Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪૬

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જેને લીધે આ બધા અનર્થો અને જન્મ,મરણ,રોગ,ઘડપણ –વગેરે દુઃખો પ્રાપ્ત થાય છે.
તે અધ્યાસ-રૂપ બાધા શાથી આવે છે? તેનું કારણ હું કહું છું,તે મન ને એકાગ્ર કરીને તુ સાંભળ.(૪૮૭)

આ અવિધા જ આત્મા ને ઉપાધિ રૂપ છે.એ અવિદ્યા ની બે મોટી “શક્તિઓ” છે.
વિક્ષેપ અને અનાવરણ.---આ બે શક્તિઓને લીધે આત્મા ને સંસાર લાગુ થયો છે. (૪૮૮)

“આવરણ” એ “તમોગુણ” ની શક્તિ છે.આત્મા ને ઢાંકી દેવાનું એ જ આવરણ નું કારણ છે.
એણે જ મૂળ અવિદ્યા કહી છે.જેને લીધે જગત મોહિત થયું છે. (૪૮૯)

મનુષ્ય વિવેક્વાળો હોય,અત્યંત યુક્તિકુશળ હોય,આત્મ-તત્વ ને સાંભળી ચુક્યો હોય અને પંડિત હોય,
તો પણ આ “આવરણ શક્તિ” થી તેની જ્ઞાન-દૃષ્ટિ એવી ઢંકાઈ જાય છે કે-
જેથી પોતાના હૃદય માં રહેલા આત્મા ને તે જાણી શકતો નથી. (૪૯૦)

“વિક્ષેપ” એ રજોગુણ ની શક્તિ છે.એ જ પુરુષ ને નિત્ય પ્રવૃત્તિ કરવામાં કારણ-રૂપ બને છે,
આ વિક્ષેપ-શક્તિ જ સ્થૂળ શરીર થી માંડી લિંગ-શરીર સુધીના “કેવળ ખોટા-સર્વ પદાર્થો ને”
સત્ય-સ્વરૂપ આત્મામાં ઉત્પન્ન કરે છે.  (૪૯૧)

જેમ પ્રમાદ(આળસ) વિનાના મનુષ્ય ને પણ નિંદ્રા ઢાંકી (દબાવી) દે છે,
તેમ આ શક્તિ (આવરણ-વિક્ષેપ) પણ પ્રત્યગાત્મા (આત્મા) ને ઢાંકી દે છે,
આવરણ શક્તિ જયારે અંદર (બુદ્ધિમાં) ફેલાય છે,ત્યારે વિક્ષેપ શક્તિ ને ઢાંકી દે છે. (૪૯૨)

“આવરણ” નામની આ મોટી શક્તિ છે,તેને લીધે મનુષ્ય નું નિર્મળ સ્વરૂપ ઢંકાઈ જાય છે,
એટલે મોહ ને લીધે મનુષ્ય, “અનાત્મ-બુદ્ધિ” ને  “આ હું જ છું”એવી “આત્મ-બુદ્ધિ” કહે છે. (૪૯૩)

જેમ સ્વપ્ન માં દેખાતા શરીરમાં “આ હું છું” એમ પોતાના આત્મા-પણાની બુદ્ધિ કરે છે,
તેમ,મનુષ્ય જાગ્રત અવસ્થામાં પણ
જન્મ,નાશ,ભૂખ,તરસ,શ્રમ-વગેરે અનાત્મા ના ધર્મોને “આત્મા” માં આરોપે છે. (૪૯૪)

મનુષ્ય “વિક્ષેપ” શક્તિ થી પ્રેરણા પામે છે,ત્યારે શુભ-અશુભ બંને પ્રકારનાં કર્મો કરે છે.
અને તે કર્મો દ્વારા ગ્રહણ કરેલાં તેનાં ફળ ને ભોગવ્યા કરે છે.
અને એમ સંસાર સમુદ્રમાં ભટક્યા કરે છે.  (૪૯૫)

આ “અધ્યાસ” ના દોષ ના લીધે જ પ્રત્યગાત્મા (આત્મા) ને સંસાર-રૂપ પ્રબળ બંધન આવ્યું છે,
જેને લીધે,ગર્ભવાસ,જન્મ,મરણ-વગેરે ના કલેશના ભય થી તે નિરંતર પીડાય છે. (૪૯૬)

“અધ્યાસ” એટલે જે વસ્તુ જે સ્વરૂપમાં હોય,તેને તેથી જુદા (વિપરીત) સ્વરૂપે ગ્રહણ કરવી (જોવી),
આ “અધ્યાસ” સ્વાભાવિક ભ્રાંતિ નું મૂળ છે અને સંસાર નું પ્રથમ કારણ છે. (૪૯૭)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE