Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે--૦૧


પ્રકરણ-૧


॥ जनक उवाच ॥

कथं ज्ञानमवाप्नोति कथं मुक्तिर्भविष्यति । वैराग्यं च कथं प्राप्तमेतद् ब्रूहि मम प्रभो ॥१॥ 

જનકરાજા,અષ્ટાવક્ર મુનિને પ્રશ્ન કરે છે –--મુક્તિ કેવી રીતે મળે?

--જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય?  (૧)


॥ अष्टावक्र उवाच ॥

मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत्त्यज । क्षमार्जवदयातोषसत्यं पीयूषवद् भज ॥२॥ 

અષ્ટાવક્ર મુનિ જવાબ આપતાં કહે છે કે-રાજન,જો તું મુક્તિને ઈચ્છતો હોય તો-

--વિષયોને (ઇન્દ્રિયોના વિષયોને) વિષ (ઝેર) જેવા સમજી ને છોડી દે.અને

--ક્ષમા,સરળતા,દયા,સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કર (૨)

 

न पृथ्वी न जलं नाग्निर्न वायुर्द्यौर्न वा भवान् । एषां साक्षिणमात्मानं चिद्रूपं विद्धि मुक्तये ॥ ३॥

તું પંચમહાભૂત (પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ) નથી કે

--તું પંચમહાભૂતથી બનેલું શરીર પણ નથી,(તું વિશુદ્ધ આત્મા છે) તેથી  

--મુક્તિના માટે આ બધાના સાક્ષી-રૂપ (તારામાં) રહેલા આત્માને જાણ (૩)

 

यदि देहं पृथक् कृत्य चिति विश्राम्य तिष्ठसि । अधुनैव सुखी शान्तो बन्धमुक्तो भविष्यसि ॥ ४॥

જો તું આત્માને શરીરથી (દેહથી) છુટો પાડીને--આત્મામાં જ સ્થિર થઇને રહેશે તો-

--હમણાં જ તું સુખી,શાંત અને બંધનથી મુક્ત બનીશ.(તને મુક્તિ મળશે) (૪)


न त्वं विप्रादिको वर्णो नाश्रमी नाक्षगोचरः । असङ्गोऽसि निराकारो विश्वसाक्षी सुखी भव ॥ ५॥ 

તું કોઈ વર્ણ (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય,શૂદ્ર) નથી,તું કોઈ આશ્રમી (બ્રહ્મચર્યાશ્રમ-વગેરે) પણ નથી,અને

--તું ઇન્દ્રિયો (આંખ-કાન-વગેરે)થી પામી શકાય તેવો નથી.પણ,

--તું તો “અસંગ”-“નિરાકાર” અને આખા વિશ્વનો “સાક્ષી” છે–એમ વિચારીને સુખી થા (૫)

 

धर्माधर्मौ सुखं दुःखं मानसानि न ते विभो । न कर्तासि न भोक्तासि मुक्त एवासि सर्वदा ॥ ६॥

ધર્મ અને અધર્મ,સુખ અને દુઃખ –તો મનને લાગે છે-તને નહિ,

--તું તો કર્તા (કર્મોનો કરનાર) નથી કે ભોક્તા (ફળનો ભોગવનાર) પણ નથી.

--એટલે તને કોઈ બંધન નથી,--પણ તું તો સદા-સર્વદા (હંમેશ) માટે મુક્ત જ છે.(૬)

 

एको द्रष्टासि सर्वस्य मुक्तप्रायोऽसि सर्वदा । अयमेव हि ते बन्धो द्रष्टारं पश्यसीतरम् ॥७॥

તું સર્વનો એક માત્ર દ્રષ્ટા (સાક્ષી-રૂપે જોનાર) છે,અને તેથી તું સર્વદા મુક્ત જ છે.પણ,

--તું,પોતાને (આત્માને) દ્રષ્ટા તરીકે જોવાને બદલે,બીજાને દ્રષ્ટા તરીકે જુએ છે,

--તે જ તારા બંધનનું કારણ છે (૭)



     NEXT PAGE