Sep 12, 2011

ગુરૂ




હાલના જમાનામાં
શ્રધ્ધા,પ્રેમ,આત્મા ,પરમાત્મા ,સત્ય
આવા બધા શબ્દો બોલાય છે જરૂર પણ તેનો
સાચો અર્થ સમજ્યા વગરજ ........

જીવન ની અંદર મુશ્કેલી ઓ આવે --
અશાંતિ આવે --ચિંતા ઓ આવે
ત્યારે
રાહત મેળવવા
એક
છટકબારી તરીકે ---
ઈશ્વર ની નજીક જવા --
"ગુરુ"ની શોધ  ચાલે છે.

રસ્તા માં કોઈ એક ગુરૂ મળી જાય ........
અને જો આ ગુરૂ કોઈ રાહત ના આપે તો
તરતજ બીજા ગુરૂ ની શોધ ચાલુ થઇ જાય છે....

ગુરૂ હાલ ના જમાના માં એક બજારુ વસ્તુ બની ગયા છે.

આવો સોદાબાજી જે ગુરૂ ખોળે છે --
તેને ગુરૂ ની જરૂર નથી --તે નક્કી છે .

પહેલાં ના જમાના માં જયારે પુસ્તકો નહોતાં -ઈન્ટરનેટ નહોતું
ત્યારે જ્ઞાન મેળવવા -ગુરૂ ની જરૂર હતી-

ગુરૂ માર્ગ દર્શક હતા -અને તેને ચરણે બેસવાથી
"અહમ"ની નિવૃત્તિ થતી હશે!!!!!!!

પણ હવે તો બધું જ્ઞાન "ગૂગલ " માં હાજર છે !!!!!---

અત્યાર ના જમાના માં
સાચો ગુરૂ માર્ગ દર્શક બની શકે ---
અથવા
માર્ગ માં આવતી મુશ્કેલી ઓ કેમ નિવારવી તેની
સાચી સલાહ પોતાના અનુભવ મુજબ આપી શકે ---

પણ

રસ્તા પર તો આપણે જ ચાલવાનું છે..........

ગુરૂ એ કોઈ એવી સત્તા નથી કે જે
આપણા આર્થિક કે પાર્થિવ પ્રશ્નો નો ઉકેલ કરે ---

સાચા ગુરૂ  મળવા મુશ્કેલ હોય છે.......
કહે છે કે આપણે તૈયાર હોઈએ કે થઈએ
ત્યારે ગુરૂ આપણી પાસે સામે આવી જાય છે ---

સાચા ગુરૂ ને
કોઈ સંપ્રદાય --વાદ --સંસ્થા -આશ્રમ --
ના હોઈ શકે ---
અને હોય તો તેની સાથે કોઈ આત્મીયતા ના હોઈ શકે --

અને જો ઉપરનું કશુક  પણ હોય તો ---

સમજવું કે -
સત્ય શું છે તે --તે જાણતા નથી ............

અને એક અજ્ઞાની -બીજા ને જ્ઞાન શું આપી શકે ?

જો બારીકાઈ થી નિરિક્ષણ કરીએ તો --
આપણે
આપણા  પોતાના પ્રોબ્લેમો કયા છે ?
તે પોતાની જાતે ખોળવાની તકલીફ લેતા નથી --
પણ
બહાર થી કોઈ મદદ મળે કે રાહત મળે
તેના માટે ગુરૂ ને ખોળીએ છીએ ..........

આમ સાચી રીતે તો "ગુરૂ" "શબ્દ" પ્રત્યેજ આકર્ષણ છે........

હકીકત માં તો
દરેક વ્યક્તિ પોતે જ પોતાનો ગુરૂ બની શકે છે ......
અને સત્ય ને પામી શકે છે.......

મન માં ચાલતી પ્રક્રિયાઓ નું નિરિક્ષણ બારીકાઈ થી
કરવા માં આવે તો
ધીરે ધીરે
"સત્ય" ને પામી શકાય ......

અનિલ
સપ્ટેબર-૨૦૧૧