Sep 28, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૪૩

મહાત્માઓ ની સાથે વિચાર કરીને,તથા શરીર-વગેરે જેવા “અનાત્મ-પદાર્થો” નો વિનાશ કરીને
જયારે બુદ્ધિ થી “પરમાત્મ-તત્વ”: જાણવામાં આવે ત્યારે,મોહ ક્ષીણ થાય છે,
અજ્ઞાન-રૂપી ગાઢ વાદળાં દૂર થાય છે,અને “શાસ્ત્ર-વાક્યો” થી જાણેલા “વિશાળ-પરમ-તત્વ” નો
પોતાનામાં જ અનુભવ થાય છે.

અને આ પ્રમાણે જયારે થાય છે ત્યારે,પુરુષને જગત નું આ જે “ભ્રમણ” છે,તે “રમણ” સમાન થાય છે.
(એટલે કે-આ સંસારમાં રહેવાનું (ભ્રમણ) એ આનંદમય (રમણ) બની જાય છે)

હે,રામ,પોતાનું “ચૈતન્ય-મય સ્વ-રૂપ” જયારે “અનાત્મ-પદાર્થો” ને દૂર કરવા થી સ્વચ્છ થાય અને“અગાઉ ની સઘળી બુદ્ધિ ની વૃત્તિઓ” શાંત થઇ અને બ્રહ્માકાર બને, અને એવી શાંત (શુદ્ધ) બુદ્ધિ થી,જયારે પરમ-તત્વ નો અનુભવ થાય,ત્યારે,તે પુરુષનું,આ સંસારમાં જે “ભ્રમણ” છે તે “રમણ” સમાન જ થાય છે,

વળી,નિર્મળ થયેલી બુદ્ધિથી પરમતત્વ ની પ્રાપ્તિ થાય પછી,એ જ્ઞાની ને લાગે છે કે-“ચેતના વગરનો જે દેહ છે-તે રથ છે,”ઇન્દ્રિયોની ગતિ” તે ઘોડાની ચાલ છે,મન એ દોરી છે, અનેસમાધિ-કાળમાં “પરમાત્મા-રૂપ” વ્યવહાર-તથા-વ્યવહાર ના કાળમાં “ઉપાધિ-રૂપ”એવો હું,એ (શરીર-રૂપ) રથમાં બેસીને,આનંદ-રૂપ વિષયોમાં ફરવાની મોજ કરું છું”     અને આવો મનુષ્ય જે આ પ્રમાણે વિચાર કરે છે ત્યારે-તે પુરુષનું,
આ જગતમાં જે “ભ્રમણ’ છે તે એક જાતના “રમણ” સમાન જ થાય છે.

(૧૩) વૈરાગ્યાદિ ગુણો અને શમ નું વર્ણન
(શમ=મન પર નિયંત્રણ કરવાની શક્તિ અને તેથી મળેલ શાંતિ)

વશિષ્ઠ કહે છે કે-ઉત્તમ બુદ્ધિવાળા આત્મ-જ્ઞાની પુરુષો,આવો (પરમ-તત્વ નો) નિશ્ચય રાખીને,
આ સંસારમાં મોટા ચક્રવર્તી રાજા ની પેઠે વિચરે (ફરે) છે.
તેઓ શોક કરતા નથી,કશું ઇચ્છતા નથી,શુભ કે અશુભ કશું માગતા નથી,અને-
સઘળું કરે છે છતાં કશું કરતા નથી.

ત્યાગવાના વિચારો (ત્યાજ્ય પક્ષ) થી કે સ્વીકારવાના વિચારો (ગ્રાહ્ય પક્ષ) થી રહિત થયેલા,અને,
પોતાના “આત્મ-સ્વ-રૂપ” માં જ સ્થિર રહેલા એવા લોકો-
નિર્લેપ (અનાસક્ત) રીતે રહે છે,નિર્લેપ રીતે કર્મ કરે છે,
અને લૌકિક (વ્યવહાર) માર્ગ પર નિર્લેપ રીતે ચાલે છે.
તેઓ આવે છે પણ આવતા નથી,જાય છે પણ જતા નથી.કરે છે પણ કરતા નથી અને-
બોલે છે પણ બોલતા નથી.

જે કોઈ આરંભો અને જે કોઈ વિચારો (ત્યાગવાના કે સ્વીકારવાના) છે તે-
પરમ-પદ ની પ્રાપ્તિ થયા પછી ક્ષીણ થઇ જાય છે,
જેણે સઘળી “ઇચ્છાઓ” છોડી દીધી છે-તેવું મધુર વૃત્તિઓ વાળું “મન”,સઘળી રીતે વિશ્રાંતિ પામે છે.

સઘળી “વિચાર સંબંધી ક્રિયાઓ”થી રહિત થયેલું અને સઘળાં “કૌતુકો” થી મુક્ત થયેલું,
એ “મન” પછી કોઈ જાતની ઇન્દ્રજાળ ઉભી કરતું નથી અને વાસના તરફ દોડતું નથી. અને
સઘળી ચપળતા ને છોડી દઈને બ્રહ્માકાર-પણા થી જ વિરાજે છે (બેસી જાય છે)



     INDEX PAGE
      NEXT PAGE