Oct 28, 2011

ધર્મ ના નામે અધર્મ
ભારત માં વેદો ,ઉપનિષદો,પુરાણો,ગીતા વગેરે પુસ્તકો  અને ધર્મ અને આત્મબોધ ના જ્ઞાનને
લગતી ઘણી બધી અમૂલ્ય માહિતી હયાત છે.
તેમ છતાં તેના પ્રત્યે લક્ષ્ય અપાતું નથી.!!!

ભૂતકાળ માં લગભગ આવું જ બનેલું હશે.

જયારે જયારે આવી પરિસ્થિતિ સર્જાણી
ત્યારે ત્યારે ધર્મ ના ઓઠા હેઠળ અધર્મ ફાલી ઉઠે છે.

ધર્મ ના નામે --વેદો,પુરાણો અને ગીતાના નામે ---
ધર્મ ઠગો પોતાના લોભ અને લાલચ ઘુસાડી દે છે.

નવા નવા દેવો,દેવીઓ ,વૈભવી મંદિરો અને વૈભવી આશ્રમો ની રચના કરી
વૈભવી જીવન જીવતા લોકો નો એક વર્ગ ઉભો થઇ જાય છે.

સનાતન અને નિત્ય સત્યો નું  "અગ્નિ તેજ" આવ ધર્મ ઠગો નું માધ્યમથી ઢંકાઈ જાય છે.

પ્રજ્વલિત અગ્નિ ના અંગારા પર રાખ જામી જાય છે.

અને લોકો આવા ધર્મ ઠગોના અધર્મૃરૂપી  ધર્મને સાચો માનવા લાગે છે.

આવે વખતે ખૂબ જ વિરલ વ્યક્તિત્વ જેવાકે બુદ્ધ.મહાવીર કે શંકરાચાર્ય જેવા
આવીને અંગારા ની રાખ પર ફુંકો મારી સનાતન સત્યો ના અગ્નિને ફરીથી સ્થાપિત કરે છે.

પણ ફરી પાછું ઉપર બતાવ્યું તેમ જ થોડા ક જ  સમય માં અંગારા પર ફરીથી રાખ વળવી
ચાલુ થાય છે.અને ફરીથી ધર્મઠગો નો લોભ અને લાલચ છવાઈ જાય છે.........

અત્યારે હાલ ની પરિસ્થિતિ પણ આવી જ છે!!

આવે સમયે માનવી માં અસંખ્ય પ્રશ્નો ઉભા થાય છે........

આવા અસંખ્ય પ્રશ્નો ની હારમાળાઓ કંઇક આવી હશે?

--ઈશ્વર ક્યાં છે? ઈશ્વર છે?
   અને જો તે હોય તો દેખાતા કેમ નથી?

--આટઆટલા  જુદા જુદાજુદા ઈશ્વરો કેમ?
  ઈશ્વરના આટઆટલા મંદિરો કેમ?
   શું મંદિરો માં ઈશ્વર વસી શકે? અને જો વસી શકતા હોય તો કયા ઈશ્વર સાચા?
 
--ઈશ્વર પાસે જો આખી દુનિયા નો વૈભવ હોય તો તેને માટે-તેના મંદિર માટે  આટલા ફંડ ફાળા કેમ
  ઉઘરાવવા પડે છે?

--મંદિર માં ઈશ્વરનું અને મંદિરના પુજારીઓ નું આવું વૈભવી જીવન કેમ?

--મંદિરમાં બેઠેલા ઈશ્વરને જોવા જવા ટીકીટ ના પૈસા કેમ?

--ભગવાને આટલી અસમાનતા ઓ પેદા કેમ કરી ?
  કોઈની પાસે અઢળક પૈસા તો કોઈની પાસે ખાવાના સાંસા?

--આવી રીતે જગત ક્યાં સુધી ચાલશે?જગત પેદા કેમ થયું ? અને અન્ત ક્યારે?

--આ પાપ અને પુણ્ય શું છે?તેની કોને રચના કરી?
   પાપી ઓ નું સુખી જીવન અને પુણ્યશાળીઓ નું દુઃખી  જીવન કેમ?

--જો આત્મા અને પરમાત્મા એક જ (અદ્વૈત) હોય તો પછી --
   પાપ અને પુણ્ય ,નીતિ અને અનીતિ,ધર્મ અને અધર્મ એવ ભેદ ને સાચા કેમ માની શકાય?

