પ્રકરણ-૨-૩
જ્ઞેય
(જે જાણવાનું છે તે-ઈશ્વર), જ્ઞાતા (જાણનાર) અને જ્ઞાન(સત્ય નું જ્ઞાન), એ
ત્રિપુટી,
--જ્યાં
આગળ વાસ્તવિક રીતે નથી (ત્રણે જુદી નથી),પરંતુ અજ્ઞાન ને લીધે તે ભાસે છે,
--(પણ
સત્ય નું જે જ્ઞાન છે) તે નિરાકાર નિરંજન (અદ્વૈત) તે “હું” (આત્મા) છું. (૧૫)
અહો,જે
દ્વૈત થી ઉત્પન્ન થતું દુઃખ છે, તેનું સત્યજ્ઞાન સિવાય કોઈ ઓસડ (દવા) નથી,
--આ
સમસ્ત દૃશ્ય-પ્રપંચ (જગત=દ્વૈત=ઉપાધિ) મિથ્યા છે,અને માત્ર,
--“હું”
એક (અદ્વૈત) અને શુદ્ધ “ચૈતન્ય” રસ (આત્મા) છું.
(૧૬)
“હું”
કેવળ બોધ રૂપ (જ્ઞાનરૂપ) જ છું,પરંતુ,
--“મેં
કેવળ અજ્ઞાન થી જ આ ઉપાધિ (દૃશ્ય પ્રપંચ=જગત=દ્વૈત) ની કલ્પના કરી છે”.............
--આવો
નિત્ય વિચાર કરતાં કરતાં નિર્વિકલ્પ સ્થિતિ (અદ્વૈતની સ્થિતિ) થઇ ગઈ છે. (૧૭)
અહો,મારામાં
રહેલું વિશ્વ ખરું જોતાં મારામાં રહેલું જ નથી,
--મને
બંધન પણ નથી અને મોક્ષ પણ નથી, અને
--કોઈ
પણ આધાર (આશ્રય) વિના ઉભી થઇ ગયેલી “જગત-રૂપ ભ્રાંતિ” (ભ્રમ) શાંત થઇ ગઈ છે. (૧૮)
શરીર
સાથે આ વિશ્વને (જગતને) કશું લાગતું વળગતું નથી,
--(કારણ
શરીર માં રહેલો) આત્મા તો શુદ્ધ “ચૈતન્ય” માત્ર જ છે, તો પછી,
--જગતની
કલ્પના શામાં કરવી ? (જગત મિથ્યા છે) (૧૯)
શરીર-જગત,બંધન-મોક્ષ,સ્વર્ગ-નરક,ભય-
--એ
બધું કલ્પના માત્ર જ છે, તો તેની સાથે,
--“હું”
કે જે “ચિદાત્મા-રૂપ”(આત્મા-રૂપ) છું,તેને
(તે બધા સાથે) શો સંબંધ? (૨૦)
અહો,
(આ રીતે) આ સમસ્ત જગતના જન-સમુદાયમાં (મનુષ્યોમાં) પણ,
--હવે
મને “દ્વૈત” દેખાતું નથી (હું દ્વૈત જોતો નથી-સર્વ જગ્યાએ એક પરમાત્મા દેખાય છે)
એટલે,
--મારા
માટે તે બધું (જન-સમુદાય) જંગલ જેવું થઇ ગયું છે,તો પછી હું શામાં આસક્તિ રાખું ? (૨૧)