Dec 3, 2014

પતંજલિના યોગસૂત્રો-51-Yogsutra of Patanjali-Gujarati

  • कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुःप्रकाशासंप्रयोगेऽन्तर्धानम् (૨૧)

શરીર ના આકાર પર સંયમ કરવાથી "આકારની ગ્રહણ થવાની શક્તિ" સ્તંભિત થાય -એટલે-કે-
ચક્ષુમાંની "પ્રકાશ-શક્તિ" એ ચક્ષુથી જુદી પડી જવાથી યોગી નું શરીર અદશ્ય થઇ જાય છે. (૨૧)

ઓરડાની વચ્ચે ઊભેલો યોગી દેખીતી રીતે અંતર્ધાન (અદૃશ્ય) થઇ શકે,
પણ હકીકતમાં તે અદશ્ય થતો નથી,પણ તેને કોઈ દેખી શકતું નથી.
અને આમ ત્યારે જ બની શકે કે જયારે યોગી માં સમાધિ ના બળ થી એવી શક્તિ આવી હોય કે-
તે વસ્તુ અને તેના આકાર ને છૂટા પાડી શકે.અને ત્યાર પછી તે આકાર પર સંયમ કરે,એટલે-
આકાર ને ગ્રહણ કરવાની (જોવાની) શક્તિ સ્તંભિત થઇ જાય છે.કારણકે-
આકાર ને જોવાની શક્તિ તે આકાર અને આકાર ને ધારણ કરનારી વસ્તુ ના સંયોગ માંથી આવે છે.(સિદ્ધિ)

  • एतेन शब्दाद्यन्तर्धानमुक्तम् (૨૧-બ)

આ જ રીતે શબ્દો નું અંતર્ધાન થવું,અથવા શબ્દો ને બીજા થી સંભળાતા અટકાવવા,અને
એવી બીજી બાબતો નો ખુલાસો પણ થઇ જાય છે.  (૨૧-બ)

  • सोपक्रमं निरुपक्रमं च कर्म । तत्संयमाद् अपरान्तज्ञानम्, अरिष्टेभ्यो वा  (૨૨)

કર્મો બે પ્રકારના હોય છે-એક તો તત્કાલ ફળ આપે તેવાં અને બીજાં લાંબા ગાળે ફળ આપે તેવાં.
એ કર્મો પર સંયમ કરવાથી અથવા મૃત્યુનાં લક્ષણો (અરીષ્ટિ) દ્વારા,યોગીઓ પોતાના દેહને
છોડી દેવાનો સમય જાણી શકે છે. (૨૨)

જયારે યોગી પોતાના પ્રારબ્ધ કે સંચિત કર્મો (જે ફળ દેવાની રાહ જોઈ બેઠાં હોય છે) તેના પર
સંયમ કરે તો તેના દ્વારા પોતાનો દેહ ક્યારે પડશે (કયા દિવસે-કલાકે-કે મીનીટે)
તે બરાબર જાણી શકે છે. (સિદ્ધિ)

  • मैत्र्यादिषु बलानि  (૨૩)

મૈત્રી,દયા વગેરે ગુણો પર સંયમ કરવાથી યોગીના તે તે ગુણો પ્રબળ બને છે. (૨૩)

  • बलेषु हस्तिबलादीनि (૨૪)

હાથી તથા બીજાઓના બળ પર સંયમ કરવાથી તેમનું બળ યોગીમાં આવે છે. (૨૪)

  • प्रवृत्त्यालोकन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम्  (૨૫)

ઝળહળતી જ્યોતિ (પ્રકરણ-૧ સૂત્ર-૩૬)
પર સંયમ કરવાથી સુક્ષ્મ દૃષ્ટિ થી અગોચર અને દૂર રહેલી વસ્તુઓ નું જ્ઞાન થાય છે. (૨૫)

  • भुवनज्ञानं सूर्ये संयमात् (૨૬)

સૂર્ય પર સંયમ કરવાથી "જગત" નું જ્ઞાન મળે છે (૨૬)

  • चन्द्रे ताराव्यूहज्ञानम् (૨૭)

ચંદ્ર પર સંયમ કરવાથી તારા-મંડળ નું જ્ઞાન થાય છે. (૨૭)



   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE