Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

વ્યષ્ટિ-લિંગ શરીર (તેજસ)

છૂટાં છૂટાં “અનેક જ્ઞાન” નો વિષય થતાં એ જ “લિંગ શરીર” - “વ્યષ્ટિ લિંગ શરીર-રૂપે” થાય છે.
એ વ્યષ્ટિ-લિંગ-રૂપ-ઉપાધિવાળા અને “ચૈતન્ય ના આભાસ” થી યુક્ત,”ચૈતન્ય” ને “તૈજસ” કહે છે.
એ તેજોમય-અંતઃકરણ રૂપ ઉપાધિ થી યુક્ત છે,તેથી તેને “તૈજસ” કહે છે. (૩૯૦-૩૯૧)

આ તૈજસ નું શરીર પણ સ્થૂળ શરીર કરતાં અત્યંત સૂક્ષ્મ હોય છે,
એથી એના એ શરીર ને “વ્યષ્ટિ-સૂક્ષ્મ-શરીર” માન્યું છે.અને
તૈજસ,જાગ્રત અવસ્થાના સંસ્કારો-મય હોય છે,તેથી જ એવું એ (વ્યષ્ટિ-લિંગ) શરીર કહેવાય છે. (૩૯૨)

વળી એ તૈજસ,સ્વપ્ન માં, જાગ્રત અવસ્થા ની વાસનાઓએ કલ્પી કાઢેલા,સૂક્ષ્મ પદાર્થો-રૂપી વિષયોને,
અંતઃકરણની સૂક્ષ્મ વૃત્તિઓ દ્વારા ભોગવે છે. (૩૯૩)

ઉપર દર્શાવેલાં “સમષ્ટિ અને વ્યષ્ટિ-લિંગ શરીરો” સમાન જ છે.
તેથી પૂર્વ ની પેઠે તેઓ નો “અભેદ” જ સમજવો.
કારણકે જેની “જાત” એક હોય-તેમાં ભેદ ક્યાંથી હોય?  (૩૯૪)
એમ એ સમષ્ટિ અને વ્યષ્ટિ-રૂપ ઉપાધિ એક જ છે,તેથી એ બંને ના
“અભિમાની”  “સૂત્રાત્મા” તથા “તૈજસ” ને પણ પૂર્વ ની પેઠે એક જ માન્યા છે. (૩૯૫)

સ્થૂળ-પ્રપંચ (પંચીકૃત-પંચીકરણ)

આ રીતે શાસ્ત્રો થી સંમત “સૂક્ષ્મ-પ્રપંચ” નો પ્રકાર કહ્યો.
હવે જે “સ્થૂળ-પ્રપંચ” નો પ્રકાર કહેવાય છે તે તુ સાંભળ.  (૩૯૬)

એ જ આકાશ-વગેરે “સૂક્ષ્મ-ભૂતો”   “પરસ્પર મળી ને”  “પંચીકૃત”  “સ્થૂળ ભૂતો”  બને છે.
તેનો ક્રમ-તું સાંભળ (૩૯૭)

આકાશ વગેરે પાંચ-ભૂતોમાં ના પ્રત્યેક ભૂત ના
--સરખા-બે-બે  ભાગે કરવા. પછી,
--પ્રથમ અર્ધ ભાગ ને છોડી દઈ ને બીજા અર્ધભાગ ના ચાર-ચાર ભાગ કરવા.
--તે ચાર-ચાર  ભાગ માંથી,એક-એક ભાગને,પોત-પોતાના અર્ધા ભાગ સિવાયના પ્રથમ જુદા રાખી મુકેલ,
  (બીજા મહાભૂતો ના) એક-એક  અર્ધા ભાગમાં અનુક્રમે ઉમેરવા,
--આમ કરવાથી પાંચે-ભૂતો ના તે પાંચ-પાંચ ભાગો બને છે.
--અને “પોતપોતાના અર્ધા ભાગ સિવાયના” બીજા ચાર-ભૂતો ના જે ચાર ભાગો પોતાને મળ્યા હોય,
  તેઓ સાથે જોડાઈ ને આ પાંચ-મહાભૂતો “સ્થૂળ-પણા”  ને પામે છે.
આનું નામ “પંચી કરણ” કહેવાય છે.

આ પંચીકરણ પ્રમાણિક નથી એવી શંકા ન કરવી,કારણ કે “ત્રિવૃત્કરણ” ની પ્રસિદ્ધ શ્રુતિ
આ પંચીકરણ ને જ જણાવે છે. (૩૯૮-૪૦૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE