Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૮

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

બ્રહ્મ અને જીવમાં –જે વિરોધ જણાય છે –તે ઉપાધિ (માયા) ની વિશેષતા ના લીધે જ કરાયેલો છે.
પરંતુ એ બંનેની એકતાનું ‘જ્ઞાન’ થતાં,ઉપાધિ ની વિશેષતા દૂર થાય છે.
અને પછી એ બંને માં કોઈ વિરોધ રહેતો જ નથી.

જીવ અને બ્રહ્મ ની ઉપાધિ,એ ઉપાધિથી યુક્ત-પણું,એ ઉપાધિના ધર્મો અને પરસ્પર વિલક્ષણતા-
એ બધું ‘ભ્રાંતિ’ ને લીધે કરાયું છે.
ખરી રીતે સ્વપના માં જોયેલા પદાર્થો,જેમ જાગ્રત અવસ્થામાં સાચા નથી,
તે જ પ્રમાણે,જીવ-બ્રહ્મ ને તે ઉપાધિ વગેરે નો સંબંધ જુઠો જ છે.(અને તે બંને જુદા નથી)

જેમ નિંદ્રામાં સ્વપ્ન આવતાં તે સ્વપ્ન માં ઉત્પન્ન થયેલું શરીર-તેના ધર્મ,સુખ-દુઃખ,વગેરે પ્રપંચ -જુઠું છે,
તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ તે બધું- અને- જીવ-ઈશ્વર ભેદ- વગેરે જુઠો જ છે.
તેને કોઈ કાળે સત્ય કરી શકાતો નથી.

વળી માયાથી કલ્પાયેલા,દેશ,કાળ,જગત,ઈશ્વર-વગેરે નો ભ્રમ પણ તેવી જ રીતે મિથ્યા છે.
અને આમ ઈશ્વર અને જીવ-એ બંને માં કોઈ ભેદ નથી અને તે એકબીજાથી જુદા નથી.(૭૬૨-૭૬૪)

દ્રષ્ટા-દૃશ્ય-દર્શન –વગેરે ભેદો કેવળ ભ્રમથી જ ઉત્પન્ન થયેલા છે, અને તેને લીધે,
સ્વપ્ન કે જાગ્રત-એ બંને અવસ્થાઓમાં કોઈ કાળે વિશેષતા દેખાતી નથી,
આથી જેમ સ્વપ્ન મિથ્યા છે તેમ જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે. (૭૬૫)

સ્વપ્ન તથા જાગ્રત એ બંને અવિદ્યાનાં કાર્ય છે,અને તેથી બંને સમાન જ છે,
કેમકે,દ્રષ્ટા-દૃશ્ય-દર્શન –ની કલ્પના બંને માં સરખી જ છે. (૭૬૬)

સુષુપ્તિમાં એ બંને (સ્વપ્ન-જાગ્રત) અવસ્થાઓ હોતી નથી,એમ બધા લોકો અનુભવે છે,
માટે એ બંને (સ્વપ્ન-જાગ્રત) માં તફાવત નથી,અને તેથી જ તે બંને ખોટી છે. (૭૬૭)

હે,વિદ્વાન શિષ્ય,સજાતીય આદિ લક્ષણવાળો ભેદ-બ્રહ્મ વિષે ભ્રાંતિ થી જ કરાય છે,
ખરી રીતે ત્રણે કાળે પણ બ્રહ્મ વિષે કોઈ ભેદ નથી. (૭૬૮)
શ્રુતિ પણ ‘જ્ઞાની પુરુષ બ્રહ્મ વિષે બીજું કંઈ જોતો નથી’ એમ કહી દ્વૈત વસ્તુ નો નિષેધ કરે છે,
અને તે ‘પરબ્રહ્મ માં ભ્રમ થી કલ્પેલું બધું મિથ્યા જ છે,’ તે સમજાવવા માટે જ કહે છે. (૭૬૯)

બ્રહ્મ સદા અદ્વિતીય છે,તેથી જ વિકલ્પ કે ભેદ થી રહિત,ઉપાધિ રહિત,નિર્મળ,નિરંતર,આનંદ થી વ્યાપ્ત,
નિસ્પૃહ,ચેષ્ટા રહિત,કોઈ પણ સ્થાનથી રહિત અને –એક- જ છે. (૭૭૦)

તે બ્રહ્મ માં કોઈ જાતનો ભેદ નથી,ગુણો જણાતા નથી,વાણી ની પ્રવૃત્તિ નથી,મન ની પ્રવૃત્તિ નથી.
જે કેવળ,પરમ શાંત,અનંત-આદિથી જ રહેલ છે,અને માત્ર તે આનંદ-સ્વરૂપ,અદ્વિતીય હોઈ
સત્ (હયાતી) રૂપે જ પ્રકાશે છે.(૭૭૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE