Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૩


निःसङ्गो निष्क्रियोऽसि त्वं स्वप्रकाशो निरञ्जनः । अयमेव हि ते बन्धः समाधिमनुतिष्ठति ॥१५॥

તું અસંગ,અક્રિય (કોઈ પણ ક્રિયા વગરનો),સ્વયંપ્રકાશ અને નિર્દોષ છે.

--તું જે સમાધિ (સમાધિ–વગેરેની ક્રિયા)  કરી રહ્યો છે

--તે જ તારું બંધન છે (કેમ કે આત્મા તો અક્રિય છે) (૧૫)

 

त्वया व्याप्तमिदं विश्वं त्वयि प्रोतं यथार्थतः । शुद्धबुद्धस्वरूपस्त्वं मा गमः क्षुद्रचित्तताम् ॥१६॥

તારા વડે જ આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે,અને તારામાં જ આ વિશ્વ વણાયેલું છે,

--ખરી રીતે જોતાં તો તું શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ જ છે, માટે

--તારી ક્ષુદ્ર ચિત્તવૃત્તિને (મનથી હું બંધાયેલો છું તેવી ચિત્તવૃત્તિને) વશ ના થા (૧૬)

 

निरपेक्षो निर्विकारो निर्भरः शीतलाशयः । अगाधबुद्धिरक्षुब्धो भव चिन्मात्रवासनः ॥ १७॥

તું કશાની પણ ઈચ્છા વિનાનો,કોઈ પણ જાતના વિકારો વિનાનો,

--શાંત અંતઃકરણ વાળો,અગાધ (ઊંડી) બુદ્ધિવાળો,ક્ષોભ વગરનો. અને

--માત્ર ચૈતન્ય (આત્મા) માં જ નિષ્ઠા (વિશ્વાસ) રાખનારો થા.(૧૭)

 

साकारमनृतं विद्धि निराकारं तु निश्चलम् । एतत्तत्त्वोपदेशेन न पुनर्भवसम्भवः ॥१८॥

તું સાકાર (શરીર-વગેરે) ને ખોટું  માન,અને

--નિરાકાર “તત્વ” (આત્મા-પરમાત્મા) ને નિશ્ચલ માન,

--આ તત્વના જ્ઞાનથી સંસારમાં ફરી જન્મવાનો સંભવ રહેતો નથી.(૧૮)

 

यथैवादर्शमध्यस्थे रूपेऽन्तः परितस्तु सः । तथैवाऽस्मिन् शरीरेऽन्तः परितः परमेश्वरः ॥ १९॥

જેવી રીતે અરીસાની મધ્યમાં પ્રતિબિંબિત થયેલા,

--પ્રતિબિંબના રૂપની અંદર,બહાર,અને ચારે બાજુ માત્ર અરીસો જ રહેલો છે (બીજું કાંઇ નહિ) તેવી રીતે

--આ શરીરમાં પણ અંદર,બહાર અને ચારે બાજુ એ એક માત્ર ચૈતન્ય (ઈશ્વર) જ રહેલું છે.(૧૯)

 

एकं सर्वगतं व्योम बहिरन्तर्यथा घटे । नित्यं निरन्तरं ब्रह्म सर्वभूतगणे तथा ॥ २०॥

જેવી રીતે ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) અને બહાર રહેલું સર્વવ્યાપક આકાશ (મહાકાશ) એ એક જ છે,

--તેવી રીતે સમસ્ત પ્રાણી માત્રમાં (જીવ માત્રમાં) અંદર (આત્મા રૂપે) અને બહાર,

--નિત્ય,અવિનાશી,બ્રહ્મ (પરમાત્મા) રહેલું છે.(૨૦)

 

પ્રકરણ -૧-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE