Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જેમ કોઈ મહારાજા,અગિયાર દરવાજા-વાળા મહેલમાં રહે,તેમ
આ જીવાત્મા આગિયાર દ્વારવાળા દેહમાં રહે છે.ત્યાં ઇન્દ્રિયો નો સમુદાય તેની સેવામાં હાજર રહે છે,
અને એ દેહ-રૂપ ઉપાધિ માં રહી ને તે વિષય-ભોગો  ને ભોગવે છે. (૪૪૮)

પોત-પોતાના દેવો ની પ્રેરણા થી,મન અને જ્ઞાનેન્દ્રિયો  તથા કર્મેન્દ્રિયો પોતપોતાનું કામ કરવામાં
નિયમિત રહે છે,અને જેમ નોકરો પોતાના સ્વામી ને સેવે,તેમ કાળજીથી આ જીવાત્મા ને સેવે છે.(૪૫૯)

મહા-બુદ્ધિમાન આ જીવાત્મા,જે (શરીર) માં રહીને,સ્થૂળ વિષયો ને ભોગવે છે,અને “હું-મારું” એવું
અભિમાન કરે છે,તે એની “જાગ્રત અવસ્થા” કહેવાય છે. (૪૫૦)

સમશી નો અભિમાની “વૈશ્વાનર” અને વ્યષ્ટિ નો અભિમાની “વિશ્વ”-એ બંનેને
પહેલાંની પેઠે એક જ માન્યા છે. (૪૫૧)

સ્થૂળ,સૂક્ષ્મ અને કારણ નામના પ્રપંચો –કે જે પહેલાં કહ્યા છે,
તે બધા મળી ને એક મહા-પ્રપંચ થાય છે,એ મહાપ્રપંચ થી યુક્ત જે ચૈતન્ય છે-તે,
તેમ જ વિશ્વ-પ્રાજ્ઞ-આદિ લક્ષણો વાળાં-વિરાટ થી ઈશ્વર સુધીનાં-જે ચૈતન્યો જુદા જુદા નામે કહ્યાં-તે,
બધાં ખરી રીતે તો “એક” જ ચૈતન્ય છે.(૪૫૨-૪૫૩)

એટલે એકંદરે,આદિ-અંત રહિત,અવ્યક્ત,અજ્નામાં અને અવિનાશી જે “એક જ” ચૈતન્ય છે,
તે જ ચૈતન્ય
--જયારે મહા પ્રપંચ ની સાથે (લોઢા ની સાથે મળેલા અગ્નિ” ની પેઠે) મળેલું હોય છે,
ત્યારે વિદ્વાનો તેને “સર્વ ખલ્વિદં બ્રહ્મ” (આ બધું બ્રહ્મ છે)-એ વાક્ય નો “વાચ્યાર્થ” કહે છે.અને,
--જયારે મહાપ્રપંચ સાથે મળેલું હોતું નથી,ત્યારે તેને “સર્વ ખલ્વિદં બ્રહ્મ” નો “લક્ષ્યાર્થ” કહે છે.(૪૫૪-૪૫૫)

આત્મા અને અનાત્મા નો વિવેક

હે વિદ્વાન,સ્થૂળ શરીર થી માંડી અજ્ઞાન સુધી ના કાર્ય તથા કારણ-રૂપ લક્ષણ વાળું,
આ સર્વ “દૃશ્ય-જગત” “અનાત્મા” છે એમ તારે જાણવું. (૪૫૬)

અને અંતઃકરણ તથા તેની વૃત્તિઓ ને કેવળ સાક્ષી-રૂપે જોનાર,નિત્ય,તથા વિકાર વિનાનું,
જે “શુદ્ધ-ચૈતન્ય” છે, તે જ “આત્મા” છે, એમ સૂક્ષ્મ બુદ્ધિ થી તુ સમજી લે. (૪૫૭)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE