Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૫

प्रकाशो मे निजं रूपं नातिरिक्तोऽस्म्यहं ततः । यदा प्रकाशते विश्वं तदाहं भास एव हि ॥८॥

પ્રકાશ (જ્ઞાન) એ જ “મારું પોતાનું સ્વ-રૂપ છે”  જેથી “હું” પ્રકાશથી જુદો છું જ નહિ,

--એટલે જગત જયારે પ્રકાશે (ભાસે) છે,ત્યારે “હું” (આત્મા) જ જગત રૂપે ભાસે છે.(૮)

 

अहो विकल्पितं विश्वमज्ञानान्मयि भासते । रूप्यं शुक्तौ फणी रज्जौ वारि सूर्यकरे यथा ॥९॥

જેમ,અજ્ઞાનને લીધે છીપલામાં ચાંદી ભાસે (દેખાય) છે, દોરડામાં સર્પ ભાસે છે,અને

--સૂર્યના કિરણોમાં જેમ  મૃગ-જળ ભાસે છે, તેમ,

--અજ્ઞાનથી જ કલ્પાયેલું જગત મારામાં (“હું” માં) ભાસે છે.(૯)

 

मत्तो विनिर्गतं विश्वं मय्येव लयमेष्यति । मृदि कुम्भो जले वीचिः  कनके कटकं यथा ॥१०॥

જેમ,માટીમાંથી બનેલો ઘડો માટીમાં, પાણીમાંથી ઉપજેલો તરંગ પાણીમાં અને,

--સોનામાંથી બનેલું કડું સોનામાં જ લય પામે છે (મળી જાય છે) તેમ,

--મારામાંથી (આત્મામાંથી) ઉદ્ભવ પામેલું જગત મારામાં જ (આત્મામાં જ) લય પામે છે.(૧૦)

 

अहो अहं नमो मह्यं विनाशो यस्य नास्ति मे । ब्रह्मादिस्तम्बपर्यन्तं जगन्नाशोऽपि तिष्ठतः ॥११॥

બ્રહ્માથી માંડીને તરણા (તૃણ) સુધીના જગતનો નાશ થાય છે પણ,

--“હું” (આત્મા) નો વિનાશ થતો નથી,તેવા

--આત્માને નમસ્કાર કરું છું, અહો,તે આત્મા કેટલો આશ્ચર્ય સભર છે ?!!  (૧૧)


अहो अहं नमो मह्यमेकोऽहं देहवानपि । क्वचिन्न गन्ता नागन्ता व्याप्य विश्वमवस्थितः ॥१२॥

અહો,હું મને એટલે કે મારામાં જ રહેલા “હું” (આત્મા) ને નમન કરું છું,

--હું દેહધારી હોવા છતાં “એક” જ છું (હું અને આત્મા એક જ છું),

--જે આત્મા,નથી કશે જતો કે નથી કશે આવતો,પરંતુ હું જગતને વ્યાપીને રહ્યો છે.(૧૨)

 

अहो अहं नमो मह्यं दक्षो नास्तीह मत्समः । असंस्पृश्य शरीरेण येन विश्वं चिरं धृतम् ॥१३॥

અહો, હું, મને એટલે કે મારામાં રહેલા “હું” (આત્મા) ને વંદન કરું છું,

--મારા (મારા આત્મા) જેવો કોઈ ચતુર નથી કે જેના વડે (જે આત્મા વડે)

--આ શરીર સાથે સંસર્ગ સાધ્યા વિના પણ આ વિશ્વ ચિરકાલથી ધારણ કરાયું છે (૧૩)


अहो अहं नमो मह्यं यस्य मे नास्ति किञ्चन । अथवा यस्य मे सर्वं यद् वाङ्मनसगोचरम् ॥१४॥ 

અહો, હું મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને નમસ્કાર કરું છું,

--જે “મારા” માં (આત્મામાં)  કાંઇ જ (કશુંય) નથી,અને (છતાં ય પણ)

--તે “મારા”માં (આત્મામાં) મન અને વાણી જેવા વિષયોરૂપ બધું યે છે (પણ ખરું) !! (૧૪)



      PREVIOUS PAGE
     NEXT PAGE