--આપણી પાસે જે છે તે બીજાને આપી પરોપકાર શું કામ કરવો?

--આપણી પાસે જે વસ્તુ નથી તે જો બીજાની પાસે હોય તો તેને રહેંશીનાખી -મારી નાખી તે વસ્તુ
  શા માટે ના લઇ લેવી?
  જો પૈસાદારો નો પ્રાણ લેવો તે પાપ હોય તો જયારે તેમની સંપતિ આપણા હાથ માં આવે તો
   તે પુણ્ય ના કહેવાય?

--એક પશુ બીજા પશુને મારીને ખાય છે ...અરે માનવી તે પશુ ને મારી ને ખાય છે....
   છતાં આવા જીવો સુખી કેમ હશે?પાપી સુખી કેમ?

--મરણ પછી જો યમદંડ ભોગવવાનો હોય તો અત્યારે તેની શી ચિંતા?
   આપણે મરી જઈએ પછી ફળ ભોગવવા આપણે ક્યોં રહેવાના છીએ?

--આ જન્મ માં આપણને ગયા જન્મ નું કોઈ જ સ્મરણ થતું નથી તો પછી આ
  પુનર્જન્મ નું ચક્કર શું સાચું હશે?

--પુનર્જન્મ ની અત્યારે શું કામ ચિંતા કરવી?મ્રત્યુ ની ચિંતા શું કામ?
  આત્મા ના ઉદ્ધાર ની શું કામ ચિંતા?

--શુભ મુહુર્તો અને શુભ સમય જોઈને થએલા લગ્નો છતાં જગતમાં વિધવા ઓ કે વિધુરો કેમ?
  સંતતિ વગરના આટઆટલા યુગલો કેમ?

આવા આવા અનંત પ્રશ્નો જોઈ ને વધારાના  પ્રશ્ન થયા વગર રહેતા નથી............

કે આવા પ્રશ્નો કેમ ઉભા થાય છે?અને આ પ્રશ્નો નું નું સમાધાન શું?

સત્ય નું અજ્ઞાન (સત્ય જ્ઞાન નો અભાવ) પ્રશ્નો ઉભા કરે છે.

સત્ય નું જ્ઞાન પ્રશ્નો નું સમાધાન કરે છે.અને

આત્મા નું જ્ઞાન --આત્મ "સ્વ-રૂપ" ની ઓળખાણ - એ જ સત્ય જ્ઞાન છે.

સર્વ સુખો નો ભંડાર આ જ્ઞાન છે જેને
આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન કહી શકાય કેમકે તે બંને એક જ છે.

અને આ જ્ઞાન મેળવવા બહુ આઘાપાછા કે દોડવાની જરૂર નથી......

માત્ર "હું કોણ છું?" તેનો વિચાર કરવાની જરૂર છે.
વિચાર કરીને નિર્ણય લેવાની જરૂર છે.

અને આ નિર્ણય માં સર્વ પ્રશ્નો  અને જવાબો સમાઈ જાય છે--
અને સર્વ પ્રશ્નો અને જવાબ નો નિકાલ થઇ જાય છે.

આપણા આધ્યાત્મ શાસ્ત્રો માં આ સત્ય જ્ઞાન વિષે વર્ણન છે.
એટલે આ શાસ્ત્રો એક સાધન કહી શકાય.

ધર્મ ઠગો એ ઉભું કરેલું કે તેમણે બનાવેલું જ્ઞાન તે સાચું નથી.
માત્ર તેમના ખિસ્સા ભરવા માટે તેમણે જે જ્ઞાન બનાવ્યું છે તે
સત્ય જ્ઞાન કેમ હોઈ શકે?

"સ્વ-ધર્મ" કે જે સાચો ધર્મ છે -સત્ય છે-

તેને બદલે
આ ધર્મ ની ઓઠે --ધર્મ ના નામે-

ધર્મ ઠગો ના -લોભ અને લાલચ ના બનેલ

આવા અત્યારના પ્રચલિત વૈભવી ધર્મો-મંદિરો-ઈશ્વરો -આશ્રમો નો
બનાવેલ ધર્મ -ને

ધર્મ કહેવો કે અધર્મ કહેવો ?????????

અનિલ શુક્લ -૨૦૧૧