Oct 1, 2013

Sat-Sloki-Gujarati-02

શત-શ્લોકી-02-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ કોઈ ચતુર બુદ્ધિવાળો કીડો પોતાની ચારે બાજુ કાંટાની કોટડી બનાવી,જીવતાં સુધી એની
સાથે જ રહી,વ્યવહાર કરવા માટે બધી ચેષ્ટા ઓ કરે છે,
તેમ જીવ પણ અનેક આચરણો (કર્મો) થી એકઠાં  થયેલાં પ્રારબ્ધ કર્મો વડે,સ્થૂળ દેહ બનાવી એમાં જ રહે છે અને હંમેશાં એ દેહ સાથે જ પૃથ્વી પર (જન્મ લેવા) માટે આવે છે. (૬)

જેમ પોતાનું પેટ ભરવા વાઘનો વેશ ધારણ કરતો માણસ ભોળા  લોકો ને ડરાવે છે,પણ,
તે માણસ પોતે “હું વાઘ છું” એમ માનતો નથી,પણ તે વાઘ ના વેશ નો સાક્ષી જ હોય છે,કે
જેમ કોઈ નાટકિયો પુરુષ સ્ત્રી નો વેશ ધારણ કરે છે પણ તે પુરુષ “હું સ્ત્રી છું” એમ માનતો નથી,
સ્ત્રીના વેશ થી તે જુદો જ છે,અને સ્ત્રીના વેશ નો સાક્ષી માત્ર છે,
તેમ શરીર માં રહેલા આત્માનો અનુભવ થતાં તે (આત્મા) શરીર થી જુદો જ છે,
અને તે આત્મા સાક્ષી-માત્ર છે તે સમજાય છે.  (૭)

જેમ પોતાનું બાળક લાંબા વખતથી રોતું હોય તો એણે છાનું રાખવા,તેની માતા તેને
દ્રાક્ષ,ખજુર,કેરી,કેળાં વગેરે આપી તેને શાંત કરે છે,
તેમ અનેકવાર જન્મ-મરણ થવાથી ઉપજેલા અજ્ઞાનના ના સંસ્કાર થી અતિ મૂઢ થયેલા,અને
વશ માં ના રહેતા ચિત્ત ને સમજાવવા અનેક ઉપાયો નું ઉપનિષદો એ સાચી રીતે જ્ઞાન આપ્યું છે.(૮)

જેના (જે આત્મા ના) ઉપરની પ્રીતિ ને લીધે જ (જે આત્મા ના આનંદ ને લીધે જ) માણસને પોતાનો
દેહ,સ્ત્રી,પુત્ર, વગેરે વસ્તુઓ પ્રિય લાગે છે, આત્મા સિવાય ની વસ્તુઓ (જેમ કે મૃતદેહ) એ શોક નું જ
સ્થાન છે,આથી આ વસ્તુઓ એ આત્મા થી વધારે પ્રિય હોઈ શકે જ નહિ,
જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તે આત્મા ના આનંદ ને માટે  (આનંદમય જીવન માટે)
પોતાની સ્ત્રી,બાળકો કે પોતાના શરીર ને પણ આપી દે છે.
માટે સમજુ માણસે,સર્વ થી વધારે પ્રિય આત્મા ની જ ઉપાસના કરવી જોઈએ,બીજા ની નહિ.(૯)

આ જગતમાં કોઈ વિષય થી (ઇન્દ્રિય ના વિષયથી) જયારે સુખ મળે છે ત્યારે તે વિષય માં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને જયારે કોઈ વિષય થી દુઃખ થાય છે ત્યારે તે વિષય પર અપ્રીતિ થાય છે.
કોઈ વિષય હંમેશ માટે પ્રિય હોતો નથી કે હંમેશ માટે અપ્રિય હોતો નથી.
ક્યારે પ્રિય અપ્રિય થાય છે અને અપ્રિય પ્રિય થાય છે-તે સમજાતું નથી.
ત્યારે આ જગતમાં હંમેશ માટે સૌથી વધારે પ્રિય હોય એવી એક માત્ર- આત્મા- નામની વસ્તુ છે. (૧૦)
આ જગતમાં શ્રેય (કલ્યાણ કારક) અને પ્રેય (મનગમતી વસ્તુ) –આ બંને ના બે પ્રકારો છે.
(૧) કામ્ય શ્રેય અને કામ્ય પ્રેય. (૨) આત્યંતિક શ્રેય અને આત્યંતિક પ્રેય

(૧) કામ્ય-શ્રેય (સ્વર્ગ ના સુખભોગ) અને કામ્ય-પ્રેય (સ્ત્રી-પુત્ર વગેરે)-વ બંને દુઃખ નાં જ કારણ છે અને
થોડા સમય માં જ નીરસ જણાય છે. છતાં અજ્ઞાનીઓ તેને જ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.પરંતુ
(૨) આત્યંતિક શ્રેય (હંમેશ માટે કલ્યાણકારક) તથા આત્યંતિક પ્રેય (હંમેશા ગમે તેવી વસ્તુ) તો
માત્ર બ્રહ્મ જ છે.અને સૌથી શ્રેષ્ઠ નિત્ય સુખ નું સ્થાન છે.
તેથી તત્વ વેતા જ્ઞાનીઓ તેને જ (બ્રહ્મને જ) ચાહે છે.
આ વાત કઠોપનિષદ ની છઠ્ઠી વલ્લી માં કહેલી છે.     (૧૧)



PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE