Feb 24, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૮

એક રીતે જોવા જતાં આ યોગ-માર્ગ સુલભ છે.(માર્ગ-૧)
(મનના) “સંકલ્પ” નું “સંતાન” 
(સંકલ્પ=“મન”સંકલ્પ કરે છે-હું આમ કરીશ તો આમ થશે-કે આટલું ફળ મળશે- તે-
સંતાન =કે જેને વિષયો(સ્વાદ-વગેરે),કામ-ક્રોધ વગેરે ના નામથી બોલાવી શકાય,તે)
જયારે મરી જાય છે-ત્યારે-“સંકલ્પ” ને પોતાનું આ સંતાન મરી ગયાનું દુઃખ(શોક) થાય છે,

અને એમાં પણ જયારે
--આ  (મનનો) “સંકલ્પ”જયારે “વિષયો (સ્વાદ-વગેરે) લય પામ્યા છે” એવી વાત સાંભળે-અને
--ઇન્દ્રિયો (મુખ-વગેરે) ને નિયમિત પણે (વૈરાગ્યથી) વર્તતી જુએ-ત્યારે –
તેનું હૃદય ફાટી જાય છે,અને પ્રાણ છોડે છે.( (મનના) સંકલ્પની સમાપ્તિ થાય છે).

બીજી રીતે આ જ વાત કહીએ તો-
“બુદ્ધિ” માંથી જયારે (મનના) “સંકલ્પ” નો નાશ થાય છે, તેની સાથે જ  –
“સંકલ્પ” થી પેદા થતી (ઉત્પન્ન થતી) “વાસનાઓ” પણ તેની સાથોસાથ  નાશ પામે છે,અને ત્યારે
“બુદ્ધિ” ને “ધૈર્ય” (ધીરતા) પ્રાપ્ત થાય છે, અને –આ-
“બુદ્ધિ” ને જયારે “ધૈર્ય” (ધીરતા) નો આશ્રય મળ્યો-એટલે તે “મન” ને પણ ધીરે ધીરે ખેંચી લાવી અને
આ જ માર્ગ પર ચડાવે છે. આ રીતે -“ધૈર્ય બુદ્ધિ” –ધીરે ધીરે આત્મ-સ્વ-રૂપ માં સ્થિર થાય છે.

જો આ માર્ગ સાધ્ય થઇ ન શકતો હોય તો તેનાથી પણ એક બીજો સહેલો માર્ગ છે.(માર્ગ-૨)

સાધકે –સહુ પ્રથમ એક નિયમ યાદ રાખવાનો-કે કરેલો નિશ્ચય (બુદ્ધિથી કરેલો નિશ્ચય) કદી છોડવો નહિ.
આવા નિશ્ચયથી જો –ચિત્ત  (મન) સ્થિર થાય તો અનાયાસે જ કાર્ય સિદ્ધ થઇ જાય છે.

પણ જો એમ પણ ન થઇ શકે તો, તે ચિત્ત (મન) ને ખુશીથી સ્વતંત્ર વર્તન કરવા દેવું,(માર્ગ-૩)
આવી રીતે સ્વતંત્ર થયા પછી-તે જયાં જ્યાં જશે ત્યાંથી
“નિશ્ચય”(બુદ્ધિ) તેને પાછું ખેંચી લાવશે. અને એ રીતે- સ્થિરતાનો અભ્યાસ થઇ જશે. (૨૪-૨૫-૨૬)

આ રીતે મનને જયારે સ્થિરતાનો એક વખત અનુભવ થાય છે-પછી-
એ જ પ્રકારે જયારે જયારે ફરીથી મનને એવી જ સ્થિર દશા પ્રાપ્ત થાય છે-ત્યારે તે સહજતાથી
આત્મસ્વ-રૂપની નિકટ આવે છે.અને તેમાં તદ્રુપ (મળી) જાય છે.સ્થિરતા થાય છે.
આ સ્થિરતાની સ્થિતિમાં –ઘટાકાશ અને મહાકાશ એક થાય છે,દ્વૈતમાંથી અદ્વૈત થાય છે
જીવ આત્મ-સુખ  (પરમાત્મ-સુખ)માં ડૂબી જઈ બ્રહ્મ-સ્વરૂપ બની જાય છે..(૨૭)

મનમાંના સંકલ્પ-વિકલ્પો છોડીને જે લોકો આ સુલભ–યોગની અદભૂત સ્થિરતાની સ્થિતિનો,
પુષ્કળ અનુભવ લઇ અને અનંત સુખી થયા છે,અને આ સુખના સતત સંસર્ગથી-
બ્રહ્મ-સ્વરૂપ (આત્મ સ્વ-રૂપ) સુધી પહોંચી ગયા છે-તે-
આત્મા અને પરમાત્માના આ મિલન પછી-પરમાત્માથી છૂટા થઇ શકતા નથી.
(જેવી રીતે મીઠું પાણીમાં ઓગળી જાય પછી તેને પાણીથી છુટું પડી શકાતું નથી તેમ)

નિશ્ચય બુદ્ધિથી મનના સંકલ્પ-વિકલ્પો દૂર કરી સ્થિરતા પ્રાપ્ત કરવાનો -આ યોગ -
પણ  જો કઠિન લાગતો હોય તો શ્રીકૃષ્ણ એક બીજો ઉપાય બતાવે છે..(માર્ગ-૪).(૨૮)

કે જેમાં પણ-બુદ્ધિનું પ્રાધાન્ય છે.(મુખ્ય રીતે બુદ્ધિનો ઉપયોગ છે)

સામાન્ય રીતે-કે  (સામાન્ય-બની ગયેલા!!!) જ્ઞાનથી બધા સમજે છે-કે આત્મા-એ-પરમાત્મા છે,
એ વિષે કોઈ વાદ નથી-કે જગત અને ઈશ્વર ઓતપ્રોત છે-આ “તત્વ” છે-અને-
સાધકની “બુદ્ધિએ” આ “તત્વ” ગ્રહણ કરવું જોઈએ (બુદ્ધિએ સ્વીકારવું-સમજવું જોઈએ)

જે રીતે પોલાણનું અસ્તિત્વ –આકાશને લીધે –કે-પ્રવાહીનું અસ્તિત્વ પાણીને લીધે છે-
તે રીતે જ –જે મનુષ્ય સમજી જાય કે-પરમાત્મા સર્વ વ્યાપક છે-અને-
અનેક વ્યક્તિઓના –અનેક્ત્વ –જોવા છતાં –
જે મનુષ્યના અંતઃકરણમાં (બુદ્ધિ માં) અનેક્ત્વ ઉત્પન્ન થતું નથી- તે-
મનુષ્ય અને ઈશ્વર એક –જ  છે.

એટલે કે –ટૂંકમાં જેને (જે આત્માને) સર્વ જગ્યાએ –સર્વમાં પરમાત્મા દેખાય છે-
તે આત્મા –પરમાત્મા જ થઇ ગયો છે-અને “પરમાનંદ” ને પ્રાપ્ત થઇ ગયો છે..(૨૯-૩૦)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE    
       INDEX PAGE