીહરિના ગુણનું ગાન કરીને,સંસાર તરી જાય છે.