Apr 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૩

પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) –એ બંને અનાદિ (આરંભનું મૂળ તત્વ) છે.
-જેમ.છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા સ્વરૂપની સાથે જ લાગેલી હોય છે,-કે--જેમ.બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાંની ઉત્પત્તિ એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.

બહુ સરળતાથી સમજવા માટે –આગળ જે ક્ષેત્ર (ખેતર) કહ્યું 
–તે સર્વની “પ્રકૃતિ: સમજવી –અને-જેને ક્ષેત્રજ્ઞ કહ્યો-તેને “પુરુષ” સમજવો.
નામો જુદા જુદા છે-પણ એ નામો દ્વારા –જેનું નિરૂપણ (વર્ણન) કરવાનું છે-તે વસ્તુ ભિન્ન (જુદી) નથી.
જેની સત્તાનો કદી નાશ નથી, તેને “પુરુષ” કહે છે. અને
જેની સત્તા-ના યોગથી –જે જે –“ક્રિયા”ઓ થાય છે-તેને “પ્રકૃતિ” કહે છે.

વિકારો (મન,બુદ્ધિ,ઇન્દ્રિયો-વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ પ્રકૃતિમાંથી ઉપજે છે.
અને તે વિકારો અને ગુણોના દ્વારા કર્મો થતા રહે છે.(૨૦)

પ્રકૃતિમાં -સહુ પ્રથમ ઈચ્છા,ઈચ્છામાંથી બુદ્ધિ અને બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે.
બુદ્ધિ-ફળપ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને પોતપોતાનાં કર્મમાં પ્રવૃત કરે છે.
આમ-ફળપ્રાપ્તિ માટે જે ઉપાય (કર્મ) કરવામાં આવે છે-તેને “કાર્ય” કહે છે.

આ રીતે –ઉપર બતાવ્યા મુજબ-પ્રકૃતિ જ પ્રબળ ઈચ્છાની સહાય થી બુદ્ધિ ને જાગ્રત કરી,
તેના (બુદ્ધિના) દ્વારા સર્વ વ્યવહાર કરાવે છે.
માટે-કાર્ય,કર્તૃત્વ અને કારણ-એ ત્રિપુટીનું મૂળ પ્રકૃતિ જ છે.
અને આમ આ ત્રણે ભેગાં થતાં-પ્રકૃતિ “ક્રિયારૂપ” થાય છે.

હવે –તે-પ્રકૃતિમાં –જે- ગુણ (સત્વ,રજસ,તમસ) ની વધારે પ્રબળતા હોય –
તે ગુણ પ્રમાણે -તે –પ્રકૃતિ-ક્રિયા –કરે છે.
--જે કર્મ –સત્વગુણ-માંથી ઉપજે છે-તેને -સત્કર્મ-કહે છે.
--જે કર્મ –રજોગુણ –માંથી ઉપજે છે-તેને-મધ્યમ-કે-કામ્ય-કર્મ કહે છે.
--જે કર્મ –તમોગુણ-માંથી ઉપજે છે-તેને-નિષિદ્ધ-(ધર્મ વિરુદ્ધ)-કર્મ કહે છે.

આ પ્રમાણે-પ્રકૃતિ(માં) થી જ –સારાં અને ખરાબ (માઠાં) કર્મો ઉત્પન્ન થાય છે.
અને તે કર્મો દ્વારા –સુખ-દુઃખ-થાય છે.
--સારાં કર્મો (સત્કર્મો) થી સુખ પેદા થાય છે-અને
--ખરાબ (માઠાં) કર્મોથી દુઃખ  પેદા થાય છે.
અને શરીરમાં રહેલો પુરુષ (આત્મા-પરમાત્મા) આ સુખ-દુઃખને ભોગવે છે.

જ્યાં સુધી પ્રકૃતિ –વ્યાપાર કરે છે-ત્યાં સુધી-સુખ-દુઃખ ઉત્પન્ન થતાં રહે છે-અને
પુરુષ –તે ભોગવે છે. (ભોગવવાં પડે છે).(૨૧)

કેવું આશ્ચર્ય?!!.....કેવો ચમત્કાર ?!!!!
--કે સ્ત્રી (પ્રકૃતિ) રળે છે (કમાય છે) અને પુરુષ (પરમાત્મા-બ્રહ્મ) સ્વસ્થ બેસીને ખાય છે.
--સ્ત્રી (પ્રકૃતિ) અને પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) નો કદી સંબંધ પણ થતો નથી,અને-
  તો પણ સ્ત્રી (પ્રકૃતિ) માંથી જગત ઉત્પન્ન થાય છે !!!!!! 

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE