પ્રકરણ-૨-૧
જનક
કહે છે કે-
શું
હું નિર્દોષ,શાંત,જ્ઞાનરૂપ,અને પ્રકૃતિ થી પર છું ? પણ (અહો)
--આ
તો આશ્ચર્ય ની વાત છે કે-આટલા સમય સુધી હું મોહ વડે ઠગાયો છું !! (૧)
જેવી
રીતે આ દેહને એક માત્ર “હું” જ (આત્મા તરીકે) પ્રકાશમાન કરું છું,
--તેવી
રીતે જગતને પણ “હું” જ (આત્મા=પરમાત્મા –તરીકે) પ્રકાશમાન કરું છું. આથી,
--સમસ્ત
જગત મારું છે,(આત્મા તરીકે) અથવા મારું કંઈ નથી (સર્વ પરમાત્મા નું છે), (૨)
અહો,
જગત એ પરમાત્મા થી જુદું ના હોવા છતાં, (જે વાત આજે જાણી) પણ,
--આ
વાત જ્યાં સુધી જાણી નહોતી ત્યારે તે વખતે જગત ને સાચું જ માન્યું હતું.પરંતુ,
--હવે
ઉપદેશ ના જ્ઞાનથી તેનું મિથ્યાત્વ સમજાઈ ને તેમાં પરમાત્મા નું દર્શન થાય છે (૩)
જેમ
પાણી માંથી જ ઉત્પન્ન થયેલા તરંગો,ફીણ અને પરપોટા, એ પાણી થી જુદા નથી,
--તેમ
આત્મા માંથી બહાર નીકળેલું આ જગત આત્મા થી ભિન્ન નથી, (૪)
જેમ
વિચાર કરતાં જણાય છે કે-કપડું એ તાંતણારૂપ (દોરા રૂપ) છે એટલે કે,
--તાંતણા
થી જ કપડા નું અસ્તિત્વ છે,તાંતણા એ કપડા થી જુદા નથી, તેમ,
--આ
જગત પણ આત્મા નો જ અંશ છે.જગત આત્મા થી જુદું નથી. (૫)
જેમ
શેરડી ના રસમાં કલ્પિત રીતે પણ સાકર તો રહેલી
જ છે, અને,
--સાકર
માં શેરડી નો રસ કલ્પિત રીતે વ્યાપ્ત રહેલો જ છે, તેમ
--આત્મા
માં કલ્પાયેલું જગત આત્મા વડે જ વ્યાપ્ત રહે છે.
(૬)
જેમ
દોરડા ના અજ્ઞાનથી જ તે દોરડા માં (અંધારા ને લીધે) સર્પ નો ભાસ થાય છે,પરંતુ
--દોરડાનું
જ્ઞાન થતા જ (અજવાળું થતાં) તેમાં સર્પ ભાસતો નથી, તેમ,
--આત્માના
(સ્વ-રૂપના) અજ્ઞાન ને લીધે જગત ભાસે છે,પણ આત્મજ્ઞાન થતાં જગત ભાસતું નથી (૭)