Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૭

પ્રકરણ-૧૧

 

 ॥ अष्टावक्र उवाच ॥

भावाभावविकारश्च स्वभावादिति निश्चयी । निर्विकारो गतक्लेशः सुखेनैवोपशाम्यति ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-“ભાવ અને અભાવ રૂપ (ઉત્પત્તિ અને નાશ રૂપ-સૃષ્ટિનો) વિકાર,

સ્વભાવથી જ (માયાથી જ) થાય છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો,

--“નિર્વિકાર” અને “કલેશ (અશાંતિ) વગરનો “ મનુષ્ય સહેલાઈથી જ શાંત બને છે.(૧)

 

ईश्वरः सर्वनिर्माता नेहान्य इति निश्चयी । अन्तर्गलितसर्वाशः शान्तः क्वापि न सज्जते ॥ २॥

“સર્વ જગતનું નિર્માણ કરનાર ઈશ્વર જ છે,બીજો કોઈ નથી” એમ જેણે નિશ્ચય કર્યો છે,જેની બધી

 “આશા” ઓ પોતાના અંતઃકરણમાંથી નાશ પામી છે,તેવો મનુષ્ય કશે “આસક્ત” થતો નથી. (૨)

 

आपदः सम्पदः काले दैवादेवेति निश्चयी । तृप्तः स्वस्थेन्द्रियो नित्यं न वान्छति न शोचति ॥ ३॥

“સમયે (સમય પર) આવતી,આપત્તિ(દુઃખ) અને સંપત્તિ (ધન) દૈવ (પ્રારબ્ધ)થી જ આવે છે”

--એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો “સંતોષી” અને “શાંત ઇન્દ્રીયોવાળો” મનુષ્ય,

--કશાની “ઈચ્છા” કરતો નથી,તેમ જ કશાનો “શોક” કરતો નથી.(૩)

 

सुखदुःखे जन्ममृत्यू दैवादेवेति निश्चयी । साध्यादर्शी निरायासः कुर्वन्नपि न लिप्यते ॥ ४॥

“સુખ-દુઃખ અને જન્મ-મૃત્યુ, દૈવ (પ્રારબ્ધ) થી જ આવે છે” એમ જેણે નિશ્ચય કર્યો છે,

--અને માત્ર “સાધ્યને” (ઈશ્વરને) જ જોનારો, (માત્ર ઈશ્વર માટેના જ કર્મ કરનારો) મનુષ્ય,

--અનાયાસે આવી પડતાં કર્મ કરતો હોવાં છતાં કર્મથી લેપાતો નથી.(૪)

 

चिन्तया जायते दुःखं नान्यथेहेति निश्चयी । तया हीनः सुखी शान्तः सर्वत्र गलितस्पृहः ॥ ५॥

“આ સંસારમાં બીજી કોઈ રીતે નહિ પણ માત્ર “ચિંતા” થી જ દુઃખ ઉભું થાય છે”

--એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો “ચિંતા વગરનો” અને

--સર્વત્ર “સ્પૃહા વગરનો” (અનાસક્ત) મનુષ્ય સુખી ને શાંત બને છે.(૫)

 

नाहं देहो न मे देहो बोधोऽहमिति निश्चयी । कैवल्यमिव सम्प्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ ६॥

“હું દેહ નથી,દેહ મારો નથી,પણ હું તો કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ-આત્મા-રૂપ) છું”

--એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો “મોક્ષ” ને પ્રાપ્ત થયેલો મનુષ્ય,

--કરેલાં કે ના કરેલાં “કર્મો” ને સંભાળતો નથી (યાદ કરતો નથી) (૬)

 

आब्रह्मस्तम्बपर्यन्तमहमेवेति निश्चयी । निर्विकल्पः शुचिः शान्तः प्राप्ताप्राप्तविनिर्वृतः ॥ ७॥

“બ્રહ્માથી માંડી તૃણ (તરણા) સુધી સર્વમાં “હું” (આત્મા) જ રહ્યો છું”

--એવો જેણે નિશ્ચય કર્યો છે,તેવો મનુષ્ય,”સંકલ્પ વગરનો” “પવિત્ર” અને “શાંત” બને છે,અને,

--તેના માટે જગતમાં કશું પ્રાપ્ત (મેળવવાનું) કે અપ્રાપ્ત (ખોવાનું) રહેતું નથી.   (૭)


नाश्चर्यमिदं विश्वं न किञ्चिदिति निश्चयी । निर्वासनः स्फूर्तिमात्रो न किञ्चिदिव शाम्यति ॥८॥

“આ અનેક આશ્ચર્ય વાળું (ચમત્કાર જેવું) જગત કાંઈ જ નથી (છે જ નહિ)”

--એવો જેણે નિશ્ચય કર્યો છે,તેવો “વાસના વગરનો” અને “ચૈતન્ય રૂપ” મનુષ્ય,

--સંસાર જાણે છે જ નહિ (સંસાર મિથ્યા છે) એમ સમજી ને “શાંત” બને છે.  (૮)  


પ્રકરણ-૧૧-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE