Jul 24, 2019

ભાગવત રહસ્ય-૧૬

નારદજી કહે છે-કે- દુનિયામાં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.કલિયુગના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન ધામમાં આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છા માં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.મને થયું કે –આ કોણ હશે ? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો.

Jul 23, 2019

ભાગવત રહસ્ય-૧૫

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું.
સનકાદિક -નારદજીને પૂછે છે—આપ ચિંતામાં કેમ છો ? તમે તો હરિદાસ છો.
શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ.
'મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે' એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં ,પ્રભુના નામમાં રહે છે.

Jul 22, 2019

ભાગવત રહસ્ય-૧૪

શું કરવું કે શું ના કરવું-એ તમારા મનને ના પૂછો –પણ શાસ્ત્રને પૂછો (ગીતા-૧૬-૨૪)
શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો. સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે.
આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું ?