Dec 5, 2014

પતંજલિના યોગસૂત્રો-53-Yogsutra of Patanjali-Gujarati

  • ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते (૩૬)

તેથી "પ્રતિભા" એટલે કે-અલૌકિક- "શ્રવણ,સ્પર્શ,દર્શન,સ્વાદ અને ઘ્રાણ" -ઉત્પન્ન થાય છે. (૩૬)

  • ते समाधाव् उपसर्गा व्युत्थाने सिद्धयः (૩૭)
જો કે એ બધાં સમાધિ ના માર્ગ માં વિઘ્ન-રૂપ છે,પણ વ્યવહાર-દશામાં એ સિદ્ધિઓ કહેવાય છે. (૩૭)

યોગી જાણે છે કે-સંસારના પદાર્થો ને ભોગવવાની ભાવના -એ-
પુરુષ (આત્મા) અને સત્વ (પ્રકૃતિ) ના સંયોગ દ્વારા આવે છે.એટલે જયારે તે "પ્રકૃતિ અને પુરુષ જુદાં છે"
એ જ્ઞાન પર "સંયમ" કરે ત્યારે તેને પુરુષ (આત્મા) નું જ્ઞાન થાય છે-કે જેમાંથી વિવેક ઉત્પન્ન થાય છે,

અને જયારે વિવેક ઉત્પન્ન થાય ત્યારે "પ્રતિભા" એટલે "સર્વોચ્ચ મેઘા" નો પ્રકાશ આવે છે.
અને ઉપર બતાવ્યું તેમ તેનામાં બધી સિદ્ધિઓ આવે છે.પણ આ સિદ્ધિઓ તે-શુદ્ધ આત્મા ના જ્ઞાન-રૂપી-
"સર્વોચ્ચ-ધ્યેય" (મુક્તિ) ની પ્રાપ્તિમાં વિઘ્ન-રૂપ છે.

આ સિદ્ધિઓ -એ યોગ-માર્ગમાં આવેજ છે અને જો યોગી તેનો અસ્વીકાર કરે તો તે સર્વોચ્ચ ધ્યેયે પહોંચે,
પણ જો યોગી એ સિદ્ધિઓમાં લલચાઈ ગયો તો તેની આગળ ની પ્રગતિ અટકી જાય છે.

  • बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच् च चित्तस्य परशरीरावेशः (૩૮)

ચિત્ત ના બંધન નું કારણ શિથિલ થઇ જાય,અને જ્ઞાન-તંતુઓ ની નાડીઓ નું જ્ઞાન થઇ જાય,
ત્યારે યોગી પોતાના ચિત્ત દ્વારા બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે. (૩૮)

યોગી મરેલા શરીરમાં પ્રવેશ કરી તેને જીવતું કરી શકે તેવી સિદ્ધિ મેળવી શકે છે,
એ વખતે-તે પોતાના શરીરમાં રહીને કાર્ય કરતો હોય -કે-(અથવા)-પોતાનું શરીર છોડી,તે બીજાના
શરીર ના મન અને ઇન્દ્રિયો દ્વારા -તે શરીર ને કામ કરતું (જીવતું) કરી શકે છે.
અને આ સિદ્ધિ તે "પુરુષ અને પ્રકૃતિ" ના "અલગ-પણા" પર સંયમ કરી મેળવી શકે છે.

યોગના સિદ્ધાંત પ્રમાણે-જેમ યોગી નો આત્મા સર્વ-વ્યાપી છે તેમ તેનું મન પણ સર્વ-વ્યાપી છે.
તેનું મન એક વિરાટ મન નો જ એક અંશ છે.અને તે મન સામાન્ય-રીતે-પોતાના શરીરના નાડી-પ્રવાહો,
દ્વાર જ  કામ કરી શકે. પરંતુ યોગી જયારે આ નાડી-પ્રવાહોમાંથી મુક્ત થઇ જાય ત્યારે બીજી વસ્તુઓ,
(બીજા ના નાડી-પ્રવાહો) દ્વારા પણ કાર્ય કરી શકે છે.

  • उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च (૩૯)

નાડીના "ઉદાન" પ્રવાહ ને વશ કરવાથી યોગી પાણીમાં ડૂબતો નથી,કીચડ માં ખૂંચી જતો નથી,
એ કાંટા પર ચાલી શકે છે,અને પોતાની ઈચ્છા થાય ત્યારે મૃત્યુ પામી શકે છે, (૩૯)



   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE