Dec 16, 2014

પતંજલિના યોગસૂત્રો-64-Yogsutra of Patanjali-Gujarati

યોગ ના વિષય પર ના સંદર્ભો અને આધારો

શ્વેતાશ્વતર ઉપનિષદ-અધ્યાય-૨

જ્યાં અગ્નિ નું મંથન થાય છે,જ્યાં વાયુ નો નિરોધ થાય છે,જ્યાં સોમરસ છલકાઈ જાય છે,
ત્યાં (સિદ્ધ) મન ઉત્પન્ન થાય છે. (૨)

છાતી,ગળું અને માથું ટટ્ટાર રહે તેવી રીતે શરીરને સીધી (આસન) ની સ્થિતિમાં રાખીને,ઇન્દ્રિયો નો મનમાં લય કરીને,બ્રહ્મ ( ॐ કાર )રૂપી તરાપા વડે વિદ્વાન પુરુષે જોખમકારક પ્રવાહો તરી જવા (૮)

યોગીએ પોતાની સર્વ ક્રિયાઓ નિયમમાં રાખીને,પ્રાણ નો નિરોધ કરીને જયારે પ્રાણ ની ગતિ,અતિશય ધીમી થઇ જાય ત્યારે તેને નસકોરાં દ્વારા બહાર કાઢવો.જેમ સારથી તોફાની ઘોડાઓને કાબૂમાં રાખે છે,તેમ,
સાવધાન યોગીએ પોતાનું મન કાબૂ માં રાખવું (૯)

જ્યાં કાંકરા કે અગ્નિ કે રેતી ન હોય,જે મંજુલ શબ્દ,જળાશય વગેરે થી મનને પ્રસન્ન કરે તેવું હોય,અને
આંખને અણગમતું ના હોય,તથા જ્યાં પવન ફૂંકાતો ના હોય,તેવા સમતળ અને પવિત્ર,
ગુહા જેવા સ્થાનમાં યોગ નો અભ્યાસ કરવો. (૧૦)

ધુમ્મસ,ધુમાડાઓ,તડકો,અગ્નિ,આગિયાના ઝબકારા,વીજળી,સ્ફટિક,ચંદ્ર જેવા -ભાસો સામે આવીને
યોગ સાધનામાં ક્રમે ક્રમે બ્રહ્મ નું ભાન કરાવે છે. (૧૧)

જયારે પ્રુથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ-એ પંચ-ભૂતોની અનુભૂતિઓ યોગ માર્ગમાં આવવાની શરુ થાય,
ત્યારે તેવા યોગાગ્નિ-મય શરીર પ્રાપ્ત થયેલા ને રોગ,વૃદ્ધાવસ્થા કે મૃત્યુ આવતા નથી (૧૨)

શરીર નું હળવા-પણું,આરોગ્ય,અલોલુપતા,સુંદર વર્ણ,અવાજમાં મીઠાશ,શરીરમાં સુગંધ,મળ-મૂત્ર ની અલ્પતા-આ બધા યોગમાં પ્રવૃત્તિ થયાનાં ચિહનો છે. (૧૩)

જેવી રીતે માટીથી ખરડાયેલું -સોના-રૂપ નું ચકતું જયારે સાફ થાય ત્યારે-પૂરેપૂરું ચકચકિત દેખાય,
તેવી રીતે,જીવાત્મા આત્મ-તત્વ નું દર્શન કરીને એક-સ્વ-રૂપ,કૃતાર્થ અને શોક-રહિત થાય છે.


શ્રી શંકરાચાર્યે ટાંકેલા મહર્ષિ યાજ્ઞવલ્કય ના શ્લોકો.

"હે,ગાર્ગી,ઈચ્છા પ્રમાણે  આસનો નો યથાવિધિ અભ્યાસ કર્યા પછી જે વ્યક્તિએ આસન સિદ્ધ કર્યું છે,
તેણે પ્રાણાયામ નો અભ્યાસ કરવો"

"સુખકર જગા પર દર્ભાસન બિછાવવું,તેના પર મૃગચર્મ પાથરવું,આસન પર સ્વસ્થ થઈને બેસવું,
ફળ અને લાડુ થી ગણપતિ ની પૂજા કરવી,પછી ડાબા હાથ ની હથેળીમાં જમણી હથેળી મુકવી,
ડોક અને માથું સીધાં રાખવાં,શરીર ને સ્થિર રાખીને,પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખી ને બેસવું,
તથા દૃષ્ટિ ને નાકા ની અણી પર સ્થિર કરવી.
અતિભોજન કે ઉપવાસ નો કાળજી-પૂર્વક ત્યાગ કરી ને આગળ કહેલી રીતે નાડી-શુદ્ધિ કરવી.
નાડી શુદ્ધિ નહિ કરનાર નો સાધના નો શ્રમ વ્યર્થ જાય છે.

ઈડા અને પિંગલા (જમણા અને ડાબા નસકોરાં) ના સંયોગ ના સ્થળમાં "હું" બીજ નું ચિંતન કરીને,
ઈડા (ડાબા નસકોરા) દ્વારા બહારથી હવા ભરવી (પૂરક)
ત્યાં (કુંભક) અગ્નિ નું ચિંતન કરીને,"ર" બીજ નું ધ્યાન કરવું.અને એ ધ્યાન કરતી વખતે-જ-
પિંગલા (જમણા નસકોરા) દ્વારા વાયુ ને બહાર કાઢવો.(રેચક)

વળી પાછા,પિંગલા (જમણા નસકોરા) દ્વારા પૂરક કરીને આગળ ની રીત પ્રમાણે ઈડા (ડાબા નસકોરા)
તરફ બહાર કાઢવો.(રેચક)

ગુરુના ઉપદેશ પ્રમાણે આનો અભ્યાસ ત્રણ-ચાર માસ કે ત્રણ-ચાર વર્ષ સુધી કરવો,
જ્યાં સુધી આ રીતે નાડી- શુદ્ધિ ના થાય-ત્યાં સુધી,ઉષા-કાળે (સંવારે) મધ્યાહ્ને,સાંજે અને મધરાતે,
એકાંતમાં આ અભ્યાસ કરવો.

શરીર નું હળવા-પણું,સુંદર વર્ણ,જઠરાગ્નિ પ્રદીપ્ત થવો,અમુક પ્રકાર ના નાદ નું શ્રવણ-વગેરે-
નાડી-શુદ્ધિ નાં ચિહ્નો છે.

ત્યાર પછી -પૂરક-કુંભક-રેચક ક્રિયાઓ રૂપી પ્રાણાયામ કરવો.
પ્રાણ ને અપાન સાથે જોડવો તેનું નામ પ્રાણાયામ.
સોળ માત્રા (સેકંડ) માં માથા થી પગ સુધી શરીર ને (શ્વાસથી) ભરવું તે-પૂરક,બત્રીસ માત્રા માં રેચક અને
ચોસઠ માત્રા નો કુંભક કરવો.

પ્રાણાયામ નો બીજો એક પ્રકાર છે કે-જેમાં-
ચોસઠ માત્રા નો કુંભક પ્રથમ કરવાનો હોય છે,પછી સોળ માત્રા નો રેચક,અને સોળ માત્રા નો પૂરક.

પ્રાણાયામ-- વડે --શરીર--ના સર્વ દોષો બળી જાય છે,
ધારણા-- થી --મન-- ની મલીનતા દૂર થાય છે.
પ્રત્યાહાર-- થી --સંસર્ગ-દોષો-- નાશ પામે છે.અને
ધ્યાન-- દ્વારા-આત્મા ની (ઈશ્વરની) પ્રાપ્તિમાં --જે કંઈ આવરણ-રૂપ-- છે તેનો નાશ થાય છે.

સાંખ્ય-દર્શન
અધ્યાય-૩

ધ્યાન ની વૃદ્ધિ દ્વારા,શુદ્ધ (પુરુષ-આત્મા) ની પાસે પ્રકૃતિ ની પેઠે સર્વ શક્તિઓ આવે છે (૨૯)
આશક્તિ નો નાશ -એ ધ્યાન કહેવાય.  (૩૦)
વૃત્તિઓ ના નિરોધ થી ધ્યાન સિદ્ધ થાય છે. (૩૧)
ધારણા,આસન અને પોતાનાં કર્તવ્ય કર્મ કરવાથી ધ્યાન સિદ્ધ થાય છે. (૩૨)

શ્વાસોશ્વાસ ના ત્યાગ અને ધારણા દ્વારા "પ્રાણ" નો નિરોધ થાય છે. (૩૩)
જે સ્થિતિ માં સહેલાઈ થી સ્થિર થઈને બેસી શકાય -તે આસન. (૩૪)
વૈરાગ્ય અને અભ્યાસ થી પણ ધ્યાન સિદ્ધ થાય છે. (૩૬)
પ્રકૃતિ નાં તત્વો ના અભ્યાસ થી અને "નેતિ-નેતિ" કરીને સર્વ વસ્તુનો
ત્યાગ કરવાથી "વિવેક" આવે છે.  (૭૪)

