Jun 12, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૨

તુકારામ મહારાજ ઈશ્વરના અનન્ય ભક્ત હોવા છતાં,તેમના જીવનમાં ઘણું દુઃખ આવ્યું હતું,
એક વખત ગામના લોકોએ તેમને ગધેડા પર બેસાડી ને ફેરવ્યા,છતાં તુકારામ મહારાજ સ્વસ્થ રહ્યા.લોકો તાળીઓ પાડે ને ખુશ થાય ,તુકારામ તેમને તાળીઓ પાડતાં જોઈ ને ખુશ થાય.સંત નું આ લક્ષણ છે,એમને પોતાનો કદી વિચાર આવતો જ નથી.સાધુ ની સાધુતા ને કોઈ સીમા નથી,જયારે દુષ્ટો ની દુષ્ટતા કોઈ વાર હદ વટાવી જાય છે.

દુષ્ટ લોકોએ તેમની પત્ની ને જઈ કહ્યું કે- તમારા પતિ નો વરઘોડો નીકળ્યો છે,જોવા જેવો છે.એમ કહી તેમની પત્ની ને બહાર લઇ આવ્યા.પતિને ગધેડા પર બેઠેલા જોઈ પત્ની ને બહુ દુઃખ થયું.

તે રડવા લાગ્યા.ત્યારે હસતાં-હસતાં તુકારામ મહારાજ કહે છે કે-
આ કંઈ ગધેડું નથી,આ તો ગરુડ છે,મારા ભગવાન નું વાહન.મારા ભગવાને આજે પ્રસન્ન થઈને અને મને
તેના પર બેસવા માટે મોકલ્યું છે.
સંતો અને ભગવાન નો એવો નાતો છે કે-સંતો નો બોલ ભગવાને રાખવો પડે છે.
તુકારામની પત્ની જુએ છે તો,તેમના પતિ ગધેડા પર નહિ પણ ગરુડ પર સવાર છે,
પ્રસન્ન થઇ તેમની પત્નીએ ગરુડ ને પુષ્પ-માળા પહેરાવી.

આમ,પરમાત્મા ને યાદ રાખીને જે જીવે તે કદી અહંકાર ને વશ થતો નથી,કે તે દુઃખી થતો નથી.
કષ્ટો સહન કરવાની તેનામાં શક્તિ આવે છે,અને દુઃખ ને તે સુખથી,સ્વીકારી સુખેથી જીવે છે.

મનુષ્ય,હંમેશાં પુણ્ય નો હિસાબ રાખે છે,કોઈ ગરીબને એકાદ ફદિયુ આપ્યું હોય તો યાદ રાખે છે,
પણ કદી પાપનો હિસાબ રાખતો નથી.મોજ-શોખ અને ભોગ-વિલાસ માં કેટલું ખર્ચ કરે છે તેનો હિસાબ રાખતો નથી.

સુગ્રીવ રામની કૃપાથી,કિષ્કિંધા નો રાજા બન્યો,પછી રામનો ઉપકાર ભૂલી ગયો,એને યાદ નથી આવતું કે-
રામે મારું કામ કર્યું પણ મારે રામનું કામ કરવાનું બાકી છે,સીતાજી ની ભાળ કાઢવાની બાકી છે.
રામજી ને દુઃખ થયું છે,એ જાણી ને લક્ષ્મણે ધનુષ્ય-બાણ ઉપડ્યા ને કિષ્કિંધા તરફ જવા તૈયાર થયા.
શ્રીરામ,લક્ષ્મણ ના મુખ પર નો ક્રોધ જોઈ સમજી ગયા કે-લક્ષ્મણ જરૂર કંઈક આડું-અવળું કરી બેસશે,
એટલે તેમણે લક્ષ્મણ ને કહ્યું કે-સુગ્રીવ ને આપણે મિત્ર માન્યો છે,એટલે તેને મારતો નહિ.

બધા ભૂલે,પણ હનુમાનજી રામજી નો ઉપકાર ભૂલ્યા નહોતા.તેમેન ચારે તરફ દૂતો ને રવાના કરી દીધા હતા,અને તમામ વાનરો ને કિષ્કિંધા માં હાજર થવાનો હુકમ કરી દીધો હતો,એટલે તમામ વાનરો ભેગા થયા હતા,લક્ષ્મણજી ને આ વાતની ખબર નહોતી,તેમણે ધનુષ્ય નો ટંકાર કર્યો,એટલે બધા વાનરો ભાગાભાગ કરવા લાગ્યા.અંગદ આ જોઈ ને દોડતો આવ્યો,ને લક્ષ્મણ ના પગમાં પાડ્યો,સુગ્રીવ ની તો તેમની પાસે જવાની હિંમત જ નહોતી.એણે હનુમાનજી ને કહ્યું કે-ગમે તે કરી લક્ષ્મણ ને ટાઢા પાડો.

હનુમાનજી એ તેમની મધુર વાણીથી,લક્ષ્મણ જી ને શાંત કર્યા.ને એમને મહેલ માં લઇ આવ્યા.
સુગ્રીવ તેમાંના પગમાં પડ્યો.શ્રીરામના શબ્દો ને યાદ કરી ને લક્ષ્મણે તેનો અપરાધ માફ કર્યો.અને
બધા રામજી ની પાસે આવ્યા.સુગ્રીવે રામજી ના ચરણમાં માથું નમાવી,પોતાનો અપરાધ કબૂલ કરતાં કહ્યું કે-અતિસુખ અને ભોગ-વિલાસ જોઈ ને દેવો ને ઋષિ-મુનિઓ નાં મન પણ ચંચળ થાય છે,તો હું તો
ચંચળ મન નો વાનર છું.આપની માયા અતિ-પ્રબળ છે,ને માનવી ને ભૂલ-ભૂલામણી માં નાંખી દે છે.
આ સાંભળી ને રામજીએ તેનો અપરાધ માફ કરતાં કહ્યું કે-ભાઈ,તમે તો મને ભરત-સમાન પ્રિય છો.

પ્રભુ જેને અપનાવે છે તેને પોતાનો જ કરી નાખે છે,પોતાનું સર્વસ્વ તેને દઈ દે છે.
ગીતાજી માં ભગવાન એટલે કહે છે કે-પાંડવોમાં હું ધનંજય છું.(એટલે હું અર્જુન સ્વરૂપ છું)
ભક્તો સાથે ભગવાન ની આટલી એકતા છે.

સુગ્રીવ સાથે વાત-ચીત ચાલતી હતી ત્યારે જ ચારે બાજુ થી વાનરો નાં ટોળેટોળાં ત્યાં આવતાં દેખાયાં.
વાનરો હજારો ની સંખ્યામાં છે,ગણ્યા ગણાય નહિ તેટલા વાનરો જોતજોતામાં ભેગા થઇ ગયા.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE