Nov 2, 2011

PAGE-6-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
જે પરમાત્મા પ્રથમ થી એક જ હતા,પણ,
તેમણે પાછળ થી આ જગત સર્જી ને તેમાં “જીવ-રૂપે” (આત્મા-રૂપે) પ્રવેશ કર્યો,
માટે તે પરમાત્મા (આત્મા-જીવ-રૂપે) તું જ છે.
તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે,છતાં પોતાના એ “આત્મા” રૂપ ને ભૂલી જઈ,
અત્યંત “જીવ-પણા” (હું-પણા-શરીર-પણા) ને પામ્યો હતો.
પરંતુ હવે જ્ઞાન થયા પછી,એ જ તું –અદ્વૈત,આનંદ-રૂપ,માત્ર ચૈતન્ય-સ્વરૂપ,
શુદ્ધ,સામ્રાજ્ય ને પામેલો “પરમાત્મા”  છે.
અજ્ઞાન-દશા માં તારામાં જીવ-પણું (હું-પણું) ભાસતું હતું,કર્તા-પણું વગેરે જે ભાસતાં હતાં,
તેનો હવે જ્ઞાન-દશામાં વાસ્તવિક રીતે વિચારતાં સમજાશે કે તે સઘળું મિથ્યા છે.(૫૩-૫૬)
આ સંબંધે વેદમાં કહેલું અપૂર્વ દૃષ્ટાંત તું સાંભળ.
ગાંધાર દેશમાં એક ધનવાન પુરુષ સદાકાળ પોતાના શરીર ને મહા કિંમતી રત્નો થી શણગારી ને રહેતો.
કોઈ એક વેળા તે પોતાના ઘરના આંગણા માં ગફલત થી સૂતો હતો,ત્યારે તેના રત્નો અને દાગીનાઓથી
લલચાઈ ને ચોર લોકો ત્યાં આવ્યા. (૫૭-૫૮)
તે ચોરો તેને ત્યાંથી પાસેના ગીચ વન માં લઇ ગયા અને તેના દાગીના પડાવી લઇ તેની આંખે પાટા બાંધી, હાથ-પગ દોરીથી બાંધી, તેને એ જંગલ ની ઝાડીઓ માં જ ફેંકી દઈ,ત્યાંથી રવાના થઇ ગયા.
તે જંગલ ની ઝાડીઓમાં કાંટા,વીંછીઓ.સર્પો,વાઘ વગેરે છવાયેલી હતી.
તેના શરીર ને પ્રતિકૂળ આવા બધાથી તે ધનવાન પુરુષ ભયાતુર થયો. (૮૯-૬૧)
તે શરીર ને સહેજ પણ હલાવતો ત્યારે તેના અંગો કાંટા થી વીંધાઈ જતા હતાં,તેથી તે કોઈ પણ
શારીરિક ચેષ્ટા કરવામાં પણ અસમર્થ થઇ પડ્યો,અને ભૂખ,તરસ,તાપ,વાયુ,અગ્નિ અને અત્યંત તપાવનાર,
તાપોથી તે તપી રહ્યો. (૬૨)
આ રીતે બંધનમાંથી છુટવા અને પોતાના ઘેર પહોંચવાની ઇચ્છાવાળો તે મનુષ્ય અત્યંત દુઃખ ને પામીને

તે કેવળ બૂમો પાડતો ત્યાં એ જ સ્થિતિ માં થોડો સમય રહ્યો. (૬૩)

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE