Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૬

પ્રકરણ-૧૦

 

                ॥ अष्टावक्र उवाच ॥

विहाय वैरिणं काममर्थं चानर्थसङ्कुलम् । धर्ममप्येतयोर्हेतुं सर्वत्रानादरं कुरु ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-શત્રુ-રૂપ કામને અને અનર્થથી ભરેલા અર્થ (ધન)ને,

--તેમ જ આ બંનેના કારણ-રૂપ ધર્મને પણ ત્યજી દઈ,

--સર્વત્ર (તેમનો એટલે કે સર્વ કર્મોનો) અનાદર કર. (૧)

 

स्वप्नेन्द्रजालवत् पश्य दिनानि त्रीणि पञ्च वा । मित्रक्षेत्रधनागारदारदायादिसम्पदः ॥ २॥

મિત્ર,જમીન,ધન,ઘર,સ્ત્રી,પુત્ર,સગાંસંબધી  વગેરેને ,તું,

--તે બધાં સ્વપ્ન કે ઇન્દ્રજાલ (જાદુગીરી)ની જેમ માત્ર ત્રણ કે પાંચ દિવસ માટેનાં જ છે,તેમ જો. (૨)

 

यत्र यत्र भवेत्तृष्णा संसारं विद्धि तत्र वै । प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णः सुखी भव ॥ ३॥

જ્યાં જ્યાં તૃષ્ણા છે,ત્યાં સંસાર (બંધન) છે,એમ સમજ.માટે,

--બળવાન વૈરાગ્યનો આશરો લઇને તૃષ્ણા વગરનો થઇ સુખી થા. (૩)

 

तृष्णामात्रात्मको बन्धस्तन्नाशो मोक्ष उच्यते । भवासंसक्तिमात्रेण प्राप्तितुष्टिर्मुहुर्मुहुः ॥ ४॥

તૃષ્ણા એ બંધનનું સ્વ-રૂપ છે,અને તૃષ્ણાનો નાશ એ જ મોક્ષ છે.

--સંસાર પ્રત્યેની અનાસક્તિ માત્રથી જ વારંવાર આત્માની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. (૪)

 

त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किञ्चित्सा का बुभुत्सा तथापि ते ॥ ५॥

તું એક શુદ્ધ અને ચેતન (આત્મા) છે અને જગત જડ અને અસત્ છે,

--જે અવિદ્યા (અજ્ઞાન) કરીને કહેવાય છે તે પણ કાંઇ નથી (એટલે કે અસત્ છે) તો પછી,

--કાંઇ જાણવાની (કે બનવાની) ઈચ્છા તને કેમ હોઈ શકે ? (૫)

 

राज्यं सुताः कलत्राणि शरीराणि सुखानि च । संसक्तस्यापि नष्टानि तव जन्मनि जन्मनि ॥ ६॥

રાજ્ય,પુત્રો,પત્નીઓ,શરીરો અને સુખોમાં તું આસક્ત હતો,

--છતાં પણ જન્મો-જન્મમાં તે બધાં નાશ પામી ગયાં હતા જ (૬)

 

अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा । एभ्यः संसारकान्तारे न विश्रान्तमभून् मनः ॥ ७॥

અર્થ,કામ અને સુકૃત કર્મો પણ હવે બસ થયાં,આ બધાંથી પણ,

--સંસાર-રૂપ વનમાં (તારું) મન શાંત થયું નહિ.(૭)

 

कृतं न कति जन्मानि कायेन मनसा गिरा । दुःखमायासदं कर्म तदद्याप्युपरम्यताम् ॥ ८॥

કેટલાયે જન્મોમાં તેં શરીર,મન અને વાચા વડે,પરિશ્રમ આપવાવાળાં

--દુઃખ દાયક કર્મો કર્યા છે,તો હવે તો શાંત થા !!!   (૮) 


પ્રકરણ-૧૦-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE