Nov 8, 2014

પતંજલિના યોગસૂત્રો-26-Yogsutra of Patanjali-Gujarati

એક પ્રાચીન દંત-કથા છે કે-રાજ-હંસ ની સામે જો દૂધ અને પાણી ભેગાં કરીને મુકવામાં આવે તો,
તે રાજ-હંસ દૂધ-દૂધ લઇ લેશે અને પાણી રહેવા દેશે.
બસ,આ જ પ્રમાણે આપણે પણ જ્ઞાન નો સાર-ભાગ લેવો અને અસાર ભાગ ને છોડી દેવો જોઈએ.

બુદ્ધિ ની કસરતો (તર્ક) શરૂશરૂ માં જરૂરી છે,કોઈ પણ બાબતમાં આંખો બંધ કરીને પડવું ન જ જોઈએ.
પણ છેવટે યોગી એ તર્ક ની ભૂમિકા ને વટાવી,એક નિર્ણયે પહોંચી જાય છે.અને
હવે તેને તે નિર્ણય ને અનુભવ થી દૃઢ (અડગ-ખડક જેવો) કરવાનો હોય છે.

અહીં યોગીઓ સલાહ આપતાં કહે છે કે-કોઈની સાથે વાદ-વિવાદ કરશો નહિ,જો કોઈ પરાણે વાદ-વિવાદ કરે તો "ચૂપ રહો" અને કોઈ પણ દલીલ નો જવાબ આપ્યા સિવાય,શાંતિ થી તે સ્થળે થી ચાલ્યા જાવ.
કારણકે દલીલ-બાજી એ મનમાં "વિક્ષેપ" ઉભો કરે છે.
નિર્ણય પર પહોંચ્યા પછી  જરૂર એ છે -કે -"બુદ્ધિ" ને કેળવવી,
મન ના વિક્ષેપ  થી તે બુદ્ધિ ને નિરર્થક  ચંચળ થવા દેવાનો કોઈ જ અર્થ નથી.

જોકે બુદ્ધિ તો માત્ર એક નબળું "સાધન" છે.અને "ઇન્દ્રિયો" દ્વારા મળતું "મર્યાદિત જ્ઞાન" જ આપી શકે છે.
યોગી તો આ "બુદ્ધિ" થી પર જવા ઈચ્છે છે.તેથી તે બુદ્ધિ તેના કશા કામની નથી.આ વાત ની તેને ખાતરી છે.
એટલે તે વાદ-વિવાદમાં ઉતર્યા સિવાય ચૂપ રહે છે-બુદ્ધિ ને ચંચળ થવા દેતો નથી.

દરેક વાદ-વિવાદ એ માનસિક સમતુલા નો ભંગ કરે છે,ને મનમાં વિક્ષેપ ઉભો કરે છે.
અને વિક્ષેપ એટલે જ વિઘ્ન.
વાદ-વિવાદ અને તર્ક -અને તેનાથી કરવામાં આવતી શોધ-ખોળ એ તે સમય મુજબ પ્રાસંગિક છે,
પણ એનાથી ઉંચી ઘણી એવી બાબતો છે,કે જેની શોધ કરવાની છે.
આખી જિંદગી એ કંઈ બાળકોની જેમ લડાઈ કરવા કે દલીલ-બાજી કરવા માટે નથી.

છેવટે-"ઈશ્વર-પ્રણિધાન"એટલે કર્મ-ફળો  ઈશ્વર ને સમર્પણ.
એટલે કે કર્મ ની "પ્રશંસા" કે "નિંદા" આપણે ના લેવાં, પણ એ બંને ઈશ્વરને અર્પણ કરી શાંતિથી રહેવું.

  • समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च  (૨)

"ક્રિયાયોગ" સમાધિ ને "દૃઢ" કરવા અને દુઃખ-દાયક વિઘ્નો ઓછા કરવા માટે છે. (૨)

આપનામાં ના ઘણાખરા આપણા મનને તેની ઈચ્છા મુજબ કરવા દઈને તેને "લાડ થી બગડેલા બાળક"
જેવું કરી મુકીએ છીએ.પણ એ મન ને કાબૂમાં અને આપણા તાબા હેઠળ લાવવા માટે ક્રિયાયોગ નો સતત અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે.

યોગમાં વિઘ્નો -એ સંયમ ના અભાવથી ઉભા થાય છે.અને તે દુઃખ દે છે.
ક્રિયાયોગ ની સાધના દ્વારા મન ને પાછું ખેંચી,તેને કાબૂમાં રાખીને જ એ વિઘ્નો-કલેશો સુર કરી શકાય.

  • अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः क्लेशाः  (૩)
અવિદ્યા,અસ્મિતા,રાગ,દ્વેષ,ને અભિનિવેશ -એ પાંચ કલેશો છે. (૩)

આ પાંચ "કલેશો" એટલે કે પાંચ પ્રકારનાં "બંધનો" આપણને બાંધી રાખે છે.
"અવિદ્યા" (માયા-અજ્ઞાન-ભ્રમ) એ તેમનું "કારણ" છે અને બાકીનાં ચાર તે તે અવિદ્યાના "કાર્યો" છે.
આપણા સર્વ દુઃખો નું એક-માત્ર કારણ એ "અવિદ્યા' છે.જો કે -આત્મા ને દુઃખ-સુખ નથી.
આત્મા નો સ્વભાવ-તે તો શાશ્વત આનંદ છે,આત્મા નું સઘળું દુઃખ એ કેવળ ભ્રમ છે,
તેને શું અજ્ઞાન-ભ્રમ-માયા (અવિદ્યા) એ શોક-કે દુઃખ માં નાંખી શકે? (નાંખી શકે નહિ)

(દરેક શબ્દ-અવિદ્યા,અસ્મિતા,રાગ,દ્વેષ,ને અભિનિવેશ- નો અલગ-અલગ અર્થ આગળ આવશે)   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE