Apr 14, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૦-અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ

અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ
આગળના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-
જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-
તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે) પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવનો લોક”એટલે કે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે.
જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.

આ રીતે જ્ઞાન (બ્રહ્મ-જ્ઞાન-સત્ય નું જ્ઞાન-પરમાત્માનું જ્ઞાન) એ મોક્ષ આપે છે-એમાં શંકા નથી,
પુસ્તકો વાંચીને આવું જ્ઞાન તો સર્વે ને છે-પણ બધા મુક્ત થઇ શકતા નથી, મુક્ત થતા નથી-
કારણકે –આ જ્ઞાનના માટે અંતઃકરણ –એવું શુદ્ધ હોવું જોઈએ-કે –જેથી તે જ્ઞાનને ગ્રહણ કરી
પોતાના માં (પોતાના અંતઃકરણ માં) સ્થિર કરી શકે.

શ્રીકૃષ્ણે પોતાના વિવેચનથી એમ દર્શાવ્યું છે-કે-
વૈરાગ્ય વગર જ્ઞાન ટકતું નથી. (વૈરાગ્ય વગર અંતઃકરણ શુદ્ધ થતું નથી)
હવે પ્રશ્ન એ થાય છે-કે-વૈરાગ્ય મનમાં શી રીતે પ્રવેશે ?
તો એના માટે –એક સરસ દૃષ્ટાંત છે.
જમવા બેઠેલો કોઈ મનુષ્ય ને “ભોજન માં ઝેર નાખવામાં આવ્યું છે” એવી ખબર પડતાં જ-
તે થાળી છોડીને ઉભો થઇ જાય છે-તેને ભોજન પ્રત્યે વૈરાગ્ય ઉપજે છે-

તે જ પ્રમાણે-આ સર્વ સંસાર કે જે ક્ષણે ક્ષણે બદલાય છે (એટલે કે જે સંસાર અનિત્ય છે)-
એમ જાણી -સંસાર અસત્ય (મિથ્યા) છે-એવો દૃઢ નિશ્ચય જયારે કોઈ મનુષ્યને થાય-
ત્યારે વૈરાગ્ય તે મનુષ્યની પાછળ પડે છે.(વૈરાગ્યને –તે પછી ધક્કા મારી ને પણ હટાવી શકાતો નથી)
એટલે કે વૈરાગ્ય અંતઃકરણમાં પ્રવેશ કરે છે. અને –આમ અંતઃકરણ શુદ્ધ થવાથી જ્ઞાન તેમાં ટકે છે.

સંસાર અસત્ય છે-સંસાર મિથ્યા છે-
આ ૧૫ મા અધ્યાયમાં -શ્રીકૃષ્ણ આ વાત ને સમજાવવા વૃક્ષનું રૂપક (દૃષ્ટાંત) આપે છે.
ખૂબ જ કુશળતાથી “સંસાર-વૃક્ષ” નું વર્ણન કરી-સંસાર મિથ્યા છે-એ સમજાવે છે.
(માત્ર-૨૦ શ્લોક ના –આ અધ્યાય ને કડકડાટ બોલી જનાર અસંખ્ય મનુષ્યો જોવા મળે છે-પણ-
આ અધ્યાયનો ગૂઢ સંદેશ કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે !!!)

સામાન્ય રીતે સામાન્ય-વૃક્ષનાં મૂળ જમીન માં હોય છે અને શાખાઓ (વિસ્તાર) ઉપર હોય છે,
પણ આ વિલક્ષણ (ચમત્કારિક)  વૃક્ષ ઉલટું છે. તેનાં મૂળ ઉપરની બાજુએ છે.(ઉર્ધ્વમુલ)
અને વિસ્તાર (ડાળીઓ) નીચેની બાજુએ છે-તથા તે સમસ્ત આકાશમાં વ્યાપ્ત છે.(વિસ્તરેલું છે)
જેનું નામ આપ્યું છે—સંસાર-વૃક્ષ.

કલ્પના કરવાની છે-કે –સંસાર-વૃક્ષના મૂળ ઉપરની બાજુએ છે.
પણ -આ વૃક્ષને કંઈ જમીન ઉપરથી ઉખેડી નાખવામાં આવ્યું નથી!!!
કે નથી જમીન ઉપરથી ઉખેડીને ઉલટું કરવામાં આવ્યું !!!

પણ-આ કલ્પિત સંસાર-વૃક્ષનાં મૂળ ઉપર તરફ -પરમાત્માને જોડાયેલાં છે.
અને એટલે જ તે લીલુંછમ રહે છે, અને તે સુકાઈ જતું નથી.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  

            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE