Mar 26, 2020

ભાગવત રહસ્ય -૨૨૬

વિશ્વામિત્રની પાછળ પાછળ રામ-લક્ષ્મણ ચાલે છે.જંગલ માંથી પસાર થતા હતા-ત્યાં-
રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી.વિશ્વામિત્રે કહ્યું કે-આ ભયંકર રાક્ષસી બાળકો ની હિંસા કરે છે-માટે તેને તમે મારો.
કૃષ્ણલીલાનો આરંભ પૂતના રાક્ષસીના વધથી થયો છે-રામલીલ નો તાડકા રાક્ષસીના વધ થી થયો છે.તાડકા એ “વાસના” છે-વાસના શાંત થાય છે “વિવેકથી”
રામજી તાડકાને વિવેકરૂપી બાણ મારે છે-તાડકાનો ઉદ્ધાર કર્યો.

Mar 25, 2020

ભાગવત રહસ્ય -૨૨૫

ત્યારે વશિષ્ઠજી દશરથને સમજાવે છે-“વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે,તેમની સેવા કરશે તો રામ સુખી થશે.તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામની જન્મ-પત્રિકા મારા હાથ માં આવી હતી,તે જોતાં એમ લાગે છે-કે-આ વર્ષ માં રામજીના લગ્નનો યોગ છે,અતિસુંદર રાજ-કન્યા સાથે રામજીના લગ્ન થશે.માટે તેઓને મોકલો,હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે-તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે”

Mar 24, 2020

ભાગવત રહસ્ય -૨૨૪

વશિષ્ઠ જી એ-મોક્ષ-મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે.
(૧) શુભેચ્છા –શુભ પરમાત્માને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે.
(૨) સંતોષ- જે કંઈ મળ્યું છે-તેમા સંતોષ માનવો.
(૩) સ્વરૂપાનુસંધાન –પોતાના સ્વ-રૂપ ને ભૂલવું નહિ.લક્ષ્ય ને ભૂલે 
તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે.
(૪) સત્સંગ-થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુની આત્મીયતા-સાનિધ્ય રહે છે.