Oct 23, 2020

ભાગવત રહસ્ય -૪૨૫

અક્રૂરજી  ભગવાન સાથે સંબંધ જોડે છે.”શ્રીકૃષ્ણ ના પિતા વસુદેવનો હું પિતરાઈ ભાઈ છું.” મહાત્માઓ કહે છે કે-ઈશ્વર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો.
પરમાત્મા સાથે સંબંધ જોડ્યો હશે,તો તેમના પર પ્રેમ થશે. 
ભગવાનને પિતા માનો,સખા માનો,સ્વામી માનો,પુત્ર માનો-પણ
કંઈક ને કંઈક સંબંધ જોડો.સંબંધ જોડવાથી તે પોતાના લાગશે.

Oct 22, 2020

ભાગવત રહસ્ય -૪૨૪

મનુષ્ય અક્રૂરજીની જેમ તન્મય થાય,તેમની જેમ પવિત્ર વિચારો કરે તો જીવન સફળ થાય.
પણ મનુષ્ય તો વિચારે છે કે-બે વર્ષ આવો ધંધો સારો ચાલશે તો મોટર લાવીશ અને બંગલો બનાવીશ.કેવળ સુખ ભોગવવાના આવા વિચારો કરવાથી,આત્મશક્તિનો નાશ થાય છે,જીવ ધારે તે થતું નથી,પણ ઈશ્વર જે ધારે તે થાય છે.(ધાર્યું ધણીનું થાય છે).
પવિત્ર વિચારો કરવાથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે.