Sep 13, 2020

ભાગવત રહસ્ય -૩૯૦

ઈશ્વરના સ્વરૂપમાં જગત રહ્યું છે,અને જગતના સર્વ પદાર્થોમાં ઈશ્વર રહેલા છે.
શિવોહમ....એ વેદાંતની ટોચ છે.જ્યાં આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે.
પરંતુ શરૂઆતમાં તો આમ કહેવું-કરવું અઘરું છે.એટલે મહાત્માઓ કહે છે કે-
શરૂઆતમાં તો સર્વમાં ઈશ્વરને નિહાળો.પહાડમાં (પથ્થરમાં-ગિરિરાજમાં) પણ ઈશ્વરની ભાવના કરો.જડ અને ચેતન સર્વમાં ઈશ્વર રહેલા છે-તે બતાવવાનું ગોવર્ધનલીલાનું પ્રયોજન છે.ગોવર્ધનલીલામાં અનેક રહસ્યો છુપાયેલાં છે.

Sep 12, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-15

ભાગવત રહસ્ય -૩૮૯

યશોદા મા નો પ્રશ્નનો જવાબ આપતાં કનૈયો કહે છે કે-મા હું તારો છું.હું તારો જ પુત્ર છું.યશોદા કહે છે કે-લોકોને શંકા થાય છે કે,નંદ-યશોદા ગોરા અને તું કાળો કેમ ?
કનૈયો કહે છે કે-મા,મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો,પણ તેં ભૂલ કરી તેથી હું કાળો થયો.મારા જન્મ વખતે ચારે બાજુ અંધારું હતું,બધાં સૂતેલાં હતાં અને તું પણ સુતેલી હતી, હું આખી રાત અંધારામાં આળોટ્યા કર્યો,તેથી અંધારું મને વળગી ગયું,અને હું કાળો થયો.