Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આત્મા-રૂપ (સત્ય) વસ્તુને તેથી જુદા (અસત્) સ્વરૂપે ગ્રહણ કરવી (જોવી),
એ “અધ્યાસ” તો સર્વ અનર્થો નું બીજ છે.
તેથી જ “ક્લેશોની પરંપરા-રૂપ લક્ષણવાળા” આ “સંસાર” માં પડવાનું થાય છે. (૪૯૮)

અધ્યાસ થી જ સંસાર દેખાય છે,પણ અધ્યાસ નાશ પામતા તે દેખાતો નથી જ.
આ બંને વાતને તું “સંસાર માં બંધાયેલા” અને “સંસાર થી છુટેલા” પુરુષો માં તું સ્પષ્ટ જોઈ શકશે.(૪૯૯)

પુરુષ ને “પ્રવૃત્તિ”થી સંસારમાં બંધાયેલો તારે સમજી લેવો,અને “નિવૃત્તિ” થી મુક્ત સમજવો,
“પ્રવૃત્તિ”  એ જ “સંસાર”  છે,અને “નિવૃત્તિ”  એ જ “મોક્ષ”  છે.  (૫૦૦)

આત્મા નો આ અધ્યાસ, એ મિથ્યા અજ્ઞાન ને જ આગળ કરી ને થયેલો હોય છે,તે લગભગ જુઠ્ઠો છે,
તો પણ દોરડીમાં દેખાતા સર્પ ની પેઠે,સંસાર ને વિસ્તારે છે. (૫૦૧)

પ્રશ્ન----જીવ ની પેઠે પરમાત્મા ને કેમ બંધન નથી?

જીવ ની પેઠે પરમાત્મા ને ઉપાધિ નો સંબંધ તો સરખો જ છે,
તો પણ એ બંને ની ઉપાધિમાંથી –પરમાત્મા ની ઉપાધિ માં ઘણો તફાવત છે.અને
તેથી જ પરમાત્મા ને બંધન નથી,અને તેનું (બંધન નું) કોઈ કાર્ય પણ નથી.  (૫૦૨)

શુદ્ધ “સત્વગુણ” જેમાં મુખ્ય છે,એવી “માયા” આ “પરમાત્મા” ની “ઉપાધિ” છે.
જેમાં એમને “અલ્પતા” (ઓછા-પણું) હોતી નથી.સત્વગુણ ની જ ઉત્કૃષ્ટતા (વધુ-પણું) રહે છે.
તેથી તેમને બંધન નથી.અને એ માયા એ કરેલો લેશમાત્ર પણ વિક્ષેપ (આકર્ષણ) નથી. (૫૦૩)

“દેવ”-પરમાત્મા સર્વજ્ઞ છે,તેમનો જ્ઞાન-વૈભવ ક્યાંય અટકેલો નથી.
તેથી જ એ પ્રભુ પોતે,પોતાના સ્વ-ભાવ થી નિશ્ચળ રહી,પોતાની માયા નો આશ્રય કરીને,
સ્વતંત્ર વૃત્તિએ,પોતાની ઇચ્છાથી,જગત ની ઉત્પત્તિ,પાલન,સંહાર,સર્વમાં પ્રવેશ,સર્વ ને વશ રાખવાં,
વગેરે સર્વ પ્રકાર નો વ્યાપાર કરે છે. અને પોતાની શક્તિથી,
રજોગુણ તથા તમોગુણ-બંને ને પોતાનામાં પ્રવેશતા અટકાવી ને જ ક્રીડા કરે છે. (૫૦૪)


તેથી એ રજોગુણ અને તમોગુણ એ પરમેશ્વરને આવરણ કે વિક્ષેપ કરી શકતા નથી.
ઉલ્ટા,એ પરમાત્મા જ તે રજોગુણ અને તમોગુણ ની પ્રવૃત્તિ માં કે નિવૃત્તિમાં સ્વતંત્ર છે.
અને એ પોતાની ઈચ્છા અનુસાર એ ગુણો ને બધે જોડે છે-કે-રોકે છે. (૫૦૫)

એને જ શ્રુતિ “ધીકર્મ”કહે છે.(એટલે કે –રજોગુણ અને તમોગુણ ને પોતાની ઈચ્છા અનુસાર જોડવા કે રોકવા
એ પરમેશ્વરનું જ્ઞાન-પૂર્વક નું કર્મ છે-એમ વેદ કહે છે)
કારણકે કોઈને નિગ્રહ(શિક્ષા) કે કોઈને અનુગ્રહ (કૃપા) કરવો તે  અથવા તો-
રજોગુણ થી કોઈનું આવરણ કરવું કે-તમોગુણ થી કોઈનો વિક્ષેપ કરવો તે-પરમેશ્વર ની શક્તિ છે.(૫૦૬)

હરકોઈ મનુષ્ય માં સત્વગુણ ઓછો થવાથી,રજોગુણ અને તમોગુણ ની પ્રબળતા થાય છે.
જીવ ની ઉપાધિમાં તથા જીવમાં એ રજોગુણનું તથા તમોગુણ નું કાર્ય વધારે બળવાન હોય છે.(૫૦૭)

એણે લીધે જ આ જીવ ને બંધન છે,અને આ સંસાર પણ તેણે જ કરેલો (બનાવેલો) પ્રાપ્ત થયો છે,

જેમાં એ જીવ હમેશાં વારંવાર દુઃખ ને જુએ છે. (૫૦૮)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE