Oct 16, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-43-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-43


ભાગવત રહસ્ય -૪૧૯

છેવટે ભગવાન કહે છે કે- ચાલો હું તમને દર્શન આપું છું,એટલે તમારું કામ પુરુ થશે ને ?
ગોપીઓ કહે છે કે-અમારું બીજું પણ એક કામ તમે કરો.
શ્રીકૃષ્ણ કહે છે –તમારી બીજી શી ઈચ્છા છે તે પણ તમે કહો, હું તમારી ભાવના પૂર્ણ કરીશ.
ગોપીઓને ભલે શ્રીકૃષ્ણનાં દર્શન થતાં નથી,પણ તેમને લાગી રહ્યું છે,શ્રીકૃષ્ણ અમારી સન્મુખ ઉભા છે અને અમને પૂછે છે,કે “તમારી શી ઈચ્છા છે?”
ગોપી કહે છે કે-હે કાન્ત,તમારા વરદ હસ્ત (હાથ) માં એવી દિવ્ય શક્તિ છે કે,તે અમારા અભિમાનને દૂર કરશે,માટે બીજી કોઈ ઈચ્છા નથી પણ તમારા મંગલમય હસ્તને અમારા માથા પર પધરાવો.