Sep 23, 2020

ભાગવત રહસ્ય -૩૯૯

શ્રીધર સ્વામી “રાસલીલા” ને “કામવિજય લીલા” કહે છે.
શ્રીધરસ્વામી કહે છે કે-કામદેવ આકાશમાં ઉભો છે અને શ્રીકૃષ્ણને બાણ મારે છે,પણ શ્રીકૃષ્ણને કાંઇ થયું નથી,તેઓ નિર્વિકાર રહ્યા છે.કામદેવની હાર થઇ છે,તેને ખાતરી થઇ કે શ્રીકૃષ્ણ દેવ નથી, ઈશ્વર છે.ભગવાને કામદેવનો પરાજય કર્યો છે.રાસલીલા આમ “મદન માનભંગ લીલા” છે. કામનો પરાભવ કરવા માટે છે.શ્રીકૃષ્ણનું નામ પડ્યું છે-મદન-મોહન.શ્રીકૃષ્ણ એ-યોગ-યોગેશ્વર છે.રાસલીલામાં ભગવાને બોધ આપ્યો છે કે-કામ મારા આધીન છે,હું કામને આધીન નથી.

Sep 22, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-27-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-27



ભાગવત રહસ્ય -૩૯૮

ગોવર્ધનલીલામાં કનૈયાના દર્શન થયા ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજારોપણ થયું હતું.
પ્રેમનો આરંભ દ્વૈતથી થાય છે પણ સમાપ્તિ થાય છે અદ્વૈતમાં.
આરંભમાં પ્રેયસી અને પ્રિયતમ જુદાં હોય છે,પણ જયારે પ્રેમ અતિશય વધે છે ત્યારે તે અલગ રહી શકતા નથી.રાસલીલામાં પણ અતિશય શુદ્ધ પ્રેમ,શુદ્ધ પ્રેમની પરાકાષ્ઠા છે. અદ્વૈત થયું છે.કૃષ્ણ-ગોપી અલગ નથી પણ એક થયા છે.