અધ્યાય-૪

ઉપદેશ નું પુનરાવર્તન જરૂરી છે. (૩)
જેમ,બાજ પાસેથી તેનો શિકાર લઇ લેવામાં આવે તો તે દુઃખી થાય છે,પણ તે પોતે જ તે શિકાર છોડી દે,
તો તે સુખી થાય છે-
તેમ,જે મનુષ્ય પોતાની ઈચ્છા થી સર્વ વસ્તુ નો ત્યાગ કરે,તો તે સુખી થાય છે. (૫)
જેમ,સર્પ પોતાની કાંચળીનો ત્યાગ કરીને સુખી થાય છે તેમ. (૬)

જે મુક્તિનું સાધન નથી તેનું ચિંતન કરવું નહિ,ભરત (રાજા-જડ-ભરત) ની જેમ તે બંધન-રૂપ થાય છે.(૮)
જેમ,કુમારિકા એ એક કરતાં વધારે બંગડીઓ પહેરી હોય તો તે અવાજ કરે છે,
તેમ,ઘણી વસ્તુઓ ના સંબંધથી આશક્તિ-ક્રોધ વગેરે ઉત્પન્ન થાય છે. (૯)
બે-વસ્તુ (એક કરતાં વધારે) હોય તો તે બાબતમાં પણ આમ જ સમજવું (૧૦)

"આશા" નો ત્યાગ કરનારો-પિંગલા" (ભરથરી-પિંગલા) ની પેઠે સુખી થાય છે. (૧૧)
શાસ્ત્રો ઘણાં છે-તે શાસ્ત્રો અને ગુરૂ પાસે થી જ્ઞાન મેળવવું ,
પણ  તે બધામાંથી,ભમરા ની જેમ  માત્ર સાર ગ્રહણ કરવો.(૧૩)

બાણ બનાવનાર ની પેઠે જેનું મન એકાગ્ર થયેલું હોય છે,તેને સમાધિમાં અડચણ ઉત્પન્ન થતી નથી.(૧૪)
જેમ,સંસાર ની સર્વ-બાબતો માં (નક્કી કરેલા નિયમો પાળવા પડે છે) તેમ-(યોગમાર્ગમાં)
નક્કી કરેલા નિયમો નું ઉલ્લંઘન કરવાથી "ધ્યેય-પ્રાપ્તિ" થઇ શક્તી નથી. (૧૫)

નમ્રતા,બ્રહ્મચર્ય અને ગુરુસેવા થી "સિદ્ધિ" લાંબે ગાળે પ્રાપ્ત થાય છે (૧૯)
વામદેવ ની જેમ સમય ની કશી મર્યાદા નથી  (૨૦)
અથવા જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની સાથેના સંપર્ક માં યોગ સિદ્ધ થાય છે. (૨૪)
ભોગ દ્વારા આસક્તિ ની નિવૃત્તિ થતી નથી.સૌભરી-મુનિ ની પેઠે. (૨૭)

અધ્યાય-૫
જેમ ઔષધિઓ દ્વારા મેળવેલી આરોગ્ય-પ્રાપ્તિ ને નકારી શકાય નહિ,
તેમ,યોગ ની સિદ્ધિઓ ને પણ નકારી શકાય નહિ (તે મળે જ છે)  (૧૨૮)

અધ્યાય-૬
સ્થિર અને સુખકર હોય -તે જ આસન-બીજો કોઈ નિયમ નથી. (૨૪)

વ્યાસ-સૂત્રો
અધ્યાય-૪-વલ્લી-પહેલી.
ઉપાસના બેસી ને જ કરી શકાય. (૭)
ધ્યાન માટે પણ એ જ નિયમ (૮)
કારણકે ધ્યાનસ્થ પુરુષ ને નિશ્ચળ પૃથ્વી ની સાથે સરખાવવામાં આવે છે. (૯)
સ્મૃતિઓ પણ તેમ કહે છે. (૧૦)
જયાં મન એકાગ્ર થાય ત્યાં ઉપાસના કરવી,સ્થળ નો બીજો કોઈ નિયમ નથી (૧૧)

સમાપ્ત
સ્વામી વિવેકાનંદ ના "રાજ-યોગ" પુસ્તક પર આધારિત.
રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ -www.sivohm.com
email---anilshukla1@gmail.com


   PREVIOUS PAGE     
        END       
     INDEX PAGE