પ્રકરણ-૧-૨
હું કર્મો નો કર્તા છું (હું –મારું શરીર-કર્મો નો કરનાર છે) એવા
--“અહંભાવ”
રૂપી મોટા કાળા સર્પ ના ઝેર વડે વડે દંશિત થયેલો (ડંસાયેલો) તું,
--“હું
કર્તા નથી” તે કથન પર વિશ્વાસ રાખી, તેવા વિશ્વાસરૂપી અમૃત ને પી ને સુખી થા (૮)
“હું
એક “આત્મા” છું (હું શરીર નથી) અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું” એવો નિશ્ચય કરી ને-તે
--“નિશ્ચયરૂપી
–અગ્નિ” વડે “અજ્ઞાનરૂપ- ગહન વન” ને સળગાવી દઈ,તું
--શોક
વગરનો (ચિંતા વગરનો) બનીને સુખી થા. (૯)
આ
જગત-રૂપી દોરડામાં, કલ્પનાથી (અજ્ઞાનથી) જેમ સર્પ નો ભાસ થાય છે,તેને તું,
--“હું
તો આનંદ-પરમાનંદ જ્ઞાન સ્વ-રૂપ છું” તેવા જ્ઞાન નો અનુભવ કરી,(તે ભાસ ને મિટાવી)
--જ્ઞાન
ના પ્રકાશમય રસ્તા પર સુખપૂર્વક વિહાર કર
(૧૦)
જે
પોતાને મુક્ત માને છે-તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે-
--એવી
જગત ની કિવદંતી (લોકવાદ) છે તે સાચી છે,
--જેની
જેવી મતિ (બુદ્ધિ) તેવી જ તેની ગતિ થાય છે.
(૧૧)
આ
આત્મા એ સાક્ષી,સર્વવ્યાપક,પૂર્ણ,એક,ચૈતન્યસ્વ-રૂપ,અક્રિય,અસંગ,નિસ્પૃહ અને શાંત (આનંદમય)
છે.
--પરંતુ
ભ્રમ (અજ્ઞાન-માયા) ને લીધે તે સંસારવાળો (શરીરવાળો) હોય તેમ ભાસે છે. (૧૨)
“હું
આભાસાત્મક (શરીર છું તેવો આભાસ) છું” એવા ભ્રમ ને અને,
--બાહ્ય
તેમજ અંદર ના ભાવો ને (સુખ-દુઃખ...વગેરે) છોડીને,
--પર્વતના
જેવા અચળ થઈને (કૂટસ્થ)-તું,
--અચળ,જ્ઞાનરૂપ,અદ્વૈતરૂપ
–આત્માનો જ વિચાર કર. (૧૩)
હે
પુત્ર, દેહાધ્યાસ રૂપી (હું શરીર છું-તેવા) બંધન વડે લાંબા સમયથી તું બંધાયો છે,
--તે
પાશ ને (બંધન ને) “હું જ્ઞાન-રૂપ છું” એવા
--“જ્ઞાન-રૂપી”
ખડગ (તલવાર) વડે છેદી (કાપી) નાંખી તું સુખી થા.
(૧૪)