Nov 2, 2011

PAGE-5-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
આ લોક માં શ્રીગુરુ (સદગુરૂ) ની કૃપા વિના “પર-બ્રહ્મ” નો અપરોક્ષ અનુભવ થતો નથી.
“વેદ નાં વાક્યો થી અંતકરણ શુદ્ધ થઇ જશે,અને પોતાની મેળે જ જ્ઞાન પ્રગટશે” એવું માની,
સદગુરૂ ની શી જરૂર છે ? તેવું માનવું યોગ્ય નથી.
કારણકે સદગુરૂ ને શરણે જનારો પુરુષ જ (તેનું અભિમાન છૂટી જવાથી) પરબ્રહ્મ ને જાણે છે,
એવું વેદે પોતે જ કહ્યું છે.(૪૪-૪૬)
આ સંસાર માં સદગુરૂ જ જ્ઞાન આપનારા છે,તેમના ચરણે બેસવાથી અહમ નો વિનાશ થાય છે,અને
તેમની પાસે થી બ્રહ્મ ને અને જીવાત્મા ની એકતા જાણી, દ્રશ્ય જગત ને મિથ્યા સમજી,
અદ્વૈત બ્રહ્મ માં સ્થિતિ કરવી. કે જે “બ્રહ્મ” “આત્મા-રૂપે” પણ દરેક માં સદા રહેલ છે.
(અપરોક્ષ-પણે તે અનુભવાય છે) અને તે “બ્રહ્મ” દ્વૈત-ભાવથી રહિત,ચૈતન્યમય છે. (૪૭-૪૮)
આ લોકમાં વેદાંતો,એ અદ્વૈત ચૈતન્ય નું જ પ્રતિપાદન કરે છે, દ્વૈત –જડ (મિથ્યા)- નું નહિ.કેમકે,
અદ્વૈત-ચૈતન્ય.(વસ્તુ) સુખ-રૂપ છે અને દ્વૈત,(જડ-મિથ્યા) વસ્તુ દુઃખ-રૂપ છે.   (૪૯)
આમ, વેદાંતોએ તે બંને-ચૈતન્ય (અદ્વૈત) તથા જડ (દ્વૈત) નો વાસ્તવિક દ્રષ્ટિએ,યુક્તિથી અભ્યાસ કરી,
નિર્ણય કર્યો છે. માટે અદ્વૈત જ સદા સત્ય છે અને દ્વૈત સદા મિથ્યા છે (એવું તું જાણ)  (૫૦)
શુદ્ધ પરમાત્મા માં આ અશુદ્ધ,માયામય,દૃશ્ય સંસાર ના જ હોઈ શકે,માટે જેમ છીપ માં ભ્રાંતિ થી દેખાતું રૂપું,
ખોટું જ છે,તેમ પરમાત્મા માં અજ્ઞાનથી જણાતું આ “જગત મિથ્યા” જ છે.(કારણ કે મૂળથી જ નથી,)
તેથી તેના (જગતના) પોતાનામાંથી તેનું “સત્-પણું” (હોવા-પણું) હોય જ નહિ,
(અથવા, અસત્ નું સત્-પણું હોય જ નહિ,)
વળી “દ્વૈત-રૂપ” આ જગત,જ્ઞાન-દ્વારા બાધિત (મિથ્યા સાબિત) થઇ શકે છે.તેથી પણ તે “સત્” નથી,
અને (વળી પાછું) પ્રત્યક્ષ દેખાય છે એટલે “અસત્” નથી,

પણ સત્ હોય તે અસત્ ના હોઈ શકે અને અસત્ હોય તે સત્ ના હોઈ શકે-એટલે- આમ પરસ્પર વિરુદ્ધ હોવા થી તે,જગત “અનિર્વાચ્ય” (કોઈ રીતે કહી ના શકાય તેવું) જ છે. (૫૧-૫૩)


TